ભાસ્કર ખાસ:અમેરિકા: છેતરાઈને એક ટાપુ પર પ્લોટ ખરીદયો, હવે અહીં રહેતા એકમાત્ર ભાડૂત, તે પણ આજીવન

ન્યુયોર્ક4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 370 એકરમાં ફેલાયેલો આઈલેન્ડ સામાન્ય લોકો માટે બંધ છે

અમેરિકામાં વૉશિંગ્ટનના દરિયા કિનારાથી થોડે દૂર જુઆન ડે ફૂકા ક્ષેત્રમાં એક નાનકડો દ્વીપ આવેલો છે. 370 એકરના આ દ્વીપની લંબાઈ માંડ 3.22 કિ.મી. છે. અહીં ફક્ત એક વ્યક્તિ રહે છે. 72 વર્ષની આ વ્યક્તિનું નામ છે, માર્ટી બ્લુવૉટર.

ખાસ વાત એ છે કે, આ દ્વીપ પર તેઓ એકમાત્ર ભાડુઆત છે. તેમણે અહીં આજીવન રહેવું પડશે. પ્રોપર્ટી વેચાણમાં થયેલી છેતરપિંડીના કારણે આ દ્વીપ પર તેઓ રહેવા આવ્યા હતા. પરંતુ હવે તેમણે પોતે જ પર્યાવરણ સંરક્ષણનું કામ શરૂ કર્યું છે. 70ના દસકામાં કોઈ પ્રોપર્ટી ડેવલપરે આ દ્વીપ પર પ્લોટિંગ કર્યું અને છેતરપિંડી કરીને સમુદ્રની વચ્ચે એક સુંદર પ્લોટ બ્લુવૉટરને વેચ્યો. આ સાથે અહીં વિવાદ શરૂ થયો.

પર્યાવરણ સંરક્ષકને લઈને કામ કરતા સંગઠને આ દ્વીપ પર માનવ વસતી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. બ્લુવૉટર જાણે છે કે, આ દ્વીપની સુંદરતા તેના વર્તમાન સ્વરૂપના કારણે જ છે. એટલે તેને નુકસાન થાય એ યોગ્ય નથી.

બીજી તરફ, માર્ટી બ્લુવૉટર પોતે ખરીદેલી જમીન ગુમાવવા નથી ઈચ્છતા. 1982માં આ મામલો કોર્ટમાં પહોંચ્યો, ત્યારે કોર્ટે દ્વીપના વન્યજીવો માટે આ દ્વીપ સંરક્ષિત જાહેર કરી દીધો. જે લોકોએ અહીં ઘર બનાવ્યા હતા, તેમને વિકલ્પ અપાયો કે તેઓ 15, 25 વર્ષ કે આજીવન ત્યાં રહી શકે છે. જોકે, બ્લુવૉટર એકમાત્ર વ્યક્તિ છે, જેમણે અહીં આજીવન રહેવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

માર્ટી બ્લુવૉટર હવે પર્યાવરણ માટે કામ કરે છે
આ દ્વીપ પર વીજળી નથી. બ્લુવૉટર પાસે લાકડાથી ચાલતો એક સ્ટવ છે. રસોઈ બનાવવા માટે ચૂલો અને પાણી ગરમ કરવા એક ગેસ હીટર છે. બ્લુવૉટર કહે છે કે, એકાંતથી તેમને કોઈ વાંધો નથી. હવે હું પર્યાવરણ માટે કામ કરુ છું.

અન્ય સમાચારો પણ છે...