18 મેના રોજ સમગ્ર દુનિયા આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ ડે ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વિશ્વના તમામ મ્યુઝિયમ વિઝિટર્સને પોતાની અંદર સમાવતા ઈતિહાસ અને ઐતિહાસિક કહાણીઓથી રૂબરૂ કરાવશે. પરંતુ દુબઈમાં એકમાત્ર એવું મ્યૂઝિયમ છે, જે ભવિષ્ય અને સંભાવનાઓની વાત કરતું જોવા મળશે.
ફેબ્રુઆરી 2022માં જનતા માટે ખોલવામાં આવેલું ‘મ્યુઝિયમ ઓફ ધ ફ્યૂચર’ 7 માળનું પિલર મુક્ત સંગ્રહાલય દુનિયાની સૌથી સુંદર સંરચનાઓ પૈકી એક છે. દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના દૃષ્ટિકોણને આગ ધપાવવા માટે બનેલા આ સંગ્રહાલયને ભવિષ્યના પ્રયોગોનું મ્યૂઝિયમ કહી શકાય છે. ડેટા વિશ્લેષણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ અને તેનાથી પણ આગળની વાસ્તવિક્તાઓ ઉપરાંત માનવ-મશીન વાર્તાલાપની નવીનતમ ટેક્નોલોજીને વિકસિત કરવા માટે આ પ્રયોગશાળાના રૂપમાં કામ કરી રહ્યું છે.
અહીં સંગ્રહાલય આગંતુકોને વિશેષ મિશનોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત પણ કરે છે. તે ઇનોવેશન માટે આઇડિયાની વાત પણ કરે છે અને સામાન્ય વિચારથી ઘણે દૂર ભવિષ્યમાં પણ લઈ જાય છે. 7 વર્ષમાં તૈયાર થયેલા આ મ્યૂઝિયમ બનાવવાનો ખર્ચ લગભગ 1000 કરોડ રૂપિયા છે. થોડા દિવસો અગાઉ દુબઈ ટૂરિઝમે પોતાના નવીનતમ અભિયાન ‘ક્રિએટિંગ ધ ફ્યૂચર વિથ શાહરૂખ ખાન’માં પણ તેને ફીચર કર્યું હતું.
નેશનલ જિઓગ્રાફીએ 14 સુંદર સંગ્રહાલયોમાં સ્થાન આપ્યું
નેશનલ જિઓગ્રાફીએ તેને ધરતીના 14 સૌથી સુંદર સંગ્રહાલયોમાં સ્થાન આપ્યું છે. અદ્વિતીય વાસ્તુશિલ્પના કારણે તેને ટિકલા ઇન્ટરનેશનલ એવોર્ડ પણ જીત્યો છે. ઓડેસ્ક ડિઝાઇન સોફ્ટવેર પણ તેને દુનિયાની સૌથી નવીન ઈમારતોમાં એક ગણાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.