તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • After America, Britain No Longer Has Space For Patients In Hospitals, 25 Thousand Patients Were Admitted In Britain In A Single Day

કોરોના દુનિયામાં:ફિનલેન્ડમાં ફાઈઝર વેક્સિનની સાઈડ ઈફેક્ટ જોવા મળી; બે દિવસ પહેલાં જ WHOએ ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી હતી

વોશિંગ્ટન9 મહિનો પહેલા
  • દુનિયામાં અત્યાર સુધીમાં 8.44 કરોડથી વધુ કેસ, 18.37 લાખ લોકો મૃત્યુ પામ્યા, 5.97 કરોડ સાજા થયા
  • અમેરિકામાં કોરોનાના કેસનો આંક 2.06 કરોડને પાર પહોંચ્યો, અત્યાર સુધીમાં 3.56 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

અમેરિકાની કંપની ફાઈઝરની કોરોના વેક્સિનની પાંચ લોકોમાં ગંભીર સાઈડ ઈફેક્ટ જોવા મળી છે.ફિનલેન્ડમાં મેડિસિન એજન્સીને આ ફરિયાદ મળી છે. બે દિવસ પહેલાં જ ફાઈઝરને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સમગ્ર વિશ્વમાં ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી હતી.

ફિનિશ YLE બ્રોડકાસ્ટના સમાચાર મુજબ, 27 ડિસેમ્બરથી યુરોપિયન દેશોમાં માસ વેક્સિનેશન ડ્રાઈવની શરૂઆત થઈ હતી. યુરોપે ફાઈઝરને ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી હતી. ફિનલેન્ડના ચીફ ફિઝિશિયન મૈયા કૌકોનેંએ જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ લોકોએ સાઈડ ઈફેક્ટની ફરિયાદ કરી છે. તેમની ડિટેઈલ્સ કોન્ફિડેન્શિયલ છે, તેથી સાર્વજનિક ન કરી શકાય. જો કે ટૂંક સમયમાં જ અમે રિએકશન અંગે જાણકારી અમારી વેબસાઈટ પર અપલોડ કરી દઈશું. તેઓએ જણાવ્યું કે રિએક્શન અંગે કેસ હજુ પણ વધી શકે છે.

વિશ્વમાં અત્યાર સુધીમાં 8.44 કરોડ દર્દી
દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 8.44 કરોડથી વધુ થઈ ગઈ છે. 5 કરોડ 97 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યાર સુધી 18 લાખ 37 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. બ્રિટનમાં આરોગ્ય અધિકારીઓ સામે નવી મુશ્કેલીઓ ઉભી થઈ છે. દેશમાં દર્દીઓની સંખ્યા એટલી ઝડપથી વધી રહી છે કે હોસ્પિટલોમાં બેડ ઓછા પડી રહ્યા છે. શુક્રવારે અહીંયા 28 હજારથી વધુ સંક્રમિતોને દેશોની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બ્રિટનમા પરિસ્થિતી મુશ્કેલ
'CNN' સાથેની વાતચીતમાં બ્રિટિશ આરોગ્ય વિભાગના એક અધિકારી જણાવ્યુ હતું બ્કે, અમારી સામે ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતી ઉભી થઈ રહી છે. દેશના દરેક ભાગમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. તેમાંથી કેટલાક દર્દીઓ એવા છે જેમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવ્યો છે. તેની આરોગ્ય સુવિધાઓ અને અહીંના સ્ટાફ પર ગંભીર અસર પડી રહી છે. આવી સ્થિતિમાં, અમે લોકોને ફ્ક્ત એક જ અપીલ કરીએ છીએ કે તેઓ સરકાર અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું સખત પાલન કરે. જો તે હજી પણ આવું નહીં થાય, તો પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર જવામાં વાર નહીં લાગે. અમારો સ્ટાફ કેટલો સખત કામ કરે છે તે ફક્ત અમે જ જાણીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમને સાથ આપવો તે નાગરિકોની ફરજ છે, કારણ કે અમે તેમના જીવનને બચાવવા માટે કામ કરી રહ્યા છીએ. તેઓ સાવચેતી તો રાખી જ શકે છે. આગામી બે મહિના ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

બ્રિટનની હોસ્પિટલોમાં શુક્રવારે 28 હજારથી વધુ દર્દીઓ દાખલ થયા. એપ્રિલ બાદ આ એક જ દિવસમાં હોસ્પિટલોમાં દાખલ થનાર દર્દીઓનો સૌથી મોટો આંકડો છે. (ફાઇલ)
બ્રિટનની હોસ્પિટલોમાં શુક્રવારે 28 હજારથી વધુ દર્દીઓ દાખલ થયા. એપ્રિલ બાદ આ એક જ દિવસમાં હોસ્પિટલોમાં દાખલ થનાર દર્દીઓનો સૌથી મોટો આંકડો છે. (ફાઇલ)

અમેરિકામાં નવો સ્ટ્રેન સામાન્ય નહીં
અમેરિકાની એક પરીક્ષણ કંપનીએ કહ્યું છે કે અમેરિકામાં હજી સુધી નવો સ્ટ્રેન સામાન્ય નથી અને તેનાથી ગભરાવાની જરૂર નથી. હેલિક્સ નામની એક પનીએ એક નિવેદનમાં કહ્યું કે 31માંથી અમને ફક્ત ચાર નમૂનાઓ મળ્યાં છે જેમાં નવા સ્ટ્રેનની આશંકા છે. અમે તે જાણીએ છીએ કે તે અત્યાર સુધી 30થી વધુ દેશોમાં મળી આવ્યો છે. અમેરિકાના ત્રણ રાજ્યો કોલારેડો, કેલિફોર્નિયા અને ફ્લોરિડામાં પણ નવા સ્ટ્રેનના દર્દી મળી આવ્યા છે. પરંતુ, અમે તેના પર કાબૂ મેળવી શકીએ છીએ.

બ્રિટનમાં સ્કૂલો બંધ
બ્રિટનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેને જોતાં બ્રિટિશ સરકારે આગામી બે સપ્તાહ માટે લંડનની તમામ પ્રાઇમરી સ્કૂલોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અહીં કોરોનાના નવા સ્ટ્રેનના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. શિક્ષણ મંત્રી ગેવિન વિલિયમ્સને કહ્યું કે માધ્યમિક સ્કૂલોને ફરીથી ખોલવાનો નિર્ણય પણ અટકાવી દેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર બ્રિટનમાં 53 હજારથી વધુ નવા કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. 630 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં અહીંયા 25 લાખ 42 હજાર 65 લોકો સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. જેમાંથી 74 હજાર 125 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોની પરિસ્થિતી

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

20,617,346

356,445

12,175,841

ભારત

10,303,409

149,205

9,901,929

બ્રાઝિલ

7,700,578

195,441

6,756,284

રશિયા

3,186,336

57,555

2,580,138

ફ્રાન્સ

2,639,773

64,765

194,221

યૂકે

2,488,780

73,512

ઉપલબ્ધ નહીં

તુર્કી

2,208,652

20,881

2,100,650

ઈટલી

2,107,166

74,159

1,463,111

સ્પેન

1,921,115

50,689

ઉપલબ્ધ નહીં

જર્મની

1,735,819

33,917

1,328,200

(આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.)

અન્ય સમાચારો પણ છે...