તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Afghanistan Women Girls Crisis | Women And Girls Of Afghanistan Forced Into Marriage At Kabul Airport Due To Fear Of Taliban Now US On Alert

તાલિબાનની દહેશત:દેશ બહાર મોકલવા માટે અફઘાનીઓએ પોતાની દીકરીઓનાં લગ્ન કાબુલ એરપોર્ટ બહાર જ કરાવી દીધાં; USએ માનવ તસ્કરી ગણાવી, તપાસ શરૂ

કાબુલ18 દિવસ પહેલા
  • માન્ય ડોક્યુમેન્ટ્સ ધરાવતા છોકરાઓેને પૈસા આપીને લગ્ન કરાવવામાં આવે છે
  • પોતાની દીકરીઓને તાલિબાનોના ત્રાસથી બચાવવા પેરન્ટ્સ મજબૂર

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી દુનિયાને સૌથી વધુ ચિંતા ત્યાંની મહિલાઓની થઈ રહી છે. પરિસ્થિતિ એટલી ભયાનક છે એનો અંદાજો આ વાત પરથી જ લગાવી શકાય છે કે દીકરીઓને વતન છોડાવવા માટે તેમના પેરન્ટ્સ કાબુલ એરપોર્ટની બહાર જ તેમનાં લગ્ન કરાવી દે છે. એનું કારણ માત્ર એટલું જ કે તેમની દીકરીઓ તાલિબાનના હાથમાં ન આવી જાય. આ ઘટના 30 ઓગસ્ટ પહેલાંની છે.

આ મામલાની જાણકારી અમેરિકી એડમિનિસ્ટ્રેશનને મળી ચૂકી છે. અમેરિકી વિદેશ મંત્રાલયે ગૃહ અને રક્ષા મંત્રાલયને આ ઘટનાઓની જાણકારી આપતાં એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. મામલાની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

માનવ તસ્કરીનો કેસ
CNNએ અમેરિકી અધિકારીઓના આધારે આ ઘટસ્ફોટ કર્યો છે. રિપોર્ટ અનુસાર, આ માનવ તસ્કરીનો સીધો કેસ છે. હા, એ વાત જુદી છે કે અફઘાન માતાપિતા અથવા છોકરીઓએ અત્યંત મજબૂરી અને તાલિબાનના જુલમના ઇતિહાસને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું હતું.

અફઘાની મહિલા- ફાઈલ ફોટો
અફઘાની મહિલા- ફાઈલ ફોટો

છોકરીઓએ પોતે જ ઘટસ્ફોટ કર્યો હતો
UAEમાં આ મામલો સામે આવ્યો હતો. વાસ્તવમાં અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવેલા મોટા ભાગના લોકોને અમેરિકાએ અન્ય દેશોના રેફ્યૂજી કેમ્પમાં રાખ્યા છે. અહીં કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા પછી તેમને વિવિધ દેશો અને યુ.એસ. મોકલવામાં આવશે. આ પછી નિયમો હેઠળ શરણાર્થી અથવા નાગરિકનો દરજ્જો આપવામાં આવશે. યુએઈમાં તપાસ દરમિયાન કેટલીક છોકરીઓએ અમેરિકન અધિકારીઓને જણાવ્યું હતું કે તેમનાં માતાપિતાએ તેમને કાબુલ એરપોર્ટની બહાર લગ્ન કરવા દબાણ કર્યું હતું. છોકરીઓના જણાવ્યા અનુસાર, તેમનાં માતાપિતા ઇચ્છતાં ન હતાં કે તેઓ તાલિબાન શાસન દરમિયાન દેશમાં રહે, કારણ કે તેઓ તાલિબાન જુલમનો ભોગ બની શકે છે.

છોકરાઓને પૈસા પણ આપ્યા
રિપોર્ટ અનુસાર, કેટલાક કેસ તો વધુ ચોંકાવનારા છે. છોકરીઓનાં માતાપિતા અથવા પરિવારે એવા લોકો અથવા છોકરાઓ માટે એરપોર્ટની બહાર શોધખોળ કરી હતી, જેમની પાસે દેશ છોડવા માટે સત્તાવાર દસ્તાવેજો હતા. માતા-પિતાએ આ લોકોને મોટી રકમ ચૂકવી, જેથી તેઓ તેમની દીકરીઓને દેશમાંથી બહાર કાઢી શકે. કેટલાક કિસ્સાઓમાં છોકરાઓએ પૈસા લીધા અને છોકરીઓને પત્ની ગણાવી અને પછી તેમને અફઘાનિસ્તાનમાંથી બહાર પહોંચાડી દીધી.

હવે અમેરિકા એલર્ટ
UAEમાં હાજર અમેરિકન અધિકારીઓએ આ કેસોની જાણ વિદેશ મંત્રાલયને કરી હતી. વિદેશ મંત્રાલય, વિદેશ વિભાગે હોમલેન્ડ સિક્યોરિટી અને સંરક્ષણ વિભાગને આ મામલે તપાસ કરવા અને સતર્ક રહેવા જણાવ્યું હતું. રિપોર્ટ અનુસાર, આવા કેટલા કેસ નોંધાયા છે એના આંકડા ઉપલબ્ધ નથી. જોકે યુએઈમાં અમેરિકાના રાજદ્વારીઓ હવે ઊંડી ચકાસણી કરી રહ્યા છે. આ છોકરીઓની ઓળખ કરવામાં આવી રહી છે, કારણ કે આ માનવ તસ્કરીનો કેસ છે.

આ બધું આખરે ક્યારે બન્યું
તાલિબાન પહેલીવાર 1996થી 2001 દરમિયાન સત્તામાં હતું. એ વખતે તેમના જુલમનો સૌથી વધુ શિકાર બની હતી તે મહિલા. સ્કૂલ અને કોલેજો બંધ કરવામાં આવી હતી. શટલકોક બુરખો પહેરવો જરૂરી હતો અને ઘરની બહાર નીકળવા પર પુરુષ સાથે હોવો જરૂરી હતો. ઘણી છોકરીઓ જોડે તાલિબાનોએ જબરદસ્તી નિકાહ કરી દીધા. જોકે આ વખતે તાલિબાનો મહિલાઓના હક્ક માટેની વાતો કરી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓ જણાવે છે કે અફઘાન નાગરિકોને તાલિબાનો પર સહેજ પણ વિશ્વાસ નથી.

અન્ય સમાચારો પણ છે...