• Gujarati News
  • International
  • After Releasing The US Engineer Who Was Held Captive By Terrorists For 2 Years, The US In Return Freed The Hoofed Terrorist

અમેરિકા-તાલિબાનની ડીલ:2 વર્ષ આતંકવાદીઓની કેદમાં રહેલા US એન્જિનિયરને છોડ્યો, બદલામાં અમેરિકાએ ખૂંખાર આતંકવાદીને મુક્ત કર્યો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકા અને તાલિબાનની એક ડીલ સામે આવી છે. આ માટે કેટલાય મહિનાઓથી વાતચીત ચાલુ હતી. ડીલને પ્રિઝનર એક્સચેન્જ એટલે કે કેદીઓની અદલાબદલી કહેવામાં આવે છે. એક અમેરિકન એન્જિનિયર બે વર્ષથી તાલિબાનની કેદમાં હતો. એને તાલિબાની સરકારી મુક્ત કર્યો છે. બદલામાં અમેરિકાએ તાલિબાનના ખૂંખાર આતંકવાદી, ડ્રગ સ્મગલર અને ફાઇનાન્સરને મુક્ત કરી દીધો. ખાસ વાત એ છે કે અમેરિકન રાષ્ટ્રપતિએ જાતે જ આ બાબતની જાણકારી આપી. જોકે ડિટેલ્સ આપવાથી બચતા રહ્યા. તાલિબાને પણ પ્રિઝનર એક્સચેન્જની વાતને માની, પરંતુ તેઓ વિગત આપવાથી બચતા રહ્યા.

કોણ છે આ બે કેદી
અમેરિકન એન્જિનિયર, જેને તાલિબાને મુક્ત કર્યા તેનું નામ માર્ક ફ્રેરિક્સ છે. અમેરિકાએ જે તાલિબાનીને છોડ્યો , તેનું નામ હાજી બશીર છે. તાલિબાન અને અમેરિકા બંને આ એક્સચેન્જની પુષ્ટિ કરી છે. હાજી બશીર કેટલાંય વર્ષથી કંધારમાં ડ્રગ તસ્કરી કરી રહ્યો હતો. આ કાળા કારોબારને લીધે તે 1990ની આસપાસ મોટો વેપારી પણ બની ગયો.

ગાજી બશીર નૂરજી (વચ્ચે)ને અમેરિકાએ વર્ષો સુધી કેદમાં રાખ્યો. હવે તે આઝાદ છે.
ગાજી બશીર નૂરજી (વચ્ચે)ને અમેરિકાએ વર્ષો સુધી કેદમાં રાખ્યો. હવે તે આઝાદ છે.

બે વર્ષ સુધી વાતચીત ચાલી
કેદીઓની અદલાબદલીનો સિલસિલો બે વર્ષથી ચાલતો. ફ્રેરિક્સ પહેલાં US નેવીમાં હતો. બાદમાં અફઘાનિસ્તાનમાં કોન્ટ્રાકટ પર કામ કરવા લાગ્યો. જાન્યુઆરી 2020માં તેને તાલિબાને પકડી લીધો અને બંધક બનાવી લીધો. ત્યાર બાદ તે અફઘાનિસ્તાનની કોઇ જેલમાં હતો.
બીજી બાજુ, બશીર નૂરજીને ડ્રગ તસ્કરીના આરોપમાં અમેરિકાએ 2005માં ગિરફતાર કર્યો હતો. તેને અમેરિકાની કોઇ જેલમાં રાખવામાં આવ્યો હતો. 17 વર્ષ પછી તેને સોદાબાજીને બદલે મુક્તિ મળી.

બંને સરકારનું વલણ સ્પષ્ટ નથી
તાલિબાનના વિદેશ મંત્રી મુત્તકીએ કહ્યું- અમે અમેરિકા સહિત કોઇ પણ દેશ સાથે વાતચીત માટે તૈયાર છીએ. ત્યાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને એક સ્ટેટમેન્ટમાં કહ્યું- માર્કને લાવવો જરૂરી હતો. આવા ફેંસલા લેવામાં મુશ્કેલીઓ આવે છે. હું આ બાબતોને હલકામાં નથી લેતો.

માર્ક ફ્રેરિક્સ અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના સાથે કામ કરે છે.
માર્ક ફ્રેરિક્સ અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના સાથે કામ કરે છે.

બાઇડેન ઇચ્છે છે કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા બધા અમેરિકન નાગરિકોને જલદીમાં જલદી પરત લાવવામાં આવે. બાઇડેન સરકારે તાલિબાન સાથે દોહામાં 2020માં પીસ એગ્રીમેન્ટ (શાંતિ સમજૌતા) કર્યો હતો. આમાં તાલિબાને અમેરિકા દ્વારા સેના હટાવવા અને અમન બહાલીની માંગ કરી હતી.

અફઘાનિસ્તાનના પૈસા ત્યાં લોકો માટે ખર્ચ કરશે બાઇડન
તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા પછી બાઇડને અફઘાનિસ્તાનની એસેટ્સ અને ફંડ ફ્રીઝ કરી દીધાં હતાં. આ ફંડ અને એસેટ્સ આશરે 9 અબજ ડોલરની છે. આ ફંડને બાઇડને સ્વિઝરલેન્ડના એક ટ્રસ્ટમાં મૂક્યાં છે. આ ટ્રસ્ટ અફઘાનિસ્તાનના લોકો માટે કરશે. આમાં તાલિબાનનો કોઇ હિસ્સો નહીં હોય. બીજી બીજુ, તાલિબાન ઇચ્છતું હતું કે બાઇડન એડમિનિસ્ટ્રેશન આ ફંડ તેમના હવાલે કરી દે. અમેરિકા તેના માટે તૈયાર ન થયું.

બે વર્ષ પહેલાં તાલિબાન નેતા મુલ્લા બરાદરે US સાથે દોહામાં શાંતિ સમજૂતિ કરી હતી.
બે વર્ષ પહેલાં તાલિબાન નેતા મુલ્લા બરાદરે US સાથે દોહામાં શાંતિ સમજૂતિ કરી હતી.

અમેરિકાના બીજા લોકો પણ તાલિબાનના રાજ્યમાં ફસાયા
અમેરિકાના ઇન્ડિપેન્ડેન્ટ ફિલ્મકાર ઇવોન શેયરર પણ તાલિબાનના કબજામાં છે. તેઓ કાબુલમાં ફિલ્મ બનાવી રહ્યા હતા, ત્યારે તેમને અને તેમના અફઘાની પ્રોડ્યુસરને બંદી બનાવી લીધા હતા. હવે અમેરિકા તેની મુક્તિ માટે કોશિશ કરશે.
અસલમાં પાછલા મહિનો જ્યારે અમેરિકાએ કાબુલમાં અલકાયદાનો મુખિયા અલ જવાહિરીને મારી નાખ્યો, ત્યારથી અમેરિકાને ડર હતો કે તાલિબાન તેમની કેદમાં રહેલા અમેરિકન નાગરિકોને મારી ન નાખે. જોકે તાલિબાને એવું કશું જ ન કર્યું.

અન્ય સમાચારો પણ છે...