• Gujarati News
  • International
  • Alan Musk's Company Made History, Sending 4 Ordinary People Into Space By Rocket; They Will Spend 3 Days In Earth Orbit Above 575 Km

આજથી અંતરિક્ષ યાત્રા શરૂ:એલન મસ્કની કંપનીએ ઈતિહાસ રચ્યો, 4 સામાન્ય લોકોને રોકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલ્યા; તેઓ 575 કિમી ઉપરની પૃથ્વીની ભ્રમણકક્ષામાં 3 દિવસ વિતાવશે

ફ્લોરિડાએક મહિનો પહેલા
  • 4 સામાન્ય લોકોને અંતરિક્ષમાં મોકલવામા આવ્યા
  • 575 કિલોમીટરની ઊંચાઈએ ત્રણ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે

અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસએક્સે આજે ​ઈતિહાસ રચ્યો. તેમણે ભારતીય સમય મુજબ સવારે 5:33 વાગ્યે 4 સામાન્ય લોકોને અવકાશમાં મોકલ્યા છે. નાસાના ફ્લોરિડા ખાતેના કેનેડી સ્પેસ રિસર્ચ સેન્ટરથી ફોલ્કન-9 રોકેટને લોન્ચ કરવામાં આવ્યું હતું. લગભગ 12 મિનિટ પછી ડ્રેગન કેપ્સ્યૂલ રોકેટથી અલગ થયું.

આ કેપ્સ્યૂલ 357 માઇલ અથવા લગભગ 575 કિલોમીટરની ઊંચાઈએ ત્રણ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. માનવી 2009 પછી પ્રથમ વખત આટલી ઊંચાઈએ પહોંચ્યો છે. મે 2009માં વૈજ્ઞાનિક હબલ ટેલિસ્કોપ રિપેર કરવા માટે હબલ 541 કિમીની ઊંચાઈએ ગયો હતો. અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર અંતરિક્ષ યાત્રીઓની અવરજવર ચાલતી રહે છે, પરંતુ એ 408 કિ.મી.ની ઊંચાઈ પર છે. આ મિશનને ઇન્સ્પિરેશન 4 નામ આપવામાં આવ્યું છે.

મિશન હેતુ ચેરિટી

આ મિશનનો હેતુ અમેરિકાના ટેનેસીમાં સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરવાનો છે. મિશનનું નેતૃત્વ કરી રહેલા ઈસાકમેન એમાંથી 20 કરોડ ડોલર એકત્ર કરવા માગે છે. એની અડધી રકમ તેઓ પોતે આપશે. આ મિશન દ્વારા કેન્સરની જાગૃતિ પણ વધારવામાં આવશે. મિશનના સભ્યોને વિવિધ માનવીય મૂલ્યો આપવામાં આવ્યાં છે, જેમ કે નેતૃત્વ, આશા, પ્રેરણા અને સમૃદ્ધિ. મિશનનું એક સભ્ય સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલમાં ફિઝિશિયન આસિસ્ટન્ટ પણ છે અને કેન્સર સર્વાઈવર છે. તેમની કેન્સરની સારવાર આ જ હોસ્પિટલમાં થઈ છે.

કોણ છે ક્રૂ-મેમ્બર?

જેઅર્ડ ઈસાકમેનઃ મિશનની સમગ્ર કમાન ઈસાકમેનના હાથમાં હશે. 38 વર્ષીય ઈસાકમેન શિફ્ટ4પેમેન્ટ નામની પેમેન્ટ કંપનીના ફાઉન્ડર અને CEO છે. 16 વર્ષની વયમાં જ તેમણે આ કંપનીની શરૂઆત કરી હતી અને આજે તેઓ બિલિયોનેર છે. તેઓ પ્રોફેશનલ પાયલોટ છે અને પોતાની પાયલોટ ટ્રેનિંગ કંપની દ્વારા અમેરિકન એરફોર્સના પાયલોટને ટ્રેનિંગ આપે છે.

હેલી આર્કેનોઃ હેલી કેન્સર સર્વાઈવર છે. 29 વર્ષની હેલી અંતરિક્ષમાં જનારો સૌથી નાની વયનો અમેરિકન નાગરિક બનશે. તેને હાડકાંનું કેન્સર હતું અને એનો ઈલાજ ટેનેસીની સેન્ટ જુડ હોસ્પિટલમાં થયો હતો. આ હોસ્પિટલ માટે ઈસાકમેન ફંડ પણ એકત્ર કરી ચૂક્યા છે અને મિશન દ્વારા જે રકમ પ્રાપ્ત કરાશે એ પણ આ જ હોસ્પિટલને ડોનેટ કરવામાં આવશે. મિશનમાં હેલીને મેડિકલ ઓફિસરની જવાબદારી મળી છે.

શૉન પ્રોક્ટરઃ 51 વર્ષીય પ્રોક્ટર એરિઝોનાની એક કોલેજમાં જિયોલોજીના પ્રોફેસર છે. પ્રોક્ટરના પિતા અપોલો મિશન દરમિયાન નાસાની સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ ખુદ અનેકવાર નાસાના સ્પેસ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે.

ક્રિસ સેમ્બ્રોસ્કીઃ 42 વર્ષના ક્રિસ અમેરિકન એરફોર્સના પાયલોટ રહ્યા છે અને ઈરાક યુદ્ધમાં પણ સામેલ છે. હાલ ક્રિસ એરોસ્પેસ અને ડિફેન્સ નિર્માતા કંપની લૉકહીડ માર્ટિનની સાથે કામ કરી રહ્યા છે.

મિશનની ખાસિયત શી છે?

  • ધરતીની કક્ષામાં જનારા આ પ્રથમ નોન-પ્રોફેશનલ એસ્ટ્રોનોટના ક્રૂ છે. આ મિશનના ચારેય સભ્ય આ અગાઉ ક્યારેય અંતરિક્ષમાં ગયા નથી. ચારેય સામાન્ય લોકો છે.
  • આ અગાઉ બ્લૂ ઓરિજિન અને વર્જિન સ્પેસશિપે પણ પ્રાઈવેટ સ્પેસ ટૂરિઝમની શરૂઆત કરીને ઉડ્ડયન કર્યું હતું, પરંતુ આ બંને સ્પેસક્રાફ્ટ એજ ઓફ સ્પેસ સુધી જ ગયા હતા, પરંતુ ઈસાકમેનનું સ્પેસક્રાફ્ટ ધરતીની ઓર્બિટમાં ચક્કર લગાવશે. અંતરના હિસાબે જોવા જઈએ તો આ પ્રથમવાર બંને સ્પેસક્રાફ્ટથી લગભગ 475 કિમી દૂર જશે.
  • બ્લૂ ઓરિજિન અને વર્જિન સ્પેસશિપના મિશન થોડી મિનિટોના જ હતા. એ લોકો સ્પેસમાં ગયા અને થોડી મિનિટો પછી ફરીવાર ધરતી પર પરત આવી ગયા, પરંતુ આ મિશન ત્રણ દિવસનું છે.
  • આ સ્પેસક્રાફ્ટમાં બે ટ્રેન થયેલા પાયલોટ છે, પરંતુ સ્પેસક્રાફ્ટને ઓપરેટ કરવામાં તેમનો કોઈ રોલ નથી. વર્જિન સ્પેસશિપના બે પાયલોટ ઓપરેટ કરી રહ્યા હતા.

આ યાત્રા ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા નક્કી કરવામાં આવી હતી
ચારેય લોકો ડ્રેગન અવકાશયાન દ્વારા અવકાશમાં પહોંચ્યા. આ અવકાશયાન એકસાથે 7 લોકોને અંતરિક્ષમાં લઈ જઈ શકે છે. મનુષ્યને અવકાશમાં લઇ જનારું આ પ્રથમ ખાનગી અવકાશયાન પણ છે. આ ફાલ્કન -9 રોકેટથી લોન્ચ કરાયું હતું.

ખર્ચનો હજુ ખુલાસો કરવામાં આવ્યો નથી
જેરેડ ઇસાકમેન આ આખી સફરનો ખર્ચ ઉઠાવે છે. મિશનની કુલ કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે ઈસાકમેને મિશન માટે સ્પેસએક્સને નોંધપાત્ર રકમ આપવામાં આવી છે. કદાચ મિશન પૂર્ણ થયા પછી ઈસાકમેન ખર્ચની વિગતો જાહેર કરશે.

અન્ય સમાચારો પણ છે...