તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલ કાયદાના સરગનાનું મૃત્યુ:અફઘાનિસ્તાનના પહાડોમાં છૂપાયેલા અલ જવાહિરીનું અસ્થમાને લીધે મૃત્યુ, સારવાર ન મળી

કાબુલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન અલ કાયદાના વડા અલ જવાહિરીનું અસ્થમાને લીધે મૃત્યુ થયુ છે. અલ જવાહિરી અફઘાનિસ્તાનના પહાડી વિસ્તારોમાં છૂપાયેલો હતો. તેને યોગ્ય સારવાર મળી શકી ન હતી. અરબ ન્યૂઝે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેલા સૂત્રોને ટાંકી આ દાવો કર્યો છે.

અલ કાયદા સાથે સંકળાયેલા સૂત્રોએ અરબ ન્યૂઝને માહિતી આપી હતી કે 68 વર્ષના અલ જવાહિરીએ ગજનીમાં ગયા સપ્તાહે અંતિમ શ્વાસ લીધા હતા. તેનું મૃત્યુ અસ્થમાને લીધે થયુ હતું, તેને સારવાર મળી ન હતી. જવાહિરીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તે ખૂબ જ બીમાર હતો. તેના જનાજામાં ખૂબ જ ઓછા લોકો સામેલ થયા હતા.

અમેરિકાની ગુપ્તચર સંસ્થા એજન્સીના આ દાવાની તપાસ કરી રહી છે. અલ જવાહિરી તથા અબ્દુલ્લા અમેરિકાની ગુપ્તચર એજન્સી FBIના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની યાદીમાં સામેલ હતા. અલ જવાહિરી પર અઢી કરોડ ડોલરના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.

ઓસામાના મૃત્યુ બાદ સંગઠનનો વડો બન્યો હતો
જવાહિરીએ અમેરિકી હુમલામાં ઓસામા બિન લાદેનના મૃત્યુ બાદ સંગઠનની કમાન સંભાળી હતી. ઈજિપ્તનો રહેવાસી જવાહિરી આંખોનો ડોક્ટર હતો. વર્ષ 2011માં તે અલ કાયદાનો ચીફ બન્યો હતો. વિશ્વભરમાં અનેક દેશોમાં આતંકવાદી હુમલા કરવામાં તેનો હાથ હોવાનું માનવામાં આવતુ હતું. 15 વર્ષની ઉંમરે પ્રથમ વખત તેની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 1974માં તેણે કેયરો યુનિવર્સિટીના મેડિકલ સ્કૂલમાંથી સ્નાતક કર્યું હતું. અહીં તેના પિતા પ્રોફેસર હતા.

આ હુમલાના ષડયંત્રમાં સામેલ હતો

  • કેન્યા અને તંઝાનિયામાં વર્ષ 1998માં અમેરિકાના દૂતાવાસમાં થયેલા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચનારમાં જવાહિરી પણ સામેલ હતો. આ હુમલામાં 224 લોકોના મૃત્યુ થયા હતા.
  • વર્ષ 2005માં લંડનમાં થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ જવાહિરીનો હાથ હતો. તેમા 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જવાહિરી બ્રિટનને ઈસ્લામનું સૌથી મોટું દુશ્મન માનતો હતો.

ઓગસ્ટમાં બીજા નંબરનો કમાન્ડર માર્યો ગયો હતો
અલ જવાહિરીના મૃત્યુના સમાચાર અલ કાયદાના બીજા નંબરના કમાન્ડર અબ્દુલ્લા અહેમદ અબ્દુલ્લા ઉર્ફે અબુ મોહમ્મદ અલ માસરીના મૃત્યુના કેટલાક દિવસ બાદ આવ્યા છે. 7 ઓગસ્ટના રોજ ઈરાનની રાજધાની તેહરાનમાં એક શૂટઆઉટમાં અબુ મોહમ્મદ માર્યો ગયો હતો.માસરી નૈરોબીમાં વર્ષ 1998માં અમેરિકી દૂતાવાસ પર હુમલો કરવા માટે જવાબદાર હતો.

આ હુમલામાં તેની દિકરી મરિયમનું પણ મૃત્યુ થયુ હતું. મરિયમ ઓસામા બિન લાદેનની પૂત્રવધુ હતી. લાદેનના દિકરા હમજા સાથે તેના નિકાહ થયા હતા. હમજાનું વર્ષ 2019માં અમેરિકાના એક કાઉન્ટર ઓપરેશનમાં મૃત્યુ થયુ હતું. એક પછી એક ટોચના બે કમાન્ડરોના મૃત્યુને લીધે અલ કાયદાની શક્તિમાં ઘણો ઘટાડો થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો