• Gujarati News
  • International
  • All Chinese Apps, Including TikTok, Could Be Banned In The US, Foreign Minister Said. "We Are Seriously Considering This."

ભારત પછી US પણ ચીન સામે કડક:ટિકટોક સહિત તમામ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લાગી શકે છે, વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું- આ વિશે ગંભીરતાથી વિચારણાં

વોશિંગ્ટન2 વર્ષ પહેલા
  • ચીનની બહાર ટિકટોકનું બીજું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે, ત્યાં 4.54 કરોડ એક્ટિવ યુઝર્સ છે
  • ટિકટોક હોંગકોંગના બજારમાંથી પોતે જ બહાર જશે, નવો સુરક્ષા કાયદો અમલમાં આવ્યા પછી નિર્ણય લીધો

ભારત પછી અમેરિકામાં પણ હવે ચીની એપ પર પ્રતિબંધ લાગી શકે છે. અમેરિકાના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ આ સંકેત આપ્યો છે. તેમણે સોમવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ટિકટોક સહિત ચીનની તમામ સોશિયલ મીડિયા એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ. અમેરિકાનું નિવેદન ચીની એપ પર ભારતમાં કાર્યવાહીના 6 દિવસ પછી આવ્યું છે.

ભારત ચીની એપ્લિકેશનને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવે છે
29 જૂને લદાખમાં તણાવ વચ્ચે ભારતે ટિકટોક સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે કહ્યું કે આ એપ્સ દ્વારા યુઝરની માહિતી મેળવવામાં આવી રહી છે, તે દેશની સુરક્ષા માટે ખતરો છે. સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે આ નિર્ણયને ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક ગણાવી હતી. પોમ્પિયોએ ભારતના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.

ચીનની બહાર અમેરિકા ટિકટોક માટેનું બીજું મોટું બજાર છે. અત્યારે ટિકટોકના 4.54 કરોડ યુઝર્સ છે, 2019 સુધી 3.96 કરોડ હતા. બીજી તરફ, ભારતમાં ટિકટોક ઝડપથી વધી રહ્યું હતું. વર્ષ 2019 સુધીમાં ટિકટોકના ભારતમાં 11.93 કરોડ યુઝર્સ હતા, જે આ વર્ષે જૂન સુધીમાં 20 કરોડ થઈ ગયા હતા.

ટિકટોક હોંગકોંગમાંથી પણ નીકળશે
ચીનની વીડિયો શેરિંગ એપ ટિકટોકે કહ્યું છે કે તે થોડા દિવસોમાં હોંગકોંગના વ્યવસાયથી બહાર થઈ જશે. હોંગકોંગમાં નવો સુરક્ષા કાયદો અમલમાં આવ્યા બાદ ટિકટોકે આ નિર્ણય લીધો છે. ટિકટોક પર ચીની સરકારની તરફેણમાં કન્ટેન્ટ અને યુઝર ડેટા મેનેજ કરવાનો પણ આરોપ મૂકાયો છે.

અન્ય સમાચારો પણ છે...