ભાસ્કર ઈન્ટરવ્યૂ:કાશ્મીર પછી હવે જમ્મુમાં ફિલ્મોનાં શૂટિંગની તૈયારી

દુબઈ10 દિવસ પહેલાલેખક: દુબઈથી ભાસ્કર માટે શાનીર એન સિદ્દીકી
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરના ગવર્નર મનોજ સિન્હા તાજેતરમાં યુએઈના સત્તાવાર પ્રવાસે ગયા હતા. અનેક મોટી કંપનીઓ સાથે વાતચીત કરી. વાંચો દુબઈ એક્સ્પોમાં ઈન્ડિયા પેવેલિયનમાં સિન્હા સાથેની વાતચીતના મુખ્ય અંશો...

  • બે વર્ષમાં સામાન્ય કાશ્મીરીના દૃષ્ટિકોણથી કયાં પરિવર્તન થયાં?

રોજગાર-વિકાસ થઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર કાબૂમાં છે. સરકારી યોજનાઓની ચુકવણી ઓનલાઈન થઇ રહી છે. 11 હજાર સરકારી નોકરીઓ ભરાઈ છે. સારા માર્ગો અને કનેક્ટિવિટીએ લોકોને નવી તકો આપી છે. વિમાન ઈંધણ પર વેટ ઘટાડવાથી રોજની 50 ફ્લાઈટ શ્રીનગર એરપોર્ટથી ઉડાન ભરી રહી છે. 14 લાખથી વધુ ટુરિસ્ટ ફક્ત આ સિઝનમાં આવ્યા છે. હોટલ અને ફ્લાઈટ સંપૂર્ણપણે ભરાઈ ગયા. આ રાજ્યમાં નોર્મલસીના સ્પષ્ટ સંકેત છે.

  • ક્યાં સુધી ચૂંટણીની શક્યતા છે?

જુઓ ચૂંટણીપંચ એક બંધારણીય સંસ્થાન છે જે આ અંગે નિર્ણય કરશે પણ 15 ઓગસ્ટે પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાશે. ગૃહમંત્રી પણ સંસદમાં આ વાત કહી ચૂક્યા છે.

  • ફિલ્મ શૂટિંગનો દોર ક્યારે ચાલુ થશે?

6 મહિનામાં નવી ફિલ્મ પોલિસી આવશે. સિંગલ વિન્ડો પરમિશન મળશે. હવે તો અનેક ફિલ્મોનાં શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યાં છે. નવી પોલિસીમાં જમ્મુ રિઝનને પણ શૂટિંગ લિસ્ટમાં રખાયું છે.

  • જમ્મુ-કાશ્મીરમાં રોકાણમાં કેટલી તેજી આવી અને કેવી રીતે?

અમે પ્રાઇવેટ લેન્ડ પર પણ ઈન્ડસ્ટ્રીને મંજૂરી આપી છે. 30 દિવસમાં મંજૂરીની જોગવાઈ છે. જીએસટીમાં 300 ટકા ઈન્સેન્ટિવ અપાય છે. ઈઝ ઓફ ડૂઈંગના તમામ પેરામીટર્સ ઓનલાઈન છે. આઝાદીથી ગત 7 મહિના પહેલાં સુધીમાં 15,000 કરોડનું રોકાણ આવ્યું હતું, ગત 7 મહિનામાં તે 45000 કરોડને પાર કરી ગયું છે.

  • યુએઈ સાથે જમ્મુ-કાશ્મીરનો રોકાણનો કયો રોડમેપ છે?

અહીંની અનેક કંપનીઓ જેમ કે લુલ ગ્રૂપ, એમ્માર અને ડીપી વર્લ્ડ જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરી રહી છે. બાગાયત સંબંધિત સમસ્યાઓ ઘટશે. ફળ-ડ્રાય ફ્રૂટ સ્ટોરેજથી વિતરણ સરળ થશે.

  • અફઘાની સફરજનની તુલનાએ કાશ્મીરીનું વેચાણ કેવી રીતે વધશે?

આ સમસ્યા અંગે અમે કામ કરી રહ્યા છીએ અને તેનો જલદી જ ઉપાય શોધાશે જેથી ખેડૂતોને કોઈ પણ રીતે નુકસાન ન થાય. કાશ્મીરી સફરજનની ક્વૉલિટી વિશ્વમાં બીજે ક્યાંય નથી અને ખેડૂતોનાં હિતોની રક્ષા કરાશે.

અન્ય સમાચારો પણ છે...