• Gujarati News
  • International
  • Age Does Not Appear To Increase With The Presence Of A Special Hormone In The Liver: This Is Made From A Low Protein Diet

રિસર્ચ:લિવરમાં ખાસ હોર્મોનની હાજરી હોય તો વય વધતી દેખાતી નથીઃ આ લો પ્રોટીન ડાયેટથી બને છે

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંદુરસ્તીનું રહસ્ય ફાઇબર બ્લાસ્ટ ગ્રોથ ફેકટર-21 છે

લો પ્રોટીન ડાયેટ લેવાથી લિવરમાં ફાઇબર બ્લાસ્ટ ગ્રોથ ફેક્ટર 21 (એફજીએફ 21) હોર્મોન જન્મે છે. આ હોર્મોન આરોગ્યને સારી બનાવી રાખવા અને તંદુરસ્તી સાથે લાંબુ જીવન જીવવામાં મદદ કરે છે. નેચર કમ્યુનિકેશનમાં પ્રકાશિત આ રિસર્ચમાં જણાવ્યા મુજબ આ શરીરમાં ગ્લુકોઝના વિઘટનને રોકે છે અને એનર્જીના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. તેના કારણે વજન ઝડપથી વધતું નથી.

એક અન્ય ટીમને રિસર્ચમાં જણાયું કે આ હાર્મોન એન્ટી એજિંગ ઇફેક્ટને વધારવાનું કામ કરે છે. લો પ્રોટીન અને કાર્બોહાઇડેટ યુક્ત ડાયેટ લેવું મેટાબોલિક હેલ્થ માટે એક સરખુ લાભદાયક કહેવાયું છે. આ મેક્રોન્યૂટ્રિએન્ટ્સ એફજીએફ 21ને સારી રીતે પ્રવાહિત કરે છે. આ સ્ટડી હાલમાં ઉંદર પર કરવામાં આવ્યો છે. એક નોર્મલ ઉંદરને લો પ્રોટીન ડાયેટવાળા ઉંદરના જીન સાથે સરખાવતા જણાયું કે નોર્મલ ઉંદર બેડોળ દેખાય છે.

મનુષ્ય પહેલાં ઉંદર પરના પ્રયોગમાં આ રિઝલ્ટ જોવા મળ્યું
લ્યુસિઆના સ્ટેટ યુનિવર્સિટીના ન્યૂરોસાયન્ટિસ્ટ ક્રિસ્ટોફર મોરિસન જણાવે છે કે એફજીએફ 21 હાર્મોન મગજ સાથે વાત કરે છે અને એ મહેસૂસ થવા દેતું નથી કે ઉંદર લો પ્રોટીન ડાયેટ લઇ રહ્યો છે. તેથી ઉંદરના મેટાબોલિઝમ અને વ્યવહારમાં કોઇ પરિવર્તન થતું નથી. મનુષ્ય પહેલાં ઉંદર પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...