• Gujarati News
  • International
  • After Complaints From Passengers, The Crew Stopped And Started Friction; Punched The Chair, Kicked The Window

પેશાવર-દુબઈ ફ્લાઇટમાં નમાઝ પઢી:પેસેન્જર્સની ફરિયાદ બાદ ક્રૂએ રોક્યો તો ઘર્ષણ કરવા લાગ્યો; ખુરસી પર મુક્કા અને બારી પર લાતો મારી

15 દિવસ પહેલા

પાકિસ્તાનના પેશાવરથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટમાં એક વ્યક્તિએ ફ્લાઈટનો કાચ તોડવાના પ્રયાસ કર્યા. તે પ્લેનના ફ્લોર પર નમાઝ પઢી રહ્યો હતો. સાથી પેસેન્જર્સે આ અંગેની ફરિયાદ ક્રૂને કરી. જ્યારે ક્રૂએ તેને આવું કરતા રોક્યો, તો તે દલીલ કરવા લાગ્યો. એટલું જ નહીં ચાલુ ફ્લાઈટમાં લાતો મારીને બારીનો કાચ તોડવાનો પણ પ્રયાસ કર્યો.

ઘટના 14 સપ્ટેમ્બરની છે, જેનો વીડિયો હવે સામે આવ્યો છે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સે આ શખ્સને બ્લેકલિસ્ટ કરી દીધો છે.

ફ્લાઈટ ટેકઓફ થઈ તે પછી કપડાં, બેલ્ટ-પર્સ બધું જ સીટ પર રાખી દીધું
પ્લેન ઉડાન ભરતાં જ શખ્સે વિચિત્ર હરકતો કરવા લાગ્યો. પહેલા તેણે બેલ્ટ, પર્સ અને તેનો અન્ય સામાન પોતાની સીટ પર રાખી દીધો. પછી પ્લેનના ફર્શ પર સૂઈ ગયો. સાથી યાત્રિકોએ તેના આવા વર્તનને લઈને વાંધો ઉઠાવ્યો, ત્યારે તે સીટ પર મુક્કા મારવા લાગ્યો અને બૂમો પાડવા લાગ્યો.

પ્લેનને નુકસાન ન થાય તે માટે ક્રૂએ સીટથી બાંધી દીધો
પાકિસ્તાનની પીકે-283 ફ્લાઈટ જ્યારે રસ્તામાં હતી, ત્યારે યાત્રિક હિંસક થઈ ગયો, અને રસ્તામાં દલીલ કરવા લાગ્યો. તેણે ક્રૂ મેમ્બર પર હુમલો પણ કર્યો. જે પછી ક્રૂએ તેને તેની સીટ સાથે બાંધી દીધો. જોકે પ્રોટોકોલ મુજબ ફ્લાઈટના કેપ્ટને દુબઈના એરટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કરીને સુરક્ષા પણ માગી. દુબઈ એરપોર્ટ પર ઊતર્યા બાદ સિક્યોરિટીએ આ શખ્સની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...