54 બાળક અને 6 પત્ની ધરાવનાર પાકિસ્તાનના અબ્દુલ મજીદનું બુધવારે હાર્ટ-એટેકને કારણે મોત થઈ ગયું છે. નોશકી જિલ્લામાં રહેનાર 75 વર્ષીય અબ્દુલ ટ્રક-ડ્રાઈવર હતો. તેમના દીકરા શાહ વલીએ જણાવ્યું હતું કે અબ્દુલ મોતના પાંચ દિવસ પહેલાં ટ્રક ચલાવી રહ્યા હતા. અમારામાંથી ઘણા લોકો ભણેલા છે, પરંતુ રોજગાર મળ્યો નથી, જેથી અમે પિતાનો યોગ્ય ઈલાજ કરાવી ન શક્યા. પૂરમાં ઘર પણ તબાહ થઈ ગયું.
જિંદગીભર ટ્રક ચલાવનાર અબ્દુલ દર મહિને માત્ર 15થી 25 હજાર પાકિસ્તાની રૂપિયા જ કમાઈ શકતા હતા. તેમનો સૌથી મોટો દીકરો અબ્દુલ વલી 37 વર્ષનો છે અને તે પણ પિતાની જેમ ટ્રક ચલાવે છે.
2 પત્ની અને 12 બાળકનાં થઈ ગયાં છે મોત
અબ્દુલ 2017માં વસતિગણતરી સમયે ચર્ચામાં આવ્યા હતા. ત્યારે પાકિસ્તાનમાં 19 વર્ષ પછી વસતિગણતરી થઈ હતી. વસતિગણતરી કરનારી ટીમે જોયું હતું કે અબ્દુલ 4 પત્ની અને 42 બાળક સાથે રહે છે. તેમના મોટા ભાગના છોકરાઓની ઉંમર 15 વર્ષથી ઓછી છે. તેમની સૌથી નાની દીકરી 7 વર્ષની છે.
તેમના પહેલા લગ્ન 18 વર્ષની ઉંમરમાં થયા હતા. તેમના 22 દીકરા અને 20 દીકરી તેમના સાત રૂમના ઘરમાં એકસાથે રહેતાં હતાં. તેમની 2 પત્ની અને 12 બાળકનાં મોત થઈ ગયાં છે.
દૂધ ના હોવાને કારણે થયું હતું છોકરાઓનું મોત
2017માં એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે-મારી પાસે પૈસા નહોતા. એને કારણે છોકરાઓને દૂધ ન મળ્યું અને તેમનાં મોત થયાં છે. પહેલા તેઓ ખૂબ મહેનત કરતા હતા અને તેમના મોટા પુત્રોને સારું શિક્ષણ આપતા હતા, પણ હવે હું ઘરડો થઈ ગયો છું એટલે હું એટલું કામ કરી શકતો નથી.
અબ્દુલને પત્ની અને બાળક એકસાથે મૃત્યુ પામ્યાં હતાં. તેમણે કહ્યું- પત્ની બીમાર હતી અને આર્થિક તંગીને કારણે તેની સારવાર કરાવી ન શક્યા. ફીના પૈસા ન હોવાથી દસ બાળકો શાળાએ જઈ શક્યાં નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.