તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન:અલકાયદાએ તાલિબાનને જીતની શુભેચ્છા પાઠવી, મઝહબના દુશ્મનોને કાશ્મીર અને બીજી ઈસ્લામી જમીનોથી આઝાદીનું આહ્વાન કર્યું

20 દિવસ પહેલા

આતંકી સંગઠન અલકાયદાએ મંગળવારે અફઘાનિસ્તાનમાં મળેલી જીત બદલ તાલિબાનને શુભેચ્છા આપી છે. અલકાયદાએ આ શુભેચ્છા સંદેશમાં ઈસ્લામના દુશ્મનોને કાશ્મીર અને બીજી ઈસ્લામી જમીનોને આઝાદ કરાવવાનું આહ્વાન કર્યું છે. અમેરિકાની સેના પરત ફર્યા બાદ તાલિબાને અફઘાનિસ્તાનને આઝાદ જાહેર કર્યું છે. સંદેશામાં અલકાયદાએ પેલેસ્ટાઈન,લેવેન્ટ,સોમાલિયા અને યમન જેવા ક્ષેત્રોની આઝાદીની પણ માગ કરી છે.

અલકાયદાનો સંદેશ
અલકાયદાએ "ઈસ્લામિક ઉમ્માહને અફઘાનિસ્તાનમાં અલ્લાહ દ્વારા આપવામાં આવેલી આઝાદી મુબારક" નામથી સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેઓએ લખ્યું કે- ઓ અલ્લાહ! લેવેન્ટ, સોમાલિયા, યમન, કાશ્મીર અને દુનિયાની બીજી ઈસ્લામી જમીનોને ઈસ્લામના દુશ્મનોથી આઝાદ કરાવો. ઓ અલ્લાહ! વિશ્વભરમાં મુસ્લિમ કેદીને આઝાદી અપાવો.

શાંતિ સમજૂતીને નથી માની રહ્યું તાલિબાન
15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ દક્ષિણ એશિયામાં સક્રિય આતંકવાદી જૂથો ફરી સક્રિય બનશે તેવી શક્યતાઓ વધી ગઈ છે. અનેક દેશોના ક્ષેત્રીય વિશ્લેષક અને સુરક્ષા અધિકારી આ મુદ્દાને લઈને ચિતિંત છે.

ફેબ્રુઆરી 2020માં અમેરિકા અને તાલિબાન વચ્ચે એક શાંતિ સમજૂતી થઈ હતી. સમજૂતીની એક શરત એવી હતી કે તાલિબાન આતંકી સંગઠનો અને ખાસકરીને અલકાયદા સાથે સંબંધ નહીં રાખે. જો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના રિપોર્ટમાં આ વાતના કોઈ જ સંકેત નથી મળ્યા કે તાલિબાને અલકાયદા સાથે સંબંધો ખતમ કરી દીધા છે, કે મેળમિલાપ ઓછો કરી દીધો છે.

જિહાદથી જ જીત મળશે
અલકાયદાએ અમેરિકાને શૈતાનનું સામ્રાજ્ય કહ્યું છે. સાથે જ તેઓએ તાલિબાનની આ જીતને દુનિયામાં દબાયેલા-કચડાયેલા લોકો માટે પ્રેરણારૂપ ગણાવી છે. તેઓએ કહ્યું કે આ તમામ ઘટનાઓથી સાબિત થાય છે કે માત્ર જિહાદથી જ જીત મેળવી શકાય છે. અફઘાનિસ્તાનમાં અનેક મહાશક્તિઓની કબ્ર અને ઈસ્લામનો અજય કિલ્લો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ ત્રીજી વખત છે જ્યારે અફઘાનિસ્તાને 200 વર્ષની અંદર કોઈ આક્રમણકારી શક્તિને હરાવી છે.

અન્ય સમાચારો પણ છે...