તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • All Tickets For The Qantas Special Flight To See Supermoon On May 26 Sold Out In A Record Time Of 2.5 Minutes

ભાસ્કર વિશેષ |:26 મેના રોજ સુપરમૂન જોવા ક્વૉન્ટાસની ખાસ ફ્લાઈટની તમામ ટિકિટ 2.5 મિનિટના રેકોર્ડબ્રેક સમયમાં વેચાઇ ગઇ

મેલબર્ન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે ઓક્ટોબરમાં એરલાઇનની આવી પહેલી ફ્લાઈટની ટિકિટ 10 મિનિટમાં વેચાઇ હતી

ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી એરલાઇન્સ ક્વૉન્ટાસ ચાલુ મહિનાના અંતે તેના દેશવાસીઓને ખાસ ફ્લાઈટમાં મુસાફરી કરવાની ઓફર કરી રહી છે. તે હેઠળ ઓસ્ટ્રેલિયાના નાગરિકોને આકાશમાં 40,000 ફૂટની ઊંચાઈએથી 26 મેના રોજ આવનારા સુપરમૂન અને ચંદ્રગ્રહણને જોવાની તક મળશે. જો તમે આ ફ્લાઈટની ટિકિટ ખરીદવાનું મન બનાવી રહ્યા હોવ તો રોકાઈ જજો.

ક્વૉન્ટાસની આ ફ્લાઈટની તમામ ટિકિટો ફક્ત 2.5 મિનિટના રેકોર્ડ સમયમાં વેચાઈ ગઇ હતી. ક્વૉન્ટાસે ગત વર્ષે ઓક્ટોબરમાં આવી પ્રથમ ફ્લાઈટનું સંચાલન કર્યું હતું. તે સમયે ફક્ત 10 મિનિટમાં ફ્લાઇટની તમામ ટિકિટો વેચાઈ ગઇ હતી અને આ ફ્લાઈટ ચર્ચામાં આવી ગઇ હતી. એરલાઇન્સના ચીફ કસ્ટમર ઓફિસર સ્ટેફ્ની ટૂલીએ આ માહિતી આપતાં કહ્યું કે એરલાઇન્સે તેની ફ્લાઈટમાં ઈકોનોમી ક્લાસની ટિકિટનું ભાડું 386 અમેરિકી ડૉલર(આશરે 28,340 રૂપિયા) રાખ્યું હતું. જોકે બિઝનેસ ક્લાસની ટિકિટનું ભાડું 1160 અમેરિકી ડૉલર(આશરે 85,167 રૂપિયા) નક્કી કર્યું હતું.

સ્ટેફનીએ કહ્યું કે ક્વૉન્ટાસની આ ખાસ ફ્લાઈટમાં બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનનો ઉપયોગ થશે. આ વિમાનની વિન્ડો મોટી હોય છે જે ચંદ્રને જોવા માટે યોગ્ય છે. દુનિયાના અનેક ભાગોમાં ચંદ્ર પૂર્ણ ચંદ્રગ્રહણને લીધે લાલ રંગમાં દેખાશે. જેવો ચંદ્ર પૃથ્વીના પડછાયા પાસેથી થઇને પસાર થશે તે ગાઢ અને લાલ દેખાશે.

ક્વૉન્ટાસ સહેલાણીઓને તેની ફ્લાઈટની મદદથી જોય રાઈડની ઓફર કરે છે. સુપરમૂનની ઉડાન આ પહેલનો હિસ્સો છે. આ ઉડાનને લઈને ટિકિટ ખરીદનારાઓ પણ ભારે ઉત્સુક છે.

અન્ય સમાચારો પણ છે...