• Gujarati News
  • International
  • This Year, Alan Musk Will Pay Rs 83,000 Crore In Taxes, Which Is Equivalent To His Daily Payment Of Rs 11 Crore.

મસ્ક ચૂકવશે તગડો ટેક્સ:આ વર્ષે એલન મસ્ક રૂપિયા 83 હજાર કરોડનો ટેક્સ ચૂકવશે, આ રકમ મુકેશ અંબાણીની કુલ સંપત્તિના 13 ટકા જેટલી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
એલન મસ્ક, CEO ટેસ્લા કંપની-ફાઈલ - Divya Bhaskar
એલન મસ્ક, CEO ટેસ્લા કંપની-ફાઈલ
  • એલન મસ્કની સંપત્તિ 236 અબજ ડોલર છે, જે જેફ બેઝોસની 193 અબજ ડોલરની સંપત્તિ કરતાં આશરે 25 ટકા વધારે

ઈલેક્ટ્રીક કાર બનાવનારી ટેસ્લા અને અંતરિક્ષ મિશન લોંચ કરનારી સ્પેસએક્સ જેવી કંપનીઓની સ્થાપના કરનારા એલન મસ્ક આ વર્ષે અમેરિકામાં આશરે 83 હજાર 145 કરોડ (આશરે 11 અબજ ડોલર) કરવેરાની ચુકવણી કરશે. વર્તમાન સમયમાં વિશ્વમાં સૌથી વધુ શ્રીમંત મસ્કે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. અત્યારે તેમની સંપત્તિ આશરે 18 લાખ કરોડ રૂપિયા (236 અબજ ડોલર) આંકવામાં આવે છે, જે વિશ્વના બીજા ક્રમના શ્રીમંત વ્યક્તિ જેફ બેઝોસની 14.58 લાખ કરોડ (193 અબજ ડોલર)ની સંપત્તિ કરતાં આશરે 25 ટકા વધારે છે.

ભારતની દ્રષ્ટિએ જોવામાં આવે તો દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ આશરે 85 અબજ ડોલર છે. એટલે કે મસ્કની સંપત્તિની તુલનામાં ત્રીજા ભાગની છે. આ દ્રષ્ટીએ મસ્ક અમેરિકામાં આ વર્ષે જેટલા પ્રમાણમાં ટેક્સની ચુકવણી કરશે તે અંબાણીની સમગ્ર સંપત્તિના 13 ટકા હિસ્સા જેટલી છે. જોકે તેમ છતાં અમેરિકાના ડેમોક્રેટ સાંસદ મસ્ક તરફથી વર્ષોથી ટેક્સ નહીં ચુકવવામાં આવતો હોવાનો મુદ્દો ઉછાળતા રહ્યા છે.

મસ્ક પર શા માટે લાગ્યો છે ટેક્સ નહીં ભરવાનો આરોપ
હકીકતમાં આ વર્ષના જૂનમાં જ પ્રો-પબ્લિકા નામના પ્રકાશનમાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. તેમા રેવેન્યૂ સર્વિસિને લગતા દસ્તાવેજને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ 2014 અને વર્ષ 2016માં કરોડો ડોલરના ટેક્સની વસૂલાતને છોડી દેવામાં આવે તો વર્ષ 2015માં તેમની પોતાની સંપત્તિ અબજો ડોલરમાં છે તેની ઉપર ફક્ત 68 હજાર ડોલર (આશરે 50 લાખ કરોડ) ટેક્સ ચુકવ્યો છે. આ દ્રષ્ટિએ વર્ષ 2017માં તેમણે 65 હજાર ડોલર (આશરે 46 લાખ રૂપિયા) ભરીને ટેક્સ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.

હવે કેટલો ટેક્સ મસ્ક ભરશે અને શા માટે?
બિઝનેસ મેગેઝીન ઈનસાઈડરના જણાવ્યા પ્રમાણે એલન મસ્ક 2021માં 83 હજાર કરોડ રૂપિયા (11 અબજ ડોલર) ટેક્સ ભરશે. હકીકતમાં તેમણે પોતાના રોકાણ પર થતી આવક આશરે 6500 કરોડ (84.2 કરોડ ડોલર)નો ટેક્સ ભરવાનો છે. આ ઉપરાંત તેમણે અમેરિકાના કેલિફોર્નિયાથી ટેક્સનો બેઝ બનાવવા પણ ટેક્સ ચુકવવો પડે છે. અમેરિકાના ટેક્સ બાબતના નિષ્ણાતોનો અંદાજ છે કે મસ્કને કેન્દ્ર અને રાજ્ય પ્રમાણે આશરે 7 અબજ ડોલરનો ટેક્સ આપવાનો છે, આ ઉપરાંત 4 અબજ ડોલરનો ટેક્સ પણ તેમણે 1 જાન્યુઆરી 2022 અગાઉ ચુકવવાનો છે.