તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલકાયદાનો સેકન્ડ ઈન કમાન્ડ હણાયો:ઈરાનમાં મોસાદે અલકાયદાના મોસ્ટ વોન્ટેડ આતંકીને ઠાર કર્યો, લાદેનની પુત્રવધૂનું પણ મોત

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઇઝરાયેલે અલકાયદાના આતંકી અબૂ મોહમ્મદ મસરી ઉર્ફે અબ્દુલ્લા અહમદ અબ્દુલ્લાને ઠાર કર્યો છે. 58 વર્ષનો અબ્દુલ્લા ઈરાનમાં રહેતો હતો. અબ્દુલ્લા પર 22 વર્ષ પહેલાં વર્ષ 1998માં આફ્રિકામાં અમેરિકાના બે દૂતાવાસ પર થયેલા બોમ્બ હુમલાના માસ્ટરમાઈન્ડને સહયોગ આપવાનો આરોપ હતો.

સમાચાર એજન્સી સ્પુતનિકના રિપોર્ટ મુજબ અબ્દુલ્લાને ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદના સીક્રેટ ગ્રુપે ઠાર કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ અમેરિકાના આદેશ પર ઇઝરાયેલના સીક્રેટ એજન્ટ્સે ઈરાનમાં અબ્દુલ્લાને ઠાર કર્યો. અબ્દુલ્લાને 7 ઓગસ્ટે મારી નાખવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ અબ્દુલ્લાની સાથે તેહરાનમાં તેમની દીકરી અને ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનની વિધવા પણ મરી ગઈ છે.

જો કે તે વાત સ્પષ્ટ નથી થઈ શકી કે અબ્દુલ્લાને ઠાર કરવાના અભિયાનમાં અમેરિકાનો શું રોલ રહ્યો છે. પરંતુ માનવામાં આવે છે કે અમેરિકા તેના પર ઘણાં લાંબા સમયથી નજર રાખી રહ્યું હતું. અબ્દુલ્લાનું નામ FBIની 170 મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સાતમા નંબરે હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ અબ્દુલ્લા વર્ષ 2015થી તેહરાનના પસરદાન જિલ્લામાં રહેતો હતો.

11 સપ્ટેમ્બર 2001માં પેન્ટાગોનમાં થયેલા હુમલા પછી અમેરિકાએ વર્ષ 2011માં ઓસામા બિન લાદેનને ઠાર કર્યો હતો. લાદેનને તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના આદેશ પર CIA, SAD, અને SOGના સંયુક્ત ઓપરેશનમાં ઠાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો