• Gujarati News
  • International
  • After The Death Of A Girl In Police Custody, Women Protested By Cutting Their Hair And Burning Their Hijab

ઈરાનમાં હિજાબનો વિવાદ વકર્યો:પોલીસ કસ્ટડીમાં યુવતીનાં મોત બાદ મહિલાઓએ પોતાના વાળ કાપીને કર્યો વિરોધ, હિજાબ પણ સળગાવ્યો

તેહરાન15 દિવસ પહેલા

ઈરાનમાં પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીનાં મોત બાદ રાજધાની તેહરાનમાં દેખાવો થઈ રહ્યા છે. વિરોધમાં મહિલાઓ પોતાના વાળ કાપી રહી છે અને હિજાબ સળગાવી રહી છે.

ઈરાની મહિલા પત્રકાર મસીહ અલીનેજાદે તેના સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં મહિલાઓ પોતાના વાળ કાપતી અને હિજાબ સળગતી જોવા મળે છે.

મહસા અમીનીનું 16 સપ્ટેમ્બરે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું.
મહસા અમીનીનું 16 સપ્ટેમ્બરે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું.

મહિલાઓ તેમની સાથે થઈ રહેલા અન્યાયથી પરેશાન છે
મહિલા પત્રકારે વીડિયો સાથે લખ્યું- ઈરાની મહિલાઓ 22 વર્ષની મહેસા અમીનીના પોલીસ કસ્ટડીમાં મોતનો વિરોધ કરી રહી છે અને ફરજિયાત હિજાબ પહેરવાના વિરોધમાં વાળ કાપીને અને હિજાબ સળગાવતા દેખાઈ રહી છે.

મસીહે લખ્યું- જો છોકરીઓ 7 વર્ષની ઉંમર પછી માથું ઢાંકતી નથી તો તેમને સ્કૂલ જવાની મંજૂરી અપાતી નથી અને ક્યાંય નોકરી પણ મળતી નથી. અમે મહિલાઓ આ ભેદભાવ, અન્યાય અને અત્યાચારોથી કંટાળી ગયા છીએ.

ઈરાનમાં આમ તો 1979માં હિજાબ ફરજિયાત કરવામાં આવ્યો હતો, છતાં પણ 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ એક આદેશ પર હસ્તાક્ષર કર્યા અને તેને ડ્રેસ કોડ તરીકે સખત રીતે લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
ઈરાનમાં આમ તો 1979માં હિજાબ ફરજિયાત કરવામાં આવ્યો હતો, છતાં પણ 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ એક આદેશ પર હસ્તાક્ષર કર્યા અને તેને ડ્રેસ કોડ તરીકે સખત રીતે લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

પોલીસે પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ કર્યું
ઈરાની પત્રકાર મસીહ અલીનેજાદે અન્ય એક વીડિયો શેર કર્યો જેમાં તેહરાન યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ મહસા અમીનીના મૃત્યુના વિરોધમાં પ્રદર્શન કરી રહી છે. તેમણે લખ્યું- દેશના ઘણા ભાગોમાં પ્રદર્શન થઈ રહ્યાં છે. સાઘેજ શહેરમાં મહિલાઓ સૂત્રોચ્ચાર કરી રહી હતી. મહિલાઓએ કહ્યું- ડરશો નહીં, આપણે બધા સાથે છીએ. આ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. ઘણા લોકો ઘાયલ થયા. આ ઘટનાથી સમગ્ર ઈરાન લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમીનીની પોલીસે 13 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી
મહસા અમીનીને હિજાબ ન પહેરવા બદલ ઈરાન પોલીસે 13 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, અમીનીની ધરપકડના થોડા કલાકો બાદ તે કોમામાં ચાલી ગઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે- મહસાનું પોલીસ સ્ટેશનમાં પહોંચવા અને હોસ્પિટલ સુધી જતાં વચ્ચે શું થયું તે હજુ સુધી સ્પષ્ટ નથી. ઈરાનમાં માનવાધિકાર ઉલ્લંઘન પર નજર રાખતી ચેનલે જણાવ્યું હતું કે માથામાં ઈજાના કારણે અમીનીનું મૃત્યુ થયું હતું. ધરપકડના 3 દિવસ પછી એટલે કે 16 સપ્ટેમ્બરે તેમનું મોત થયું હતું.

આ તસવીર મહસા અમીનીની છે. તે કોમામાં જતી રહી હતી જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ તસવીર મહસા અમીનીની છે. તે કોમામાં જતી રહી હતી જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પોલીસે આરોપો નકારી કાઢ્યા
મહસા અમીનીના મોત બાદ ઈરાનની રાજધાની તહેરાનમાં પોલીસ વિરુદ્ધ દેખાવો ચાલુ છે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે પોલીસે મહસા સાથે કોઈ મારઝૂડ કરી નથી. 13 સપ્ટેમ્બરના રોજ કેટલીક યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. એમાં અમીની પણ સામેલ હતી. તેને પોલીસ સ્ટેશને લાવતાં જ બેભાન થઈ ગઈ હતી. ઉપરાંત રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ ગૃહમંત્રીને આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ મહિલાઓની ધરપકડ, ટીવીની પ્રખ્યાત અભિનેત્રી પાસે માફી મંગાવી હતી

28 વર્ષીય સેપદેહ રોશ્નોએ હિજાબ પહેરવા માટે ના પાડી હતી. ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરીને ખૂબ જ અત્યાચારો કર્યા. એ પછી નેશનલ ટીવી પર આવીને માફી માગવા માટે કહેવામાં આવ્યું, જેથી હિજાબ પહેરવા માટે તાલિબાનના આદેશનું પાલન ન કરતી મહિલાઓના મનમાં ભય પેદા કરી શકાય.

ઈરાન એવા દેશોમાંથી એક છે, જ્યાં ઈસ્લામિક હિજાબ પહેરવો ફરજિયાત છે. મંગળવારે ઈરાની મહિલાઓએ સમગ્ર દેશમાં એન્ટિ હિજાબ કેમ્પેન શરૂ કરી હિજાબ વગરનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આમ કરીને મહિલાઓએ ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના કડક હિજાબ નિયમો તોડ્યા હતા. આ માટે સોશિયલ મીડિયા પર No2 Hijab હેશટેગ પણ ચલાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...