• Gujarati News
  • International
  • Although Russia Has Softened On The Ukraine Issue, Many Countries Around The World View It With Suspicion, What Are The Reasons Behind It?

વિશ્વના અધ્ધર થયેલા શ્વાસ હેઠા બેઠા:યુક્રેન મુદ્દે નરમ પડેલા રશિયાને વિશ્વના અનેક દેશો હજુ આશંકાની નજરથી જુએ છે; એની પાછળ કયાં કારણો છે એ જાણો

6 મહિનો પહેલા
  • રશિયાનું વલણ કૂણું પડ્યું છે, પણ ઘણા દેશોને રશિયા પર વિશ્વાસ જ નથી

યુક્રેન મુદ્દે ચાલી રહેલા સંઘર્ષની સ્થિતિને હળવી કરવાના સંકેત આપી રશિયાએ કહ્યું છે કે પશ્ચિમ દેશ સાથે વાતચીતનો માર્ગ ખુલ્લો છે અને સરહદ પર રહેલા સૈનિકો તથા હથિયારોને તે પરત ખેંચી રહ્યું છે. જોકે અમેરિકા તથા તેના કેટલાક સહયોગીઓ આ મુદ્દે પોતાનું કડક વલણ અપનાવી રહ્યા છે. એકંદરે છેલ્લા બે દિવસથી રશિયા યુક્રેન મુદ્દે નરમ પડી રહ્યું છે. આજે આપણે એવા દસ મહત્ત્વના મુદ્દા અંગે ચર્ચા કરીશું, જેણે વિશ્વને એક ભયાનક યુદ્ધ તરફ જતાં અટકાવ્યું છે.

જર્મનીના ચાન્સેલર-પુતિન વચ્ચેની મંત્રણા નિર્ણાયક રહી
મંગળવારે જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કર્યા બાદ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે યુક્રેન સાથે તણાવને ઘટાડવા માટે રાજદ્વારી માર્ગ ઉપલબ્ધ છે. પુતિને કહ્યું હતું કે પશ્ચિમ યુરોપમાં મિસાઈલ ગોઠવવા પર પ્રતિબંધ, સૈન્ય અભ્યાસ પર પ્રતિબંધ અને અન્ય વિશ્વાસના માહોલ અંગે ચર્ચા કરવા તે સહમત છે. પુતિને કહ્યું હતું કે રશિયા એવા કેટલાક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.

મંગળવારે વ્લાદિમીર પુતિનની જર્મન ચાન્સેલર સાથે યોજાયેલી બેઠક બાદ રશિયાના સંરક્ષણ મંત્રાલયે બુધવારે ક્રિમિયાથી દૂર એક ટ્રેનમાં બ્રિજને પાર કરી જતાં બખ્તરબંધ વાહનોને લગતો એક વીડિયો જાહેર કરેલો. જોકે રશિયાની સેનાએ સીમાથી હટાવવામાં આવી રહેલા સૈનિકો અથવા હથિયાની સંખ્યા અંગે કોઈ માહિતી આપી નથી.

બેલારુસમાં રશિયાનું ટ્રેનિંગ મિશન
રશિયાએ યુક્રેન મોરચેથી તેના કેટલાક સૈનિકોને હટાવ્યાનો દાવો કર્યો છે, જોકે બેલારુસને લઈ ટ્રેનિંગ મિશનને યથાવત્ રાખ્યું છે, જે યુક્રેનની ઉત્તર દિશામાં છે. રશિયાએ તેના યુદ્ધ જેટ વિમાનો બેલારુસની ઉપર તાલીમ મિશન પર ઉડાવ્યાં અને પેરાટ્રૂપર્સે ફાયરિંગ રેન્જમાં શૂટિંગ અભ્યાસ કર્યો. પશ્ચિમના દેશોને ડર છે કે યુક્રેનમાં સંભવિત રશિયા આક્રમણ માટે એનો ઉપયોગ એક કવર તરીકે કરી શકે છે. જોકે બેલારુસના વિદેશમંત્રી વ્લાદિમીર મેકીએ ફરી એક વખત પુષ્ટિ કરી છે કે સૈન્ય અભ્યાસ સમાપ્ત થયા બાદ રશિયાના તમામ સૈનિકો દેશ છોડી દેશે.

રશિયા પર બાઇડનને વિશ્વાસ નથી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે વ્હાઈટ હાઉસ સરહદથી સૈનિકોને હટાવ્યાના રશિયાના દાવા અંગે આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે આક્રમણ હજુ પણ શક્ય છે. બાઈડને કહ્યું હતું કે આક્રમણ સ્પષ્ટપણે શક્ય છે. માટે હું અનેક વખત પૂછ્યું છે કે યુક્રેનથી તમામ અમેરિકી સૈનિકો જતા રહે એને લઈ વિલંબ ન થઈ જાય. આ સ્થિતિમાં અમે હંગામી ધોરણે કિવથી પશ્ચિમી યુક્રેનમાં લ્વિવ( Lviv)માં અમારા દૂતાવાસને ખસેડ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એમ પણ કહ્યું હતું કે યુક્રેન-રશિયા વચ્ચે સંઘર્ષને ઉકેલવા માટે અમેરિકા તમામ રાજકીય માર્ગ અંગે પ્રતિબદ્ધ છે. સંપૂર્ણ યુરોપમાં સ્થિરતા અને સુરક્ષામાં સુધારો કરવા માટે અમે અને અમારા સહયોગી સાથે રાજદ્વારી લેવલે સામેલ થવા તૈયાર છીએ.

અમેરિકા અને બ્રિટનના એકસરખા વિચારો
બ્રિટનના સંરક્ષણ-સચિવ બેન વોલેસે પણ જો બાઈડન સાથે સહમતી વ્યક્ત કરી છે. સૈનિકોને પરત ફરવાના દાવા અંગે તેમણે કહ્યું હતું કે આ બાબત અત્યારે કહેવું એ ઉતાવળ હશે કે રશિયાએ અત્યારે પીછેહઠ કરી છે.

યુક્રેને પણ રશિયાના દાવો અંગે આશંકા વ્યક્ત કરી છે. યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું હતું કે યુક્રેનમાં અમારો નિયમ છે; જે સાંભળીએ છીએ તેની પર અમે વિશ્વાસ કરતા નથી, અમે જે જોઈએ છે એની પર જ વિશ્વાસ કરી છીએ. જો આ નિવેદનો બાદ રશિયા સૈનિકો પાછા ખેંચે છે તો અમે હકીકતમાં ડી-એસ્કેલેશનની શરૂઆતમાં વિશ્વાસ કરીશું.

પશ્ચિમના દેશો પર દુષ્પ્રચારનો ચીને આરોપ મૂક્યો

બીજી બાજુ ચીને અમેરિકા પર યુદ્ધના જોખમ સાથે રમવાનો અને તણાવની સ્થિતિ સર્જવાનો આરોપ લગાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિનને ટાંકી કહેવામાં આવ્યું છે કે કેટલાક પશ્ચિમી દેશો દ્વારા આ પ્રકારનો સતત પ્રચાર અને દુષ્પ્રચારથી ભરેલા વિશ્વમાં અશાંતિ અને અનિશ્ચિતતાનું સર્જન થશે. વાંન વેનબિને કહ્યું કે મને આશા છે કે સંબંધિત પક્ષ આ પ્રકારના દુષ્પ્રચાર અભિયાનને અટકાવશે અને શાંતિ, પરસ્પરના વિશ્વાસ તથા સહયોગનો લાભ પહોંચાડવા માટે વધારે પ્રયાસ કરશે.

યુક્રેન-રશિયા વચ્ચે ભારત પોતાની વિમાની ઉડાનોની સંખ્યા વધારી શકે છે
રશિયા-યુક્રેન તણાવ વચ્ચે ભારત પોતાની અને યુક્રેન વચ્ચે ઉડાનની સંખ્યા વધારવા અંગે વિચારણા કરી રહ્યું છે. યુક્રેનમાં કેટલાક ભારતીય વિદ્યાર્થીનાં માતા-પિતાએ દેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત અને યુક્રેન વચ્ચે ઉડાનની સંખ્યા કેવી રીતે વધારવામાં આવે એ અંગે નાગરિક ઉડ્ડયનના અધિકારીઓ અને વિવિધ એરલાયન્સ સાથે ચર્ચા ચાલી રહી છે.

રશિયા-યુક્રેન વચ્ચે તંગદિલી હળવી થતાં ક્રૂડના ભાવ ગગડ્યા
રશિયાના સૈનિકોને પરત લેવાનો દાવો ઓઈલની કિંમતોમાં રાહત તરીકે જોવામાં આવે છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 1.37 ડોલર એટલે કે 1.5 ટકા વધી 94.65 ડોલર પ્રતિ બેરલ આસપાસ હતી, પણ રશિયા-યુક્રેન વચ્ચે તંગદિલી હળવી થવાની આશા વચ્ચે કિંમતમાં 3.3 ટકાનો ઘટાડો થયો હતો.