ઈન્ડોનેશિયામાં સતત અકસ્માત:ભારે વરસાદ પછી જાવામાં બે વખત ભૂસ્ખલન, રેસક્યુ કરવા પહોંચેલી ટીમ પણ માટીમાં દબાઈ, 11ના મોત

જાકાર્તા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સતત બે દિવસથી થઈ રહેલા અકસ્માતે ઈન્ડોનેશિયાને હચમચાવી નાંખ્યુ છે. શનિવારે અહીં 62 લોકોને લઈ જઈ રહેલું એક વિમાન સમુદ્રમાં ક્રેશ થઈ ગયુ હતું. શનિવારે જ જાવાના સુમેડાંગ જિલ્લામાં ભૂસખ્લન પણ થયું. રેસક્યુ ટીમ અહીં ફસાયેલા લોકોને બહાર કાઢી રહી હતી. રવિવારે ફરી જમીન ધસી પડી હતી. તેના કારણે રેસ્ક્યુ ટીમના કર્મચારીઓ પણ દબાઈ ગયા હતા. આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 18 લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે આ અકસ્માત થયો છે. ઘાયલોને લેવા માટે આવેલી એમ્બ્યુલન્સ પણ માટીના ઢગલામાં દબાઈ ગઈ હતી. પછીથી ક્રેનની મદદથી તેને કાઢવામાં આવી હતી.

નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના સ્પોક્સમેન રાદિત્ય જાતિએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે શનિવારે રાતે વરસાદ રોકાઈ ગયો હતો. લેન્ડ સ્લાઈડથી એક પુલ અને રસ્તો બંધ થઈ ગયો હતો. રેસ્ક્યૂ ટીમને કાદવ હટાવવા માટે મશીન લાવવામાં મુશ્કેલી થઈ હતી.

વરસાદે વધારી મુશ્કેલી
હાઈટાઈડના કારણે ઈન્ડોનેશિયાના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન અને પુરની ઘટનાઓ થઈ રહી છે. અહીં 17000 ટાપુઓમાં લાખો લોકો પહાડી વિસ્તારો કે નદીઓની નજીક ઉપજાઉ મેદાનોની પાસે રહે છે.

એક દિવસ પહેલા વિમાન સમુદ્રમાં પડ્યું હતું
શ્રીવિજય એરનું એક વિમાન શનિવારે સમુદ્રમાં પડ્યું હતું. બોઈંગ 737-500 ક્લાસના આ પ્લેને જાકાર્તાના સુકર્ણો-હટ્ટા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ઉડાન ભરવાની ચાર મિનિટ પછી તેનો એર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો. તે સમયે વિમાન 10 હજાર ફુટની ઉંચાઈ પર હતું.

અન્ય સમાચારો પણ છે...