તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Air India Express Flights Cannot Go To Dubai Till October 2, Corona Positive Passenger Found In Flight On September 4; 3.03 Crore Cases Of Corona In The World So Far

કોરોના દુનિયામાં:રશિયાએ કોરોનાની દવા ફાર્મસી દુકાનોમાં વેચવાની મંજૂરી આપી, ઈઝરાયલમાં ફરી લોકડાઉન; વિશ્વમાં 3.04 કરોડ કેસ

વોશિંગટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુનિયામાં 9.5 લાખથી વધુ લોકોના મૃત્યુ, 2.02 કરોડથી વધુ લોકો સાજા થયા
  • અમેરિકામાં 68.74 લાખ લોકોને સંક્ર્મણ, 2 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે

દુનિયાભરમાં કોરોનાના કેસનો આંકડો 3.04 કરોડથી વધુ પહોંચી ગયો છે. આ જ સમયમાં એક સારી ખબર તે છે કે સાજા થનાર લોકોની સંખ્યા 2 કરોડ 20 લાખથી વધુ છે. કોરોનાની મહામારીમાં મૃતકોનો આંક 9 લાખ 50 હજારથી વધુ છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે.

રશિયાએ કોરોનાની એક દવાને ફાર્મસી દુકાનોને વેચાવની મંજૂરી આપી દીધી છે. આગામી સપ્તાહથી આ દવા દુકાનોમાં મળશે. ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન બતાવીને દર્દી તેને ખરીદી શકશે.

ઈઝરાયલમાં ફરી લોકડાઉન
ઈઝરાયલમાં નવા વર્ષ 'રોશ હશાના'ની રજાઓ પહેલા ત્રણ સપ્તાહનું લોકડાઉન લાગુ કરાયુ છે. દેશમાં અત્યાસ સુધી પોઝિટિવ કેસની સંખ્યા 1.76 લાખ થઈ ગઈ છે. જ્યારે 1169 લોકોના મોત થયા છે. લોકો લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે.

ન્યૂઝીલેન્ડમાં 5 સપ્તાહથી એક પણ કેસ નથી
CNNના રિપોર્ટ મુજબ ન્યૂઝીલેન્ડમાં છેલ્લા પાંચ સપ્તાહથી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. અહીં અત્યાર સુધીમાં 1,809 કેસ નોંધાયા છે અને 25 લોકોના મોત થયા છે.

10 સૌથી વધારે પ્રભાવિત દેશો

દેશ

કેસમોતસાજા થયા
અમેરિકા68,76,1262,02,23741,55,933
ભારત52,14,67784,40441,12,551
બ્રાઝીલ44,57,4431,35,03137,53,082
રશિયા10,91,18619,1959,01,207
પેરુ7,50,09831,1465,94,513
કોલંબિયા7,43,94523,6656,15,457
મેક્સિકો6,84,11372,1794,88,416
દ. આફ્રિકા6,55,57215,7725,85,303
સ્પેન6,25,65130,405ઉપલબ્ધ નથી
આર્જેન્ટિના6,01,71312,4604,56,347

દુબઇ સિવિલ એવિએશન ઓથોરિટીનો નિર્ણય
4 સપ્ટેમ્બરના રોજ જયપુરથી દુબઇ પહોંચી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX1135માં એક પેસેન્જર કોરોના પોઝિટિવ મળ્યો હતો. આ પછી દુબઇ સિવિલ એવિએશન ઓથોરિટીએ એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈ આવનાર ફલાઇટને 2 ઓક્ટોબર સુધી સ્થગિત કરી દીધી છે. આ પ્રતિબંધ 18 સપ્ટેમ્બર એટલે કે આજથી (2 ઓક્ટોબર) 14 દિવસ લાગુ રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયપુરથી દુબઇ ગયેલા આ મુસાફરનું જયપુરમાં જ 2 સપ્ટેમ્બરે કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બીજી વખત છે જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસથી કોઈ પોઝિટિવ મુસાફર દુબઈ પહોંચ્યો છે. એર ઇન્ડિયાએ સંબંધિત મુસાફરોની સારવાર અને કવોરેન્ટીન સુવિધાઓ પરના ખર્ચની ભરપાઇ પણ કરવી પડશે.

પાકિસ્તાન: સ્કૂલો ખોલવાનો નિર્ણય ખોટો સાબિત થયો
ઇમરાનખાન સરકારે મંગળવારે ધોરણ 9 અને 10 ઉપરાંત કોલેજો પણ ખોલી હતી. ગુરુવારે જ 32 સ્કૂલોને બંધ કરવી પડી. તેનું કારણ નિયમોનું પાલન ન કરવાનું હતું. કેટલીક સ્કૂલોમાં તો પ્રાથમિક સુવિધાઓ પણ નહતી. એક કોલેજમાં બે વિદ્યાર્થીઓ પોઝિટિવ મળ્યાં હતાં. વિપક્ષ પહેલાથી જ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યું હતું. એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, ખૈબર પખ્તુનખ્વામાં 16 શાળાઓ બંધ કરાઈ છે. પાટનગર ઈસ્લામાબાદમાં બે શાળાઓ બંધ રાખવી પડી છે. સરકારે કહ્યું છે કે તે સમીક્ષા કર્યા પછી આગળની કાર્યવાહી પર વિચાર કરશે.

ચીન : મ્યાનમાર સરહદે આવેલું શહેર બંધ
યૂનાનના રુઇલી શહેરને સંક્રમણના ભયને ધ્યાનમાં રાખીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારના આવવા-જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ ઘર ભાર ન નીકળે. આ શહેર મ્યાનમારની સરહદે આવેલું છે. છેલ્લા બે દિવસમાં અહીં બે નવા દર્દીઓ મળી આવ્યા છે. આ પછી શહેરની તમામ સીમાઓ પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. ગુરુવારે અહીં 360 ટેસ્ટિંગ સાઇટ્સ બનાવવામાં આવી છે. જેમાં 1200 લોકોનો સ્ટાફ છે. અત્યાર સુધીમાં અહીં 60 હજાર લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.

યૂનાનના રુઇલી શહેરને સંક્ર્મણના ભયને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા અહીં બે દર્દીઓ મળી આવ્યા હતા. બંને દર્દીઓ મ્યાનમારની સીમા પાર કરીને ચીન આવ્યા હતા. (ફાઇલ)
યૂનાનના રુઇલી શહેરને સંક્ર્મણના ભયને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા અહીં બે દર્દીઓ મળી આવ્યા હતા. બંને દર્દીઓ મ્યાનમારની સીમા પાર કરીને ચીન આવ્યા હતા. (ફાઇલ)

ઓસ્ટ્રેલિયા : 100 વર્ષનો દર્દી સાજો થયો
મેલબર્નની એક હોસ્પિટલમાં 100 વર્ષના દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગુરુવારે સારવાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ છે. સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલના ડાયરેક્ટરે કહ્યું- દર્દીનું નામ રોય છે. આ સપ્તાહના શરૂઆતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી. અમારા માટે દરેક દર્દીનું મહત્વ હોય છે, પછી ભલે તેની ગમે તેટલી ઉંમર હોય. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કોરોનાથી 824 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી 500થી વધુ લોકોની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ હતી.

ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં આવેલી હોસ્પિટલમાં 100 વર્ષના દર્દી હવે સાજા થઇ ચુક્યા છે. ઓસ્ટ્રેલિયામાં સંક્ર્મણની બીજી લહેર જોવા મળી રહી છે.
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં આવેલી હોસ્પિટલમાં 100 વર્ષના દર્દી હવે સાજા થઇ ચુક્યા છે. ઓસ્ટ્રેલિયામાં સંક્ર્મણની બીજી લહેર જોવા મળી રહી છે.

ન્યૂઝીલેન્ડ : ટુરિઝમ ઉદ્યોગને નુકશાન
'ધ ગાર્ડિયન'ના એક રિપોર્ટ પ્રમાણે, જૂન સુધી ન્યૂઝીલેન્ડની જીડીપીમાં 12.2% નો ઘટાડો નોંધાયો છે. 1987 પછી અર્થવ્યવસ્થામાં આ સૌથી મોટો ઘટાડો છે. રિપોર્ટમાં સરકારી સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે GDPમાં ઘટાડો તેનું મુખ્ય કારણ કોરોનાના કારણે લાગેલું પ્રતિબંધ છે. તેના કારણે વેપાર અને પર્યટન ઉદ્યોગને સૌથી વધુ અસર થઈ હતી. ન્યૂઝીલેન્ડને પર્યટન ક્ષેત્રે સૌથી વધુ આવક થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો