તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાના રક્ષા મંત્રીનું નિવેદન:માર્ક એસ્પરે કહ્યું- મહામારીમાં ચીનને ચરબી ચડી ગઈ છે, LAC પર સેનાને ખડકી નિયમો તોડ્યા

વોશિંગ્ટનએક વર્ષ પહેલા
તસવીર 26 જાન્યુઆરીની છે. આ સમયે ભારત-ચીનના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી.
  • એસ્પરે કહ્યું- ચીન બ્રુનેઈ, મલેશિયા, ફિલિપાઈન્સ, તાઈવાન અને વિયતનામ જેવા દેશોના આઈલેન્ડ્સ પર મિલિટ્રી બેઝ બનાવી રહ્યું છે

અમેરિકાના રક્ષા મંત્રી માર્ક એસ્પરે ચીનને લઈને વધુ એકવાર નિવેદન આપ્યું છે. એસ્પરે બુધવારે કહ્યું કે મહામારી વચ્ચે ચીનને વધારે ચરબી ચડી ગઈ છે. તેણે ભારત સાથે જોડાયેલ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સેના તહેનાત કરી દીધી. છેલ્લા સાત મહિનાથી તેણે જે પણ કર્યું, તેનાથી એ સાબિત થાય છે કે તે આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોને માનતું નથી.

એસ્પરે કહ્યું કે ચીન મહામારીનો ઉપયોગ પ્રોપગેંડા ફેલાવવા માટે કરે છે. તે હદથી આગળ નિકળી ગયું છે. દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાની દાદાગીરી બતાવવાની કોશિશ કરી રહ્યું છે.

'અમેરિકાના સાથી દેશોએ ચીનને યોગ્ય જવાબ આપ્યો'
લદ્દાખમાં ભારત-ચીન વિવાદ અંગે એસ્પરે કહ્યું કે ચીન LAC ઉપર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. આ વલણ આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે યોગ્ય નથી. જોકે અમેરિકાના ખણા સાથી દેશોએ તેનો યોગ્ય જવાબ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા અને બ્રિટને ચીનની કંપની હુવેઈને બેન કરી દીધી છે. ભારતે ચીનની ઘણી એપ બેન કરી દીધી.

દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં દાદાગીરી
એસ્પરે કહ્યું કે ચીન દક્ષિણ ચીન સમુદ્રના લગભગ સમગ્ર વિસ્તારને પોતાનો ગણાવી રહ્યું છે. તેણે 10.3 લાખ સ્વેર મીલના વિસ્તારમાં દાવેદારી કરી છે. અહીં બ્રુનેઈ, મલેશિયા, ફિલિપાઈન્સ, તાઈવાન અને વિયતનામ જેવા દેશોના આઈસલેન્ડ પર ચીન મિલિટ્રી બેઝ બનાવી રહ્યું છે. તેનો દાવો છે કે આ સમુદ્રી વિસ્તાર વર્ષોથી ચીનનો હિસ્સો છે. તેણે વિયતનામ અને ફિલિપાઈન્સ જેવા જેનોના ખનિજ શોધવાના કામમાં પણ અડચણો ઊભી કરી હતી. ગત મહિને વિયતનામનીએક ફિશિંગ બોટને ડૂબાડી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...