સન્માન:એલન મસ્ક બન્યા ટાઈમ પર્સન ઓફ ધ યર,મેગેઝીને કહ્યું- પૃથ્વી અને તેની બહાર ભાગ્યે જ તેમના જેવી પ્રભાવશાળી વ્યક્તિ હશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • US નાગરિકના જીવનમાં પ્રત્યેક વર્ષે એલન મસ્કના વધતા પ્રભાવને નજર-અંદાજ કરવો મુશ્કેલ

ટેલ્સા અને સ્પેસએક્સના પ્રમુખ એલન મસ્કને ટાઈમ મેગેઝીને 'પર્સન ઓફ ધ યર' જાહેર કરવામાં આવ્યા છે. ટાઈમ્સના પર્સન ઓફ ધ યર ખિતાબ વિશ્વભરમાં કોઈ વ્યક્તિ અથવા સંસ્થા પ્રભાવશાળી હોવાનો પરિચય આપવામાં આવે છે. ટાઈમના એડિટર-ઈન-ચીફ એડવર્ડ ફેલસેન્થલે મસ્ક અંગે કહ્યું કે અત્યારે પૃથ્વી પર અથવા તેની બહાર ભાગ્યે જ અન્ય કોઈ લોકો હશે કે જેમનો પ્રભાવ એલન મસ્કથી વધારે હોય.

તેમણે કહ્યું કે વર્ષ 2021માં મસ્ક વિશ્વના સૌથી વધારે શ્રીમંત વ્યક્તિ તરીકે ઉભર્યાં છે તે ઉપરાંત સમાજમાં આવેલા એક મોટા પરિવર્તનના સૌથી મોટા પરિચાલક તરીકે પણ ઓળખ ધરાવે છે.

વર્ષ 1927માં ટાઈમ મેગેઝીન મેન ઓફ ધ યર ખિતાબ આપતી રહી છે. ત્યરબાદ દરેક ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારીને જોતા મેગેઝીને આ ખિતાબનું નામ બદલીને 'પર્સન ઓફ ધ યર' કરવામાં આવેલું. વર્ષ 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિ જી બાઈડન અને કમલા હેરિસને સંયુક્ત રીતે ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ટાઈમ મેગેઝીન તરફથી પ્રત્યેક વર્ષ આપવામાં આવતો આ ખિતાબ મસ્કને આપવા અંગે જે નિર્ણય કરવામાં આવ્યો તે અંગે ટાઈમના રાજકીય બાબતના રિપોર્ટરે કહ્યું US નાગરિકના જીવનમાં પ્રત્યેક વર્ષ એલન મસ્કના વધતા પ્રભાવને નજર-અંદાજ કરવો મુશ્કેલ છે. તેમણે કહ્યું કે તેમની પાસે એક રોકેટ કંપની છે, તેમનો સ્પેસ કારોબાર સંપૂર્ણપણે પ્રભૂત્વ છે.

તેમણે કહ્યું કે તેમની પાસે એક કાર કંપની છે, જે ઈલેક્ટ્રીક વાહનોના બજારમાં પ્રભૂત્વ જમાવી ચુકી છે. તેમની પાસે 6.5 કરોડ ટ્વિટર ફોલોઅર્સ છે અને તેમને વિચિત્ર વાત સંભળાવવાનું પણ પસંદ છે, જે અંગે લોકો વ્યાપક પ્રતિક્રિયા આપે છે.