અફઘાનિસ્તાનનો આ પ્રાંત તાલિબાન મુક્ત:કાબુલથી 150 કિલોમીટર દૂર આવેલું છે પંજશીર, એક પણ વખત તાલિબાન નથી જમાવી શક્યું કબજો; રશિયાને પણ આપી હતી ટક્કર

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પંજશીર પ્રાંતની વસ્તી 1.73 લાખની આસપાસ છે. - Divya Bhaskar
પંજશીર પ્રાંતની વસ્તી 1.73 લાખની આસપાસ છે.
  • 1980ના દાયકામાં સોવિયત રશિયાએ પંજશીર પ્રાંત પર હુમલો કર્યો હતો
  • અફઘાનિસ્તાનના 34 પ્રાંતોમાંથી પંજશીર ઉત્તર-પૂર્વી વિસ્તારમાં આવેલુ છે

અફઘાનિસ્તાન પર 20 વર્ષ પછી ફરીથી તાલિબાને કબજો કર્યો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. લોકો પણ પોતાનો જીવ બચાવવા માટે અહીંથી કોઈપણ ભોગે નીકળવાની કોશિશ કરી રહ્યાં છે. જોકે હાલ પણ અહીં પંજશીર નામના પ્રાંતમાં તાલિબાનનો કબજો નથી. અફઘાનિસ્તાનના 34 પ્રાંતોમાંથી એક એવું પંજશીર અફઘાનિસ્તાનના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં આવેલું છે. આ એ પ્રાંત છે, જેને અગાઉ તાલિબાન કે સોવિયત રશિયા પણ જીતી શક્યું નથી. તે કાબુલથી માત્ર 150 કિલોમીટરના અંતરે આવેલું છે.

પંજશીર ઘાટી કાબુલથી માત્ર 150 કિમી દૂર આવેલી છે
પંજશીર ઘાટી કાબુલથી 150 કિલોમીટર દૂર આવેલી છે. પંજશીરનો અફગાનીમાં અર્થ થાય છે પાંચ સિંહ. આ ઘાટીને અફગાનના પુત્ર અહમદ શાહ મસૂદના નામથી ઓળખવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં અહમદ શાહ મસૂદે માત્ર પંજશીરમાં રશિયનોને જ હરાવ્યા છે એવું નથી પરંતુ તાલિબાનોને પણ પછડાટ આપી છે.

ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ કાબુલથી પંજશીર આવ્યા
15 ઓગસ્ટના રોજ કાબુલ પર તાલિબાનનો કબજો થયો કે તરત જ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહ કાબુલથી પંજશીર દોડી આવ્યા. પંજશીર આવ્યા પછી સાલેહે નિવેદન જાહેર કર્યું કે તે તાલિબાન આતંકીઓ સમક્ષ ક્યારે પણ ઝૂંકશે નહિ. આ સિવાય તે તાલિબાનની સાથે એક છતની નીચે બેસશે પણ નહિ. આવું તેમના કમાન્ડર અહમદ શાહ મસૂદે કર્યું હતું.

સાલેહે અફઘાનિસ્તાનમાં જઈને કર્યું ટ્વિટ
અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ સાલેહને લઈને ચર્ચાઓનું બજાર ગરમ હતું કે તે અફઘાનિસ્તાન છોડીને બીજા કોઈ દેશમાં ભાગી ગયા છે. જોકે સાલેહે તેમના ટ્વિટ પરથી સ્પષ્ટ કર્યું છે કે અફઘાનિસ્તાનમાં જે રીતે તાલિબાન પોતાની જીતનો દાવો કરી રહ્યાં છે, તે સંપૂર્ણ રીતે સાચો નથી કારણ કે પંજશીર ઘાટીથી લઈને અફઘાનિસ્તાનના અલગ-અલગ ખૂણાઓમાં એવી જગ્યાઓ છે, જ્યાં લોકો તાલિબાનની સામે ઝૂંકવા તૈયાર નથી.

અહમદ મસૂદ અને પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહની મીટિંગની એક તસ્વીર.
અહમદ મસૂદ અને પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહની મીટિંગની એક તસ્વીર.

પંજશીર તાલિબાન સાથે ડીલ કરવા તૈયાર નથી
સાલેહની આ ટ્વિટથી એ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પંજશીર ક્યારે પણ તાલિબાનની સાથે ટેબલ પર બેઠક કરીને ડીલ કરવા તૈયાર નથી. પાકિસ્તાને મીડિયાએ સાલેહને લઈને અફવાઓ ઉડાવી કે તે દેશ છોડીને ભાગી ગયા છે. આ અફવાઓ પછી સાલેહે એક તસ્વીર બહાર પાડી. જેમાં તે શહીદ અહમદ મસૂદ શાહના પુત્રની સાથે બેઠેલા જોવા મળી રહ્યાં છે.

અહમદ મસૂદ સંભાળી રહ્યાં છે પંજશીર ઘાટી
અહમદ શાહ મસૂદની હત્યા પછી તેમના પુત્ર અહમદ મસૂદ પંજશીર ઘાટીને સંભાળી રહ્યાં છે. તાલિબાન આજ સુધી પંજશીર ઘાટી પર તેમની મેલી નજર નાંખી શક્યા નથી. અફઘાનિસ્તાનથી આવી રહેલા અલગ-અલગ રિપોર્ટ્સ મુજબ પંજશીર ઘાટીથી તાલિબાનની વિરુદ્ધ જુથબંધીની શરૂઆત થઈ શકે છે.

અહમદ શાહ મસૂદને પંજશીરના શેર(સિંહ)ના નામથી ઓળખવામાં આવતા હતા.
અહમદ શાહ મસૂદને પંજશીરના શેર(સિંહ)ના નામથી ઓળખવામાં આવતા હતા.

રશિયાએ પણ હારનો સામનો કરવો પડ્યો
અહમદ શાહ મસૂદ જે સેનાના કમાન્ડર હતા, તેને નોર્થન એલાયન્સના નામથી વિશ્વમાં ઓળખવામાં આવતી હતી. જ્યારે રશિયાએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો તો માત્ર પંજશીર ઘાટી જ એવી જગ્યા હતી, જ્યાં રશિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. રશિયા પછી તાલિબાન અને અલકાયદાના આતંકીઓએ પણ આ કોશિશ કરી પરંતુ અહમદ શાહ મસૂદની લીડરશીપના પગલે, તે આ ઘાટીની એક ઈંચ જમીન પર પણ પોતાનો કબ્જો જમાવી ન શક્યા.

કોણ છે અમરુલ્લા સાલેહ?

  • અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહ વિશે કહેવામાં આવે છે કે તેમનો જન્મ પંજશીરમાં જ થયો અને તેમને અહમદ શાહ મસૂદની સેનામાં તાલિબાનની વિરુદ્ધ લડાઈ પણ લડી.
  • સાલેહની ટ્રેનિંગ ભારતીય એજન્સીઓએ જ કરી હતી, પહેલા તે અફઘાનિસ્તાનની જાસૂસી એજન્સીના પ્રમુખ બન્યા. પછીથી તે અફઘાનિસ્તાનના ગૃહમંત્રી પણ રહ્યાં અને અંતે તેમને અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ પણ બનાવવામાં આવ્યા.
  • જે તસ્વીર જાહેર કરવામાં આવી છે, તેમાં અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહ અને અફઘાનિસ્તાનના પૂર્વ રક્ષા મંત્રી બિસ્મિલ્લાહ ખાન મોહમ્મદી બેઠેલા દેખાઈ રહ્યાં છે.
  • એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તાલિબાનના શાસનની આગળ ધૂંટણ ન ટેકવનારા અફઘાનિસ્તાનના ઘણા એવા ગ્રુપ છે, જે પંજશીર ગ્રુપની સાથે હાથ મિલાવી શકે છે. જોકે હાલ એ કહેવું ખૂબ મુશ્કેલ છે કે અફઘાનિસ્તાનમાં આગળ જતા કેવી સ્થિતિ સર્જાશે.
અન્ય સમાચારો પણ છે...