• Home
  • International
  • After 76 days in Wuhan, people breathed in the open air, with many leaving the city on the first day

લોકડાઉન હટાવ્યા પછીની તસવીરો / વુહાનમાં 76 દિવસ પછી લોકડાઉનનો અંતઃ બહાર નીકળી લોકો રડી પડ્યા , પ્રથમ દિવસે ઘણા લોકોએ શહેર છોડ્યું

આ તસવીર વુહાન એરપોર્ટની છે. જિલિન વિસ્તારમાં મેડીકલ સ્ટાફના સભ્યો બુધવારે પોતાના ઘરે જતી વખતે સાથી મિત્રોને ગળે મળીને રડી પડ્યા
આ તસવીર વુહાન એરપોર્ટની છે. જિલિન વિસ્તારમાં મેડીકલ સ્ટાફના સભ્યો બુધવારે પોતાના ઘરે જતી વખતે સાથી મિત્રોને ગળે મળીને રડી પડ્યા
X
આ તસવીર વુહાન એરપોર્ટની છે. જિલિન વિસ્તારમાં મેડીકલ સ્ટાફના સભ્યો બુધવારે પોતાના ઘરે જતી વખતે સાથી મિત્રોને ગળે મળીને રડી પડ્યાઆ તસવીર વુહાન એરપોર્ટની છે. જિલિન વિસ્તારમાં મેડીકલ સ્ટાફના સભ્યો બુધવારે પોતાના ઘરે જતી વખતે સાથી મિત્રોને ગળે મળીને રડી પડ્યા

  • કોરોના વાઈરસનો પ્રથમ કેસ ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાંથી નોંધાયો હતો અને દુનિયાભરમાં તે એપિસેન્ટર તરીકે બદનામ થયું હતું
  • વુહાન શહેરના 1.10 કરોડ લોકો 23 જાન્યુઆરીથી ઘરોમાં બંધ હતા
  • લોકડાઉન હટ્યું તો લોકો ઘરોની બહાર નીકળ્યા, બજારોમાં ખરીદી માટે ટોળા ઉમટ્યાં

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 03:27 AM IST

વુહાન. વિશ્વમાં કોરોના વાઈરસનું એપી સેન્ટર બનેલા ચીનના વુહાનમાં બુધવારે અમુક શરતો સાથે 76 દિવસ પછી લોકડાઉન હટાવી દેવાયું છે. એક નવી સવારનું સમગ્ર શહેરીજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. શહેરની ઈમારતોને લાઈટિંગથી શણગારવામાં આવી હતી. અમુક ઈમારતો ઉપર રાતના 12 વાગ્યાથી કાઉન્ટડાઉન શરૂ કરાયું હતું. જોકે લોકડાઉન હટ્યું કે તરત અહીં ફસાઈ ગયેલાં હજારો લોકોએ વુહાન છોડી દીધું છે. પ્રવાસ પરથી પ્રતિબંધ હટી જતાં મોટી સંખ્યામાં લોકો માર્ગો ઉપર, એરપોર્ટ અને રેલવે સ્ટેશનો ઉપર જોવા મળ્યા હતા.


ચીનની નેશનલ રેલ સર્વિસે જણાવ્યું કે એવો અંદાજ છે કે 55 હજાર લોકો બુધવારે વુહાન છોડશે. કોરોનાને રોકવા માટે આ શહેરમાં કડક પ્રતિબંધો લગાવાયા હતા. હવે સ્થિતિ પૂર્વવત્ત કરવા માટે કંપનીઓ પોતાના કર્મચારીઓને કામ ઉપર બોલાવી રહી છે.

ડિસેમ્બરના અંતમાં ચીનના વુહાનથી કોરોના મહામારીની શરૂઆત થઈ હતી. કોરોનાના સંક્રમણને રોકવા માટે અહીં લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. કોરોના કાબૂમાં આવી જતા અહીં 76 દિવસ  પછી લોકડાઉનને હટાવી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ વુહાનમાંથીલોકોને બહાર જવાની પરવાનગી આપી છે. હવે આ શહેરના 1.1 કરોડ લોકો ઘરની બહાર નીકળી શકશે. આ અવસરે યાંગતેજ નદી ઉપર લાઈટ શો થયો. શહેરમાં ઉત્વસનો માહોલ છે. મોટી ઈમારતો અને પુલો ઉપર સ્વાસ્થ્ય કર્મચારીઓ દર્દીઓને લઈ જતા હોય તેવા દૃષ્યો જોવા મળ્યા હતા. હુવાન માટે હીરોઈક સિટીના લખાણ પણ ઘણી જગ્યાએ જોવા મળ્યા હતા. 70થી વધારે દિવસોથી ઘરમાં બંધ લોકો બહાર નીકળતા પોતાની ખુશી વ્યક્ત ન્હોતાં કરી શકતા. ઘણી જગ્યાએ તો આખી બિલ્ડીંગને લોક કરી દેવાઈ હતી.ચીનના 81,802 કુલ કેસ નોંધાયા છે. જેમાં 50 હજાર માત્ર વુહાનમાં નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 3331 છે, જેમા વુહાનમાં 2500થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. વુહાન વિસ્તારમાં 5.6 કરોડ લોકો રહે છે.

હાઈવે ટોસ સ્ટેશન વુહાન

વુહાનના હાઈવે ટોલ સ્ટેશનની આ તસવીર મંગળવારની મધરાત પછીની છે. લોકડાઉન હટતા હજારોની સંખ્યામાં લોકો પોતાની કાર અને વાહનો લઈને શહેર છોડતા નજરે પડે છે.


રેલવે સ્ટેશન વુહાન

લોકડાઉન હટ્યા પછી મોટી સંખ્યામાં લોકો રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. હજુ પણ લોકો અહીં સાવચેતી રાખી રહ્યા છે, ઘણા લોકો પ્રતિકારાત્મક હોઝસૂટ નજરે પડે છે.


મેટ્રો ટ્રેન વુહાન

બુધવારે અહીં રેલવે સર્વિસ શરૂ થઈ હતી.


વુહાન ઈન્ટરનેશનલ એરપોર્ટ

લોકડાઉન હટ્યા પછી વુહાનમાં વિમાની  સેવા પણ શરૂ કરાઈ. સવારે ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સની ફ્લાઈટે પ્રથમ ઉડાન ભરી હતી. પાયલટે લોકોને ગુડબાય કહ્યું હતું.

વુહાનના હજારો પણ ખુલ્યા

લોકડાઉન હટ્યા પછી વુહાનના બજારો ખૂલ્યા હતા. લોકો ફેસ માસ્કનો ઉપયોગ હજુ પણ કરી રહ્યા છે.
આ તસવીર વુહાનની ફિશ બજારની છે. બુધવાર સવારે લોકો અહીં ખરીદી કરવા પહોંચ્યા હતા.


ફેક્ટરીમાં કામ શરૂ

લોકડાઉન હટ્યા પછી વુહાનની ડોંગફેંગ હોન્ડા ફેક્ટરી.  

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી