તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Afghanistan's Future Is Bleak, Either In The Long Civil War Or In The Return Of The Taliban Regime As It Was In The 1990s.

એક્સપર્ટ એનાલિસિસ:અફઘાનિસ્તાનનું ભવિષ્ય અંધારામાં છે, કાં તો તે લાંબા ગૃહયુદ્ધમાં ઘેરાઈ જશે અથવા 1990ના દાયકામાં હતું એવું તાલિબાનશાસન પાછું ફરશે

એક મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક

તાલિબાને છેલ્લા સપ્તાહમાં અફઘાનિસ્તાનના 34માંથી 19 પ્રાંત પર કબજો કરી લીધો છે અને હવે તે કાબુલની તદ્દન નજીક પહોંચી ગયું છે. તાલિબાની લડવૈયાઓની આ ઝડપે દુનિયાભરના સુરક્ષા વિશ્લેષકોને પરેશાન કરી દીધા છે. તાલિબાને કેટલાક જિલ્લા અને શહેરો પર એકપણ ગોળી ચલાવ્યા વગર કબજો કરી લીધો છે. અમેરિકી લડાકુ વિમાન અફઘાનિસ્તાની સેનાના સમર્થનમાં હવાઈ હુમલો કરી રહ્યા છે, પરંતુ એની કાંઈ ખાસ અસર નથી થઈ રહી.

આ સમયે ઘણાં પ્રાંતો અને શહેરોમાં ભીષણ લડાઈ ચાલી રહી છે. તાલિબાને બલ્ખની રાજધાની અને દેશના ત્રીજા સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફને પણ ઘેરી લીધું છે અને ત્યાં ભારે લડાઈ ચાલી રહી છે. નોર્થર્ન અલાયન્સનું ગઢ મઝાર-એ-શરીફ તાલિબાનને ટક્કર આપી રહ્યું છે. કાબુલ ઘેરાઈ રહ્યું છે અને દુનિયાભરના દેશ પોતાના નાગરિકો અને અધિકારીઓને બહાર કાઢી રહ્યા છે. અમેરિકા અને બ્રિટને પોતાના નાગરિકોની સુરક્ષા માટે સૈન્યબળ મોકલ્યાં છે.

ભાસ્કરે જ્યારે તાલિબાની લડાકુઓને સંપર્ક કર્યો ત્યારે તેઓ જોશમાં નજરે આવ્યા. તાલિબાન સતત આગળ વધવાની તસવીરો જાહેર કરી રહ્યું છે. તેમની સેના અફઘાનિસ્તાનના ભારે હથિયારો પર કબજો જમાઈ રહી છે. તાલિબાનના એક લડાકુએ ભાસ્કરને કહ્યું હતું કે અમને પોતાના પર તથા પોતાની તાકાત પર પૂરો વિશ્વાસ છે, અમારા સાથે અલ્લાહની મદદ છે. શનિવાર સવારે જ તાલિબાને બલ્ખમાં ભારત તરફથી અફઘાન સેનાને આપેલા એક એટેક હેલિકોપ્ટર પર કબજો કર્યાનો દાવો કર્યો છે.

તાલિબાન આટલું ઝડપથી કેવી રીતે આગળ વધી રહ્યું છે?
આ સવાલ તમામના મનમાં ઉદ્ભવી રહ્યો છે કે તાલિબાન આટલું ઝડપથી આગળ કેમનું વધી રહ્યું છે અને અફઘાન સેના આટલી ઝડપી પરાસ્ત કેમની થઈ રહી છે. આ જ સમજવા માટે અમે અફઘાનિસ્તાન યુદ્ધ પર લાંબા સમયથી નજર રાખી રહેલા રક્ષા વિશ્લેષકો સાથે વાતચીત કરી.

કંદહાર અને પશ્ચિમમાં હેરાત પ્રાંત પર કબજો કર્યા પછી તાલિબાનો હવે કાબુલની તદ્દન નજીક પહોંચી ગયા છે.
કંદહાર અને પશ્ચિમમાં હેરાત પ્રાંત પર કબજો કર્યા પછી તાલિબાનો હવે કાબુલની તદ્દન નજીક પહોંચી ગયા છે.

ફરાન જેફરી ઘણાં વર્ષોથી અફઘાનિસ્તાનના યુદ્ધ પર નજર રાખી રહ્યા છે. તેઓ યુકે સ્થિત આતંકવાદ વિરોધી સંસ્થા આઇટીસીટીના ડેપ્યુટી ડાયરેક્ટર છે. પોલ ડી. મિલર અફઘાનિસ્તાનમાં રહે છે. તેઓ CIA અને યુએસની સુરક્ષા પરિષદ સાથે પણ સંકળાયેલા છે. હાલમાં તેઓ જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ફોરેન સર્વિસમાં આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રોફેસર છે.

પ્રોફેસર મિલરનું કહેવું છે કે તાલિબાનની સફળતાથી તેમને આશ્ચર્ય નથી, પરંતુ તાલિબાનની ગતિએ તેમને ચોંકાવી દીધા છે. પ્રોફેસર મિલર કહે છે,"મને જરા પણ આશ્ચર્ય નથી કે જ્યારે અમેરિકાના અફઘાનિસ્તાન છોડવા પર તાલિબાન યુદ્ધ જીતી રહ્યું છે." પરંતુ તાલિબાનની ગતિએ મને આશ્ચર્યચકિત કરી દીધો છે. મને લાગે છે કે આનું એક કારણ એ છે કે અફઘાન સેનાનું મનોબળ હાલમાં પરાસ્ત છે.

તાલિબાનની ગતિ અંગે ટિપ્પણી કરતાં ફરાન જેફરી કહે છે, "તાલિબાન આ ગતિએ આગળ વધ્યું છે એ યોગાનુયોગ નથી, પરંતુ એક સુનિયોજિત વ્યૂહરચના છે. હું ઘણા સમયથી આ યુદ્ધ પર નજર રાખી રહ્યો છું અને એક વાત સાબિત થઈ છે કે કાબુલ સરકાર ખૂબ જ ભ્રષ્ટ હતી, તેના ઘણા નેતા તાલિબાનના સંપર્કમાં હતા. તાલિબાન શાંતિથી જમીન પર પોતાનું હોમવર્ક કરી રહ્યા હતા. અહેવાલો હવે સૂચવે છે કે તાલિબાન નેતાઓ અફઘાનિસ્તાનમાં ઘણા રાજકીય અને લશ્કરી કમાન્ડરોના સંપર્કમાં હતા. તાલિબાને અતિક્રમણ માટે મોટાં શહેરો પર હુમલા કરતાં પહેલાં જ આ લોકોને વિશ્વાસમાં લીધા હશે.

જે સેનાને અમેરિકાએ તૈયાર કરી છે એ હવે વીખરાઈ રહી છે

શનિવારે સવારે ગઝની પ્રાંતમાં તાલિબાને અફઘાન સેનાનાં બે હેલિકોપ્ટર પર કબજો કર્યાનો દાવો કર્યો છે.
શનિવારે સવારે ગઝની પ્રાંતમાં તાલિબાને અફઘાન સેનાનાં બે હેલિકોપ્ટર પર કબજો કર્યાનો દાવો કર્યો છે.

જેફરી કહે છે, જો આ રિપોર્ટ સાચા છે તો આનો મતલબ એ છે કે તાલિબાન લોકલ મિલિટરી અને રાજનીતિક નેતાઓને ચૂપચાપ આત્મસમર્પણ કરવા અથવા મેદાન છોડવા પર મનાવી રહ્યો હતો. આ હજી સ્પષ્ટ નથી કે અફઘાન સેના વિશે કેટલી ગુપ્ત જાણકારી તાલિબાનને પહેલેથી જ મળી ગઈ હતી, પરંતુ બાબત તો પાક્કી છે કે હોમવર્ક વગર તાલિબાન આટલું ઝડપી આગળ વધી શકતા નથી.

ત્યાં પ્રોફેસર મિલરનું માનવું છે કે અફઘાન સેનાનું મનોબળ નબળું પડવાનું કારણ અમેરિકાનું વલણ છે. પ્રોફેસર મિલર કહે છે, આનું એક કારણ એ પણ છે કે અમેરિકી જો બાઈડને અમેરિકાની સેનાનો અફઘાનિસ્તાન છોડવાનો એકતરફી નિર્ણય લીધો છે. તાલિબાને કતારમાં 2020માં થયેલા કરારની પોતાની શરતો પૂરી કરી નથી, તેમ છતાં અમેરિકી સેના પરત ફરી રહી છે. જ્યારે રાષ્ટ્રપતિ બાઈડને અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાને પરત કર્યાનો નિર્ણય લીધો તો તેમણે અફઘાન લોકોને સંદેશ આપ્યો કે આગળ જે પણ થાય, અમેરિકા તો છોડીને જઈ રહ્યું છે. એનાથી અફઘાન સૈનિકોને લાગ્યું કે તેમના પાસે યુદ્ધ લડવાલાયક સંસાધનો જ નહિ હોય, એવામાં એ નિર્ણય પર પહોંચ્યા કે તેમની પાસે લડાઈનું કોઈ કારણ જ નથી.

9/11ના હુમલા બાદ અલ-કાયદાને નાબૂદ કરવા અમેરિકા અફઘાનિસ્તાન આવ્યું હતું. ત્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનનું શાસન હતું. હવે વીસ વર્ષ પછી અમેરિકા અફઘાનિસ્તાનમાં સ્થિરતા અને શાંતિ લાવવાના તેના રાજકીય ઉદ્દેશોને પૂર્ણ કર્યા વિના પાછું ફરી રહ્યું છે. અમેરિકાની સેનાએ હજુ સુધી અફઘાનિસ્તાનને સંપૂર્ણપણે છોડ્યું નથી અને અમેરિકાએ વીસ વર્ષથી જે અફઘાન સૈન્ય તૈયાર કર્યું હતું એ પત્તાંની જેમ વેરવિખેર થઈ રહ્યું છે.

માત્ર સ્પેશિયલ ફોર્સિસના ભરોસે રહેવું અફઘાનની મોટી ભૂલ

શનિવાર સવારે તાલિબાનીઓએ પત્કિયા પ્રાંતની રાજધાની શરનાન પર કબજો કર્યો હતું, તેથી હવે તે લોકો કાબુલથી ખૂબ જ નજીક પહોંચી ગયા છે.
શનિવાર સવારે તાલિબાનીઓએ પત્કિયા પ્રાંતની રાજધાની શરનાન પર કબજો કર્યો હતું, તેથી હવે તે લોકો કાબુલથી ખૂબ જ નજીક પહોંચી ગયા છે.

અમેરિકાએ કેટલાક મહિનાઓમાં જ તાલિબાનને સત્તાથી હટાવી દીધા હતા. મોટા ભાગના લોકોએ માની લીધું હતું કે તાલિબાન હવે નાબૂદ થઈ જશે, પરંતુ જેફરી કહે છે કે આ માનવું ખોટું હતું.

જેફરી કહે છે, લોકો તાલિબાનને વર્ષો પહેલાં નાબૂદ થઈ ગયા હોવાનું માનતા હતા. એ સૌથી મોટી ભૂલ હતી. તાલિબાન ક્યારેય અફઘાનિસ્તાનને સંપૂર્ણપણે છોડ્યું ન હતું. અફઘાનિસ્તાનમાં નાટો અને અમેરિકાનાં સુરક્ષાદળો તેમની સફળતાની ટોચ પર હતા ત્યારે પણ તાલિબાનો સંપૂર્ણપણે નાશ પામ્યા ન હતા. તાજેતરનાં વર્ષોમાં તાલિબાન ફરીથી કેમ વધ્યા છે એનાં ઘણાં કારણો છે, પરંતુ એનું સૌથી મોટું કારણ એ છે કે અફઘાન સરકાર સ્થાનિક સ્તરે સક્ષમ સૈન્ય અને પોલીસ દળ સ્થાપવામાં નિષ્ફળ ગઈ હતી.

અમેરિકાએ અફઘાનિસ્તાનની સેના બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કર્યું હતું. તેને શસ્ત્રો અને તાલીમ આપવામાં આવી હતી, પરંતુ અફઘાન સેના હવે તાલિબાન સામે ટકી શકી નથી.

ફરાન જેફરી કહે છે, "અફઘાનિસ્તાનમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં અફઘાન સેનાએ લડ્યા વિના તાલિબાનને તેના અડ્ડાઓ સમર્પિત કરવાનું ચાલુ રાખ્યું હતું." પછી આર્મીના વિશેષ દળો તેમને તાલિબાનથી મુક્ત કરશે અને તેમને નિયમિત સેનાને સોંપશે અને તેઓ તેમને ફરીથી ગુમાવશે. અફઘાનિસ્તાનનાં વિશેષ દળો દેશના દરેક મોરચે લડી શક્યા ન હતા. વૈચારિક રીતે, વિશેષ દળોનો વિકાસ નિયમિત સેના કરતાં વધુ કરવામાં આવ્યો હતો, પરંતુ અફઘાન સરકાર શહેરોની સલામતી માટે માત્ર વિશેષ દળો પર નિર્ભર હતી અને આ એક મોટી ભૂલ સાબિત થઈ રહી છે.

તાલિબાનના લડાકુઓએ કુંદુઝમાં અફઘાનના એક લડાકુ વિમાનને કબજે લેવાનો દાવો કર્યો છે.
તાલિબાનના લડાકુઓએ કુંદુઝમાં અફઘાનના એક લડાકુ વિમાનને કબજે લેવાનો દાવો કર્યો છે.

નિષ્ણાતો માને છે કે અફઘાન સૈન્ય પાસે શસ્ત્રો અને તાલીમ હતી, પરંતુ એ સ્થાનિક લોકોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગઈ હતી. ફરાન જેફરી કહે છે, "અફઘાન સેનાની હારનું બીજું કારણ એ છે કે સ્થાનિક સ્તરે સેનાનો રેકોર્ડ ખૂબ જ નબળો રહ્યો છે." ઘણાં વર્ષોથી અફઘાન સેના પર માનવ અધિકારોના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. સ્થાનિકો માટે પ્રશ્ન એ હતો કે તેઓ કોને વધુ નાપસંદ કરે છે. અફઘાન સરકાર અને તેનાં સુરક્ષા દળો અથવા તાલિબાનને. તાલિબાને તાજેતરનાં વર્ષોમાં સ્થાનિક સ્તરે કૂટનીતિનો ઉપયોગ કર્યો છે અને લોકોને ભેગા કરવાનો પ્રયાસ કર્યો છે. તેથી જ તાલિબાન દ્વારા એકપણ ગોળી માર્યા વિના ઘણા વિસ્તારો કબજે કરવામાં આવ્યા હતા.

તાલિબાને છેલ્લા બે દિવસમાં કંદહાર અને હેરાત જેવાં મોટાં અને મહત્ત્વપૂર્ણ શહેરો પર કબજો કર્યાં છે. તેના લડવૈયાઓ હવે કાબુલની ખૂબ નજીક છે. અફઘાન સરકારે શુક્રવારે યોજાયેલી સુરક્ષા પરિષદની બેઠકમાં તાલિબાન સામે મુકાબલો કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ સવાલ એ છે કે તાલિબાન સમક્ષ કાબુલ કેટલો સમય ટકી રહેશે.

પ્રોફેસર મિલર કહે છે, "મને ખબર નથી કે કાબુલ કેટલો સમય સ્પર્ધા કરી શકશે. અફઘાનિસ્તાનનું ભવિષ્ય અંધારામાં છે. કાં તો અફઘાનિસ્તાન લાંબા ગૃહયુદ્ધમાં ઘેરાઈ જશે અથવા 1990ના દાયકામાં હતું એવું તાલિબાન શાસન પાછું આવશે. તાલિબાન લડ્યા વિના ઘણાં શહેરો પર વિજય મેળવી રહ્યા છે, કારણ કે અફઘાન સૈનિકોનું મનોબળ તૂટી ગયું છે. તેમને લાગે છે કે તેઓ અમેરિકન સમર્થન વિના યુદ્ધ જીતી શકશે નહીં.

તાલિબાન હાલમાં કાબુલ પર હુમલો કરવાની સ્થિતિમાં છે અને તેમની સ્થિતિને વધુ મજબૂત કરી રહ્યા છે. ફરાન જેફરી કહે છે, "જો તાલિબાન અને સરકાર વચ્ચે ટૂંક સમયમાં કોઈ સમજૂતી નહીં થાય તો તાલિબાન કાબુલ પર કબજો કરવાનો પ્રયાસ કરી શકે છે." તાલિબાન હાલમાં અશરફ ગનીનું રાજીનામું ઇચ્છે છે, કારણ કે તેમણે ક્યારેય કેન્દ્ર સરકારને માન્યતા આપી નથી. તેઓ ઇચ્છે છે કે વચગાળાની સરકાર બને અને તેમણે તેની સાથે સમાધાન કરવું જોઈએ અને ભાવિ સરકારમાં મોટો હિસ્સો મેળવવો જોઈએ.

અમેરિકાની મદદ વગર તાલિબાન સાથે ટક્કર લેવી સંભવ નથી

આ અફઘાનિસ્તાનના લોગારની તસવીર છે, જ્યાં તાલિબાને જેલ તોડીને પોતાના બંધક લડાકુઓને છોડાવી લીધા હતા.
આ અફઘાનિસ્તાનના લોગારની તસવીર છે, જ્યાં તાલિબાને જેલ તોડીને પોતાના બંધક લડાકુઓને છોડાવી લીધા હતા.

તાલિબાનની સૌથી મુખ્ય માગ દેશમાં શરિયા કાયદો (ઇસ્લામિક કાયદો) રજૂ કરવાની છે. કાબુલ પાસે હવે વધુ સમય નથી, કારણ કે તાલિબાને પડોશી પ્રાંત લોગાર પર કબજો કર્યો છે. તેઓ ચારેબાજુથી કાબુલને ઘેરી લીધું છે. તાલિબાન હવે કાબુલ પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. '

એક અંદાજ મુજબ, તાલિબાન સાથે લગભગ 70,000 લડવૈયા છે અને અફઘાન સરકારની સેના પાસે 3.5 મિલિયનથી વધુ છે. અફઘાન સેના પાસે વાયુસેના અને વિદેશી દળોની મદદ પણ છે. તાલિબાન પાસે કોઈ વાયુસેના નથી. તેમની પાસે અફઘાન સૈન્ય કરતાં ઓછાં ભારે શસ્ત્રો પણ હતાં. સવાલ એ ઊભો થાય છે કે અફઘાન સેના આટલી નબળી કેમ સાબિત થઈ રહી છે.

એનું કારણ સમજાવતાં જેફરી કહે છે, "અફઘાન સુરક્ષાદળોની બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે તેમની પાસે કાગળ પર જેટલા સૈનિકો છે તેટલા સૈનિકો નથી. આને ઘોસ્ટ સૈનિક કહેવામાં આવે છે. અફઘાનિસ્તાન પર નજર રાખનારા તમામ લોકો આ બાબતથી વાકેફ છે. અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી એક સૈન્ય માટે ભંડોળ મળી રહ્યું હતું, જે જમીન પરતે સંખ્યામાં અસ્તિત્વમાં ન હતું. તેમાં કોઈ શંકા નથી કે કાબુલ અમેરિકા અને નાટોની મદદ વિના લાંબા સમય સુધી તાલિબાન સામે ટક્કર નહી લઈ શકે.

મેં ક્યારેય આ અનુમાન નહોતું લગાવ્યું કે તાલિબાન આટલા ઝડપથી કબજો કરશે. મેં વિચાર્યું હતું કે તાલિબાનને આટલી ઝડપથી કબજો હાંસલ કરવા કેટલાક મહિનાઓ લાગી જશે. હું હંમેશાં અફઘાનિસ્તાન સરકારની કાર્યક્ષમતાની આલોચના કરતો આવ્યો છું, પરંતુ કદાચ મેં પણ તેમની ક્ષમતાને વાસ્તવિકતાથી વધુ આંકી હતી. હવે લાગી રહ્યું છે કે મારી સંભાવના ખોટી હતી. હવે કાબુલ કોઈપણ સમયે હારી શકે છે.

અન્ય સમાચારો પણ છે...