• Gujarati News
  • International
  • After Cheating Students With Artificial Intelligence, Eight Universities In Australia Finally Started Conducting Written Exams.

ભાસ્કર વિશેષ:વિદ્યાર્થીઓની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી છેતરપિંડી, છેવટે ઓસ્ટ્રેલિયાની આઠ યુનિ.એ લેખિત પરીક્ષા લેવાનું શરૂ કર્યું

કેનબેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એઆઈના કારણે બાળકોની શીખવાની ક્ષમતા સતત ઘટી રહી છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની વધતી ક્ષમતાના કારણે શિક્ષણમાં મુશ્કેલીઓ વધી રહી છે. ઓસ્ટ્રેલિયાની 8 મોટી યુનિવર્સિટીઓ કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષાના બદલે હવે પેન- પેપરથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી રહી છે. જોકે, વિદ્યાર્થીઓ એઆઈ સોફ્ટવેર દ્વારા પરીક્ષામાં પ્રશ્નોના સચોટ જવાબો આપી રહ્યા છે. જેના કારણે ન તો તેમનો બૌદ્ધિક વિકાસ થઈ રહ્યો છે અને ન તેનો યોગ્ય મૂલ્યાંકન થઈ રહ્યું છે.

વિદ્યાર્થીઓ એઆઈ દ્વારા આડેધડ નકલ કરી રહ્યા છે. મહિનાઓની મહેનત પછી તૈયાર થતાં સંશોધનપત્રો પણ એઆઈ સોફ્ટવેર વડે મિનિટોમાં લખવામાં આવી રહ્યાં છે. એક એઆઈ નિષ્ણાત કહે છે કે શૈક્ષણિક સંસ્થાઓ એવી રેસ ચલાવી રહી છે જે તેઓ ક્યારેય જીતી શકશે નહીં. ઓસ્ટ્રેલિયાથી પહેલાં અમેરિકામાં ન્યૂયોર્કની તમામ શાળાઓમાં એઆઈ આધારિત ઉપકરણો અને સોફ્ટવેર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચેટજીપીટી(ChatGPT)એ એક એઆઈ આધારિત સોફ્ટવેર છે, જેથી બાળકો પ્રશ્નોના જવાબો કૉપી કરી લે છે અને પછી બાળકો શીખવાની કોશિશ પણ કરતાં નથી, જેના કારણે તેમની શીખવાની ક્ષમતા ઓછી થઈ રહી છે.

ઓસ્ટ્રેલિયાની 8 યુનિવર્સિટીઓનાં જૂથના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. મેથ્યુ બ્રાઉન કહે છે કે અમે વિદ્યાર્થીઓને એઆઈ ચીટિંગનો સામનો કરવા માટે જાગૃત કરી રહ્યા છીએ. શિક્ષકો માટે અલગથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. નવા એઆઈ આધારિત સોફ્ટવેર અને ઉપકરણો સાથે પોતાને અપડેટ કરી રહ્યા છે. વિદ્યાર્થી મૂલ્યાંકનની પદ્ધતિઓ ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહી છે. આ વર્ષથી તમામ પરીક્ષાઓ અને યુનિટ ટેસ્ટ પણ પેન-પેપર દ્વારા જ લેવામાં આવશે.

યુનિવર્સિટી ઓફ સિડની કહે છે કે એઆઈ વિદ્યાર્થીઓને શીખવામાં મદદ કરી શકે છે, પરંતુ તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો તે જાણવાની જરૂર પડશે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીએ આ કારણથી માર્કિંગ માટે ફરી લેબોરેટરી અને ફિલ્ડવર્ક સાથે મૌખિક પરીક્ષાઓ રજૂ કરી છે.

એઆઈ દ્વારા છેતરપિંડી શોધવા માટેની એપ પણ લોન્ચ થઈ
યુએસની પ્રિન્સ્ટન યુનિવર્સિટીના 22 વર્ષીય કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી એડવર્ડ ટિયાને જીપીટીઝીરો(GPTZero) નામની એપ તૈયાર કરી છે, જે ચેટજીપીટી જેવા એઆઈ સોફ્ટવેર દ્વારા લખાયેલા નિબંધો કે રિસર્ચ પેપરને શોધી કાઢે છે. આનાથી એઆઈ દ્વારા નકલ અટકાવવાનું સરળ બનશે. આ એપ લોન્ચના પહેલા સપ્તાહમાં જ એટલી લોકપ્રિય બની હતી કે 30,000થી વધુ ડાઉનલોડ્સ થતાં એપ્લિકેશન ક્રેશ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...