તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • America: 68 year old Grandmother Learned To Swim By Watching Swimming Videos On YouTube, She Gives The Message That Do Not Give Up In Life

ભાસ્કર વિશેષ:અમેરિકા: 68 વર્ષીય દાદીમા સ્વિમિંગ યુટ્યૂબ પર વીડિયો જોઈ સ્વિમિંગ શીખ્યાં, તેઓ સંદેશ આપે છે કે જીવનમાં હાર ના માનો

ન્યુયોર્ક17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય મૂળનાં વિજયા શ્રીવાસ્તવે ડૉક્ટરની સલાહથી ઉંમરના અંતિમ પડાવે શીખી નવી કળા
  • ક્યારેય સંજોગો સામે હાર માનવાનો પ્રયાસ ના કરો, મજબૂત માનસિક તૈયારી રાખો

આપણે ઘણીવાર કહીએ છીએ કે ઉંમર ફક્ત એક નંબર છે. ઈચ્છાશક્તિ મજબૂત હોય, તો કોઈ પણ ઉંમરે અઘરું કામ પણ કરી શકાય છે. આવી જ એક પ્રેરણાદાયી વાત અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં રહેતાં ભારતીય મૂળનાં વિજયા શ્રીવાસ્તવની છે. તેણી 68 વર્ષની ઉંમરે સ્વિમિંગ શીખ્યાં. આ પહેલાં વિજયા એકલતાનો સામનો કરવા નાની સાથે ફરવા જતાં અથવા લાઈબ્રેરીમાં જઈને સમય વિતાવતાં. તેમને સ્વિમિંગ શીખવાની જરૂર નહોતી લાગી. પરંતુ તેમણે મોટી ઉંમરે સ્વિમિંગ શીખવાનું નક્કી કર્યું અને હવે તેમનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું છે. તેમણે આ નિર્ણય કેમ કર્યો, તે વાંચો તેમના જ શબ્દોમાં... હું ભારતમાં ઉછરી, મોટી થઈ, ભણી, પરંતુ ક્યારેય સ્વિમિંગ પૂલ કે નદી-તળાવોમાં તરવાની તક ના મળી. મને એવી ઈચ્છા પણ નહોતી થઈ એટલે મેં એ વિશે ક્યારેય વિચાર્યું પણ ન હતું. પછી મારે અમેરિકા આવવાનું થયું અને અહીં મારી તબિયત ખરાબ રહેવા લાગી. એકવાર ડૉક્ટરે મને કહ્યું કે દવાઓ તેની જગ્યાએ છે, પરંતુ તમે સ્વિમિંગ કરશો તો તબિયત સુધરશે. મેં ડૉક્ટરને પૂછ્યું કે આ ઉંમરે સ્વિમિંગ શીખવું સારું રહેશે? ડૉક્ટરે કહ્યું કે, બિલકુલ. તમે સ્વિમિંગની ટ્રેનિંગ લો.

પછી મેં અને મારી એક પાડોશીએ હાઈસ્કૂલમાં ટ્રેનિંગ આપતી ટ્રેનર સાથે વાત કરી. તે અમને સ્વિમિંગ શીખવવા તૈયાર થઈ ગઈ. જોકે, આ પહેલાં ક્યારેય તેણે આટલી મોટી ઉંમરની વ્યક્તિને સ્વિમિંગ શીખવ્યું ન હતું. તેણે અમને અઠવાડિયામાં ત્રણ દિવસ તાલીમ આપવાનું શરૂ કર્યું, પરંતુ હું રોજ વહેલી સવારે તૈયાર થઈને સ્વિમિંગ પૂલ જતી. હું સારી રીતે ઊંઘી પણ નહોતી શકતી. બેડમાં પણ સ્વિમિંગનાં સ્ટેપ્સ યાદ કરતી. મારા પતિ કહેતા કે, શું કરે છે? આ પૂલ નથી? ટ્રેનિંગ શરૂ થયા પછી મેં ગૂગલ ચેક કરીને પણ સ્વિમિંગ વિશે વાંચવાનું, યુટ્યૂબ પર વીડિયો જોવાનું શરૂ કર્યું.

આ બધું જોઈને મૂંઝવણ થતી. પછી મારી પુત્રીએ મને ટોટલ ઈમર્શન સ્વિમિંગ વીડિયો વિશે જણાવ્યું. તેમાં એક શખ્સ સ્વિમિંગ અંગે ઝીણવટપૂર્વક વાત કરો, જેનાથી મને ઘણી મદદ મળી. ઘણા સમય સુધી હું સ્વિમિંગ પૂલના છીછરા પાણીવાળા ભાગમાં તરતી રહી. પછી ટ્રેનરે મને કહ્યું કે, તમારે ઊંડાણવાળા ભાગમાં પણ જવું જોઈએ. મારી હિંમત નહોતી થતી, પરંતુ તેમણે વિશ્વાસ અપાવ્યો કે તે મને ડૂબવા નહીં દે. છેવટે મેં ત્યાં પણ તરવાનું શરૂ કર્યું. ત્યાં ઘણા લોકો મારો સંઘર્ષ જોતા અને તાળીઓ પાડીને મને પ્રોત્સાહિત કરતા.

મારાં બાળકો, ભાઈ, ભત્રીજાને પણ મારા પર ગર્વ છે કારણ કે, આ ઉંમરે કોઈ આવું જોખમ નથી લેતું. ઉંમરના આ પડાવ પર પહોંચતા તમામને મારું કહેવું છે કે ક્યારેય હાર ના માનો. મેં ક્યારેય સંજોગોથી ભાગવાનો પ્રયાસ નથી કર્યો. જો તમે માનસિક મજબૂતી સાથે કંઈક કરવા તૈયાર હોવ, તો સફળતા અચૂક મળે છે.

અન્ય સમાચારો પણ છે...