જોખમ હજુ ટળ્યું નથી:USમાં સ્કૂલો ખુલ્યા બાદ બાળકોમાં સંક્રમણના તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણ છતાં દુનિયાભરમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે

અમેરિકાના સૌથી મોટા સ્કૂલ ડિસ્ટ્રિક્ટ ન્યૂયોર્કમાં વિદ્યાર્થીઓ પૂરી ક્ષમતા સાથે સ્કૂલોમાં પાછા ફર્યા છે. આ ઘણાં વાલીઓ માટે રાહતની વાત હશે પણ તેમાં જોખમ પણ છે. 2 સપ્ટેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં કુલ સંક્રમણ પૈકી ચોથા ભાગના બાળકો હતા. અમેરિકાના બીજા સૌથી મોટા સ્કૂલ ડિસ્ટ્રિક્ટ લોસ એન્જેલ્સમાં બાળકોએ 4 અઠવાડિયા અગાઉ અભ્યાસ શરૂ કર્યો છે.

ટેક્સાસના ટુલોસો-મિડવે સ્કૂલ ડિસ્ટ્રિક્ટના વિદ્યાર્થીઓ મિડ-જુલાઇથી સ્કૂલે જઇ રહ્યા છે. વાલીઓને ચોક્કસ સવાલ થતો હશે કે સંક્રમણ વધવાનું કારણ સ્કૂલો ખુલવી તો નથી ને? લેટેસ્ટ સ્ટડીથી માલૂમ પડ્યું છે કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હવા-ઉજાસવાળા ક્લાસરૂમ તથા અન્ય જરૂરી તકેદારીઓ સાથે શાળાકીય શિક્ષણ જોખમી નથી. આ ઉપાયો વિના સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે.

મેમાં કેલિફોર્નિયાની મારિન કાઉન્ટીમાં એક નોન-વેક્સિનેટેડ પ્રાઇમરી સ્કૂલના ટીચરે ડઝનબંધ વિદ્યાર્થીઓને સંક્રમિત કરી દીધા. સ્કૂલ્સમાં સંક્રમણ રોકવા માટેના નિયમો રાજ્યો ઘડે છે. ઘણાં રૂઢિવાદી રાજ્યોમાં સ્કૂલમાં માસ્ક પહેરવા પર પ્રતિબંધ છે. અમેરિકામાં 10થી વધુ રાજ્યોની સ્કૂલોમાં માસ્ક ફરજિયાત છે.

સિંગાપોર: 80% વેક્સિનેશન પછી પણ સંક્રમણ વધ્યું, દેશ ખોલવાની યોજના ટળી
સિંગાપોરમાં 1 દિવસમાં રેકોર્ડ 837 નવા કેસ સામે આવ્યા છે. સંક્રમણનો આ આંકડો 1 વર્ષમાં સૌથી વધુ છે. 80% વસતીને રસી અપાઇ ચૂકી હોવા છતાં સંક્રમણ વધી રહ્યું છે. મંગળવારે 809 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જેમાંથી 75 ગંભીર રીતે બીમાર છે, જેમને ઓક્સિજન આપવો પડ્યો. 9 લોકોને આઇસીયુમાં રાખવા પડ્યા. ગંભીર રીતે બીમાર લોકોમાંથી મોટા ભાગનાની ઉંમર 66 વર્ષથી વધુ છે. છેલ્લા 28 દિવસમાં સંક્રમણથી 4 લોકોના મોત થયા છે. ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ 2 દિવસમાં બમણાં થઇ ગયા છે. વધતા સંક્રમણને પગલે સરકારે દેશ ખોલવાનું હાલ પડતું મૂક્યું છે.

બ્રિટન: વિન્ટર પ્લાન જારી, વેક્સિન પાસપોર્ટની વાપસી, બુસ્ટર ડોઝ શરૂ થશે
​​​​​​​
બ્રિટને શિયાળામાં કોરોનાના મુકાબલા માટે વિન્ટર પ્લાન જારી કર્યો છે. નાઇટ ક્લબ, મ્યુઝિક વેન્યૂ, બિઝનેસ કોન્ફરન્સ અને ફુટબોલ સ્ટેડિયમ વગેરેમાં વેક્સિન પાસપોર્ટની વાપસી થઇ છે. એટલે કે આવા આયોજનોમાં માત્ર વેક્સિનેટેડ લોકોને જ પ્રવેશ મળશે. સાથે જ માસ્ક પણ ફરજિયાત કરાયું છે. લોકોને સલાહ અપાઇ છે કે તેઓ રૂમમાં યોગ્ય વેન્ટિલેશન રાખે, બારીઓ ખુલ્લી રાખે, જેથી હવાની અવરજવર થઇ શકે. આવતા અઠવાડિયે 50 વર્ષથી વધુ વયના લોકોને બુસ્ટર ડોઝ આપવાનું શરૂ થશે. ટેસ્ટ-ટ્રેસ પ્રોગ્રામ જારી રહેશે. હાલ બ્રિટનમાં રોજ 30 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 72.8 લાખ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...