તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમના પત્ની ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલ પાસેથી તમામ રોયલ ટાઈટલ પરત લેવામાં આવ્યા છે. શુક્રવારે મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ તે અંગેની જાહેરાત કરી છે. પ્રિન્સ હેરીને બ્રિટનની રોયલ મરીનના કેપ્ટન જનરલ બનાવવામાં આવ્યા હતા. તેઓ હવે બકિંગહામ પેલેસની તમામ રોયલ સુવિધાઓથી દૂર એક સામાન્ય નાગરિકની જેમ જીવન પસાર કરશે. શાહી કપલે એક વર્ષ પહેલાં જ બકિંગહામ પેલેસ છોડ્યો હતો.
મહારાણી એલિઝાબેથે કહ્યું કે સોશિયલ સર્વિસની સાથે હેરીને આવનારી જવાબદારી અને કર્તવ્યો સાથે યથાવત રાખવાનું શક્ય નથી. એવામાં તેઓને પેલેસની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે છે.
બીજા બાળકના પિતા બનશે પ્રિન્સ હેરી
પ્રિન્સ હેરી અને તેમની પત્ની ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલના ઘરે ટૂંક સમયમાં જ બીજું બાળક આવવાનું છે. વેલેન્ટાઈન ડે પર આ વાતની જાહેરાત કરવામાં આવી. તેમને પહેલેથી જ એક વર્ષનો પુત્ર છે, જેનું નામ આર્ચી છે. આ જાહેરાત પછી બકિંગહામ પેલેસમાં ખુશીનું વાતાવરણ છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને હેરીના પિતા પ્રિન્સ ચાર્લ્સ આ જાહેરાત બાદ ઘણાં જ ખુશ છે.
જાન્યુઆરી 2020માં શાહી પરિવારથી અલગ થયા હતા પ્રિન્સ હેરી
શાહી દંપતીએ 8 જાન્યુઆરી 2020નાં રોજ તે જાહેરાત કરીને સૌને ચોંકાવી દિધા હતા કે તેઓ શાહી જવાબદારીઓ છોડીને આર્થિક રીતે સ્વતંત્ર થવા માગે છે. જે બાદ પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગનની શાહી જવાબદારીઓ 31 માર્ચ 2020નાં રોજ સત્તાવાર રીતે ખતમ થઈ ગઈ હતી.
પ્રિન્સ હેરીએ પોતાનું મીડિયા વેન્ચર લોન્ચ કર્યું
પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ હાલ કેલિફોર્નિયામાં રહે છે. બંને અહીં જ પોતાના બીજા બાળકની રાહ જોઈ રહ્યાં છે. લંડન છોડ્યા બાદ શાહી દંપતીએ પોતાનું એક મીડિયા વેન્ચર પણ લોન્ચ કર્યું છે. આ સપ્તાહમાં બંનેએ ઓપરા વિન્ફ્રેની સાથે એક ઈન્ટરવ્યૂમાં જોવા મળશે. જેની જાહેરાત હેરી અને મેગને કરી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.