તાલિબાની આતંકવાદી એક સપ્તાહમાં અફઘાનિસ્તાનના 10 રાજ્યોમાં કબજો કરી ચૂક્યા છે. હવે તેમનો ગઝની પર પણ કબજો છે, જે રાજધાની કાબુલથી માત્ર 150 કિમી દૂર છે. એટલે કે તાલિબાની ટૂંક સમયમાં કાબુલ પર પણ કબજો કરી શકે છે અને તેના પછી આખું અફઘાનિસ્તાન તેમના કબજામાં હશે. આ દરમિયાન, અફઘાનિસ્તાન સરકારે સમજૂતીનો પ્રયત્ન કર્યો છે.
કતારમાં તાલિબાનિયો સાથે વાત-ચીત કરી રહેલા સરકારી અધિકારીઓએ હિંસા પૂર્ણ કરવા માટે સમજૂતીની ઓફર મૂકી છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે, અફઘાન સરકાર તાલિબાની સાથે સત્તાની વહેંચણી કરવા માંગે છે કે જેથી તે દેશમાંથી યુદ્ધ પૂરુ કરી શકે.
કાબુલ પર કબજો મેળવવા 3 મહિના લાગી શકે છે
ગુરુવારે તાલિબાને અફઘાનિસ્તાનના 10માં રાજ્યની રાજધાની ગઝની પર કબજો કર્યો છે. અહી કાલ સુધી જે ગવર્નર ઓફિસ, પોલીસ હેડક્વોટર અને જેલ સરકારના કબજામા હતા તે દરેક પર હવે તાલિબાનના આતંકીઓનું નિયંત્રણ છે. ગઝની અને કાબુલનું અંતર માત્ર 150 કિલોમીટર છે.
અફઘાનિસ્તાનના લોકોની આશા હવે દિવસેને દિવસે તૂટતી જાય છે, જેઓ અલગ-અલગ શહેરોથી કાબુલ આ આશા દ્વારા પહોંચ્યા છે કે દેશની રાજધાની કાબુલમાંતો આતંકવાદી પહોચી નહી શકે. અમેરિકા સહિત કેટલાક દેશોના ડિફેન્સ એક્સપર્ટ માનીને ચાલી રહ્યા હતા કે તાલિબાનને કાબુલ પર કબજો મેળવવા 3 થી 6 મહિનાનો સમય લાગી શકે છે, પરંતુ તેમના દાવા ખોટા સાબિત થતા જાય છે.
ગઝની રાજ્ય પરિષદના પ્રમુખ નસીર અહમદ ફકીરીએ ન્યુઝ એજન્સીએ જણાવ્યું કે ગઝની પ્રોવિંસના કેટલાક શહેરોમાં તાલિબાન અને અફઘાન સેના વચ્ચે લડાઈ ચાલુ છે. પરંતુ મહત્તમ હિસ્સો આતંકિયોના કબજામાં આવી ચૂક્યો છે. તાલિબાન પણ ગઝની પર કબજો કરવાનું એલાન કરી ચૂક્યું છે.
તાલિબાન દ્વારા 7 દિવસમાં 10 રાજ્યોની રાજધાનીઓ પર કબજો
1. જરાંજ: આ અફઘાનિસ્તાનના કોઈ રાજ્યની પહેલી રાજધાની હતી, જેના પર તાલિબાન કબજો જમાવી બેઠુ છે. 6 ઓગસ્ટે આતંકિઓએ આ શહેર પર કબજો કર્યો હતો.
2. શબરગાન: તાલિબાનના હાથે આવનારી આ અફઘાનિસ્તાનની બીજી રાજધાની હતી, જરાંજ પર કબજો જમાવ્યા પછી 24 કલાકની અંદર 7 ઓગસ્ટે શબરગાન તાલિબાનીઓના કબજમાં આવી ગયું હતું.
3. સર-એ-પોલ: તાલિબાને 8 ઓગસ્ટે આ શહેર પર કબજો કર્યો હતો. આ રાજ્યમાં 7 જિલ્લા અને 896 ગામ છે.
4. કુંદુઝ: તે ઉત્તરી અફઘાનિસ્તાનમાં કુંદુઝ રાજ્યની રાજધાની છે. તેની વસ્તી લગભગ ૪ લાખ છે. તાલિબાને ૮ ઓગસ્ટે તેને કબજે કર્યો હતો.
5. તાલેકાન: તાલિબાને 8 ઓગસ્ટે કુંદુઝની સાથે તાલેકાન પર પણ કબજો કર્યો હતો. તે તખર પ્રાંતની રાજધાની છે. તેની વસ્તી 2006માં 2 લાખની નજીક હતી.
6. એબક: તે તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાન રાજ્યની છઠ્ઠી રાજધાની હતી. તે 9 ઓગસ્ટે આતંકવાદીઓના કબજામાં આવી હતી.
7. ફરાહ: તે પશ્ચિમ અફઘાનિસ્તાનનું સૌથી મોટું શહેર છે. તેની સરહદ ઈરાન સાથે છે. તેને તાલિબાને 10 ઓગસ્ટે કબજે કર્યો હતો.
8. પુલ-એ-ખુમરી: આ શહેર બઘલાન પ્રાંતની રાજધાની છે. તે કુંદુઝથી 100 કિલોમીટર અને મઝાર એ શરીફથી 200 કિલોમીટર દૂર છે. તેને તાલિબાને 10 ઓગસ્ટે કબજે કર્યો હતો.
9. ફૈઝાબાદ: અફઘાનિસ્તાનના પામર ક્ષેત્રનું વ્યાપારી કેન્દ્ર છે. તે બડખ્શાન પ્રાંતની રાજધાની છે. તેને તાલિબાને ૧૧ ઓગસ્ટે કબજે કર્યો હતો.
10. ગઝની: કાબુલથી કંધાર સુધીનો માર્ગ આ શહેરમાંથી પસાર થાય છે. વસ્તી લગભગ 2 લાખ છે. તેને તાલિબાને તેના પર ૧૨ ઓગસ્ટે કબજો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.