તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીના ત્રીજા ફેઝના પરિણામે ફ્રાંન્સે દેશમાં એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે કોરોના સંક્રમણના ખતરાને ધ્યાનમાં રાખીને દેશમાં શાળાઓને આગામી 3 સપ્તાહ સુધી બંધ રાખવામાં આવશે. ઈસ્ટર પછી આવતા એક મહિના સુધી દેશની અંદર પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તેઓએ જણાવ્યું હતું કે વાયરસના ત્રીજા તબક્કાથી બચવા માટે લોકડાઉન અમલમાં મૂકવું અનિવાર્ય છે, અગર અત્યારથી કડક પગલા ભરાશે નહીં, તો આ ભૂલ હોસ્પિટલો પર ભારે પડશે અને આપણે કોરોના મહામારી પરનું નિયંત્રણ ગુમાવી દઈશું.
બીજી તરફ બ્રાઝિલની સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે. અહીંયા બુધવારે 89,200 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જે દરમિયાન 3950 લોકોના મોત નીપજ્યાં હતા. આ એક દિવસમાં મૃત્યું પામનારા લોકોના આંકમાં સૌથી વધુ હતો. આના એક દિવસ પહેલા જ 30 માર્ચના રોજ 3668 લોકોના મૃત્યું નીપજ્યાં હતા. અહીંયા અત્યારસુધી 1.27 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને જેમાંથી 3.21 લાખ લોકોના મોત નીપજ્યાં છે.
ફ્રાન્સમાં એક મહિનાનું લોકડાઉન
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દેશમાં 2 એપ્રિલથી લોકડાઉન લાદવામાં આવશે, જે આગામી 4 સપ્તાહ સુધી અમલમાં રહેશે. આ જાણકારી તેઓએ ટીવીના માધ્યમથી લોકોને પહોંચાડી હતી. દેશમાં આ સમય દરમિયાન માત્ર જરૂરી સામાનનું વેચાણ કરતી દુકાનોને ખોલવાની અનુમતિ આપવામાં આવશે અને લોકોને ઓફિસના દરેક કર્મચારીને વર્ક ફ્રોમ હોમ કરવાનો આદેશ કર્યો છે. આ દરમિયાન સાર્વજનિક સભાઓ પર અંકુશ મુકાયો છે. કોઈપણ યોગ્ય કારણ વગર દેશના લોકો તેમના રહેઠાણના વિસ્તારથી 10 કિમી દૂર પણ નહી જઈ શકે.
ફ્રાન્સમાં અત્યાર સુધી 46.46 લાખ કોરોના સંક્રમિત દર્દીઓ
જોન્સ હોપકિન્સ યુવિવર્સિટીના ડેશબોર્ડ અનુસાર, ફ્રાન્સમાં કુલ સંક્રમિતોનો આંક 46.46 લાખ પહોંચી ગયો છે, જ્યારે અહીંયા કોરોનાથી અત્યારે કુલ 95,502 લોકોના મૃત્યું થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અનુસાર, ગત દિવસે અહીંયા 29,575 સંક્રમિતો મળ્યા હતા.
કોરોના અપડેટ્સ
અત્યારસુધી 12.94 કરોડ લોકો વાયરસથી સંક્રમિત થયા
વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 6 લાખ 38 હજાર 150 સંક્રમિત કેસો સામે આવ્યા હતા. આ દરમિયાન 12 હજાર 234 લોકો સાજા થયા છે. અત્યારસુધી 12.94 કરોડ લોકો કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાંથી 10.44 કરોડ લોકો સાજા થયા છે, જ્યારે 28.27 લાખ લોકોના મોત થયા હતા. હાલ વિશ્વમાં 2.22 કરોડ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. 96,422 દર્દીઓની હાલત વાયરસના કારણે ગંભીર છે, જ્યારે 2.21 કરોડ દર્દીઓમાં કોરોનાના હળવા લક્ષણો છે.
ટોપ-10 દેશો, જ્યાં અત્યારસુધી સૌથીવધુ કોરોના સંક્રમિતો મળી આવ્યા
દેશ | સંક્રમિતો | મોત | સાજા થયા |
અમેરિકા | 31,166,344 | 565,256 | 23,673,462 |
બ્રાઝિલ | 12,753,258 | 321,886 | 11,169,937 |
ભારત | 12,220,669 | 162,960 | 11,472,494 |
ફ્રાન્સ | 4,644,423 | 95,640 | 294,638 |
રશિયા | 4,545,095 | 98,850 | 4,166,172 |
UK | 4,345,788 | 126,713 | 3,847,351 |
ઈટલી | 3,584,899 | 109,346 | 2,913,045 |
તુર્કી | 3,317,182 | 31,537 | 3,014,226 |
સ્પેન | 3,284,353 | 75,459 | 3,042,352 |
જર્મની | 2,830,335 | 77,039 | 2,521,800 |
(આ આંકડાઓ https://www.worldometers.info/coronavirus/ પરથી પ્રાપ્ત કરાયા છે.)
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.