ધ ઇકોનોમિસ્ટમાંથી:એઆઈ પાછળ ગયા વર્ષે રૂ.9 લાખ કરોડનું રોકાણ; તેનાં નવા મોડલોથી માનવ ક્રિએટિવિટીમાં પરિવર્તન

ન્યૂયોર્ક19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મશીનોની બુદ્ધિમત્તાથી નવી શોધ, લેખન, મ્યુઝિક જેવા અનેક ક્ષેત્રોમાં ફાયદા

એક એવા કમ્પ્યૂટરની કલ્પના કરો જે સારા મુહાવરાનો ઉપયોગ કરીને તમારા વાક્ય પૂરા કરી શકે છે કે કોઈ મધુર ગીતના બોલ લખીને તેની ધુન બનાવી શકે છે કે કમ્પ્યૂટર કોડની અસંખ્ય લાઈન બનાવીને કોઈ જટિલ સમસ્યા ઉકેલ લાવી શકે છે. આ કમ્પ્યૂટર નવા પ્રકારના મશીનોનો ભાગ છે. ભાષા, સંગીત અને પ્રોગ્રામિંગના સંકેતોને સમજે છે. તેનો ઉપયોગ મનુષ્ય સમાન ક્રિએટિવ રીતે કરી શકે છે. આ બધું કરતા ફાઉન્ડેશન મોડલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં થયેલી નવી શોધમાં સામેલ છે. તે નવી ક્રાંતિની આશા જગાડે છે. જોકે, તેઓ ઉચ્ચ દરજ્જાના મગજના કામકાજને પ્રભાવિત કરશે.

ફાઉન્ડેશન મોડલ ડીપ લર્નિંગ (ડીએલ) ટેક્નોલોજીમાં નવો વળાંક છે. આ એઆઈ ક્ષેત્ર પર પ્રભાવી છે. ડીએલ સિસ્ટમ મનુષ્યના મગજમાં પાથરેલા ન્યૂરોન્સની જાળ જેવી સંરચના પર આધારિત છે. તે કરોડો કે અબજો ટેક્સ્ટ, તસવીરો કે સાઉન્ડ ક્લિપ્સના ઉપયોગથી તૈયાર કરાય છે. તાજેતરના વર્ષોમાં ડીએલ સિસ્ટમ્સની ટ્રેનિંગનો વધતા ખર્ચ અને સમયને કારણે લાગ્યું કે, ટેક્નોલોજી પોતાની મર્યાદા સમાપ્ત કરી ચૂકી છે. જોકે, ફાઉન્ડેશન મોડલોએ જણાવ્યું કે, મોટા અને વધુ જટિલ ડીપ લર્નિંગ સિસ્ટમ બનાવવાની નવી ક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. ફાઉન્ડેશન મોડલોનાં કેટલાક આશ્ચર્યજનક અને ઉપયોગી ગુણ છે. સૌથી વિચિત્ર છે, સામે હાજર સ્થિતિના હિસાબે જોક્સ, મુહાવરા અને વિશેષણ બનાવવાનું હુનર.

એલન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન્સ્ટિટ્યૂટ ચલાવતા ઓરેન એટજિઓનીનો અંદાજ છે કે, એઆઈની 80%થી વધુ રિસર્ચ ફાઉન્ડેશન મોડલો પર કેન્દ્રિત છે. માઈક્રોસોફ્ટ, મેટા-ફેસબુક, આલ્ફાબેટ-ગૂગલ પાસે એવા અનેક મોડલ છે. ટેસ્લા પોતાની સેલ્ફ ડ્રાઈવિંગ કારો માટે મોટું ફાઉન્ડેશન મોડલ બનાવી રહી છે. આ ક્ષેત્રમાં નવી કંપનીઓ પણ આવી રહી છે. ગયા વર્ષે અમેરિકાના વેન્ચર કેપિટલિસ્ટે એઆઈ કંપનીઓમાં રૂ.8.94 લાખ કરોડનું રોકાણ કર્યું છે. ચીને આ ક્ષેત્રને પોતાની રાષ્ટ્રીય પ્રાથમિકતામાં સામેલ કર્યું છે. ફાઉન્ડેશન મોડલનો ઉપયોગ નવી દવાઓની શોધ, ચિપ બનાવવા, ઊર્જા માટે નવા સ્રોતનું નિર્માણ, ક્રિયેટિવ લેખન, ડ્રોઈંગ, ડિઝાઈન, કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ, વિશાલ ડેટાબેઝના આધારે તાત્કાલિક સવાલોનો જવાબ તૈયાર કરવામાં થઈ શકે છે.

અનેક કંપનીઓને એઆઈના ફાઉન્ડેશન મોડલોના દુરુપયોગનો ભય છે. આ મોડલ જેટલા વધુ શક્તિશાળી હશે, લોકોની પહોંચ તેના સુધી મર્યાદિત થતી જશે. તેનાથી એક નવા વર્ગનો ઉદય થશે. સ્વનિયંત્રણ સાથે આ દુવિધા સમાપ્ત નહીં થાય. વર્ષોથી કહેવાય છે કે, એઆઈ આધારિત ઓટોમેશનથી સામાન્ય અને એક જેવા કામ કરતા લોકોની નોકરીઓનું જોખમ રહેશે. કલાકાર, લેખક, પ્રોગ્રામર સુરક્ષિત રહેશે. ફાઉન્ડેશન મોડલ આ અનુમાનોને પડકાર ફેંકે છે. તે જણાવે છે કે, એઆઈનો ઉપયોગ કેવી રીતે પ્રોડક્ટિવિધિ વધારવામાં મદદરૂપ છે. જો તેનો સારી રીતે ઉપયોગ કરી શકાય તો મશીન ઈન્ટેલિજન્સ મનુષ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એઆઈ આધારિત ફાઉન્ડેશન મોડલ પહેલાથી તૈયાર ડેટાની મદદ લેવાને બદલે જાતે જ શીખવાની ટેક્નોલોજી પર કામ કરે છે.

કેટલાક લોકોનું વધુ શક્તિશાળી બનવાનું જોખમ
એઆઈની નવી શોધથી ચિંતાઓ પણ પેદા થઈ છે. વિશેષજ્ઞોને આશંકા છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલી ક્રિએટિવ છે કે, તે મનુષ્યો માટે અત્યંત નુકસાનકારક હોઈ શકે છે. આ મોડલોની ટ્રેનિંગમાં વપરાતી વીજળી અને કાર્બન ઉત્સર્જન અંગે લોકો ચિંતિત છે. ફાઉન્ડેશન મોડલો પર નિયંત્રણનો સવાલ લોકોને ચિંતિત કરે છે. ગૂગલની પીએએલએમ જેવી મોટી સિસ્ટમની ટ્રેનિંગ પાછળ એક વખતમાં રૂ.77 કરોડનો ખર્ચ આવે છે. તેના માટે ઘણા બધા ડેટાની જરૂર પડે છે. કમ્પ્યૂટિંગની વધુ શક્તિ અને વધુ ડેટાથી મોડલ સારા બનશે. તેનાથી કેટલીક ગણતરીની ટેક્નોલોજી કંપનીઓ કે સરકારોના હાથમાં ટેક્નોલોજીના કેન્દ્રિત થવાનું જોખમ રહેશે. ડેટા અને માહિતીના સ્ટોરેજથી રંગ, જાતિ, પ્રજાતિના આધારે ભેદભાવ અને અન્યાયના જોખમ પણ ઊભા રહેશે.

અન્ય સમાચારો પણ છે...