તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કિશોરોને તેમની વાત વિસ્તૃત રીતે રજૂ કરવા દો, કોઈ કામ સાથે જોડાવા પ્રેરિત કરો, તેનાથી મનોવૈજ્ઞાનિક રિકવરી ઝડપી થશે

ન્યુયોર્ક20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનોવિજ્ઞાનીઓએ કહ્યું - કિશોરોએ ઘણું સહન કર્યું, હવે આવનારા મહિના તેમના માટે મહત્ત્વપૂર્ણ

ઓહાયોના હાઈલેન્ડ હાઈટ્સમાં 15 વર્ષીય કોલિન મૂની ઘરની પાછળ આંગણમાં ક્લાસના મિત્રો સાથે ઘણા સમય બાદ બેસી હતી. વર્ષ સુધી સ્કૂલથી દૂર રહેલા આઠમા ધોરણના બાળકો જ્યારે મળ્યાં તો ફીલ્ડ ડે, ગ્રેજ્યુએશન ડે અને સ્પેશિયલ માસ પર ચર્ચા કરી. તેનાથી તેમનું મન થોડુંક હળવું થયું.

ખરેખર દુનિયાભરમાં કિશોર એટલા થાકેલા ક્યારેય નથી દેખાયા. ભલે ઓનલાઈન ક્લાસ હોય, પરીક્ષા રદ થઈ હોય કે પછી મિત્રોથી અંતર હોય, તે નિરાશ અને ડિપ્રેશનમાં છે. એક્સપર્ટ્સ કહે છે કે હવે સંક્રમણના કેસ ઘટી રહ્યાં છે. એવામાં આવનાર સમય તેમના માટે રિકવરીનો દોર હશે.

મનોવૈજ્ઞાનિક લીઝા ડેમોર કહે છે કે મનોવૈજ્ઞાનિક સંબલ આપનારા તત્વોનું નિર્માણ મહદઅંશે શારીરિક સ્નાયુઓ સમાન છે. એટલા માટે કિશોરોને સમય આપવો પડશે. તેમના માટે મહામારી મોટા નુકસાન જેવી છે. તે રમત-ગમતનો સમય, દાદી-નાની સાથે રજાઓ અને બર્થ-ડે પાર્ટી યાદ કરે છે. અમુકના મિત્રો પાછળ છૂટી ગયા, અનેકે પ્રિયજનોને ગુમાવ્યાં.

બ્રુકલિનની 15 વર્ષીય એરિયલ ભાવનાઓ વ્યક્ત કરવા માટે કવિતાઓ લખે છે. તે તેને ડિપ્રેશનથી બહાર આવવાનું માધ્યમ માને છે. 17 વર્ષીય એવા વેસ્ટગાર્ડ કહે છે કે મારા માટે જોબ એટલે કે નવા લોકો સાથે જોડાવું. ભલે જ ઓછા પૈસા કેમ ન મળે. મનોવિશ્લેષકો કહે છે કે આવનારા દિવસોમાં પણ આ દુ:ખ જીવનનો હિસ્સો હશે. તેમને આગળ વધવા પ્રેરિત કરો. જેથી જે કંઈ બાકી છે તેને ખુશીથી ગળે ભેટી લો. તેમને તેમની વાત વિસ્તૃત રીતે રજૂ કરવાની તક આપો. તેમને કોઈ કામ સાથે જોડાવા કહો જેથી તે મગજ ક્યાંક બીજે લગાવી શકે અને બહારી દુનિયા સાથે ફરીવાર જોડાઈ શકે.

કિશોરોના નિર્ણયોમાં તેમને સહકાર આપો, તેમને ઓછા ન આંકશો
સૌથી મોટી વાત કિશોરોને નક્કી કરવા દે કે આવનાર સમય તેમણે કેવી રીતે પસાર કરવો છે. તમારી ઈચ્છાઓ ન લાદશો. જો તે નવી ભાષા શીખવા માગે છે કે ઉપન્યાસ લખવાની ઈચ્છા છે તો તેમના રસ્તામાં અવરોધ ના બનશો. જો તે અભ્યાસમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માગે છે તો તેમની મદદ કરો. તેમનામાં એ વાતને લઈને અપરાધબોધ છે તો તેનાથી બહાર આવવામાં મદદ કરો. જેમ ઇવાન્સ્ટનના 14 વર્ષીય કોરી રોબિન્સન કોરોનાગ્રસ્ત થયો હતો. તેણે કહ્યું કે હું હજુ રજાઓમાં કંઈ નહીં કરું તો પોતાને દોષિત મહેસૂસ કરીશ. નિષ્ણાતો કહે છે કે આવી વિચારસરણી ખોટી છે. જો કિશોરોના મનમાં અપરાધબોધની ભાવના છે તો તે આગળ વધવામાં પરેશાની મહેસૂસ કરશે. તેમના નિર્ણયમાં સાથ આપો, તેમને ઓછા ન આંકશો.

અન્ય સમાચારો પણ છે...