તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવ બચાવવા સંઘર્ષ:મહિલા પોલીસ અધિકારી ગુલફરોઝ તાલિબાનની ચુંગાલથી બચવા કાબુલમાં છુપાતાં ફરી રહ્યાં છે, અમેરિકન સૈનિકોએ પણ મદદ ના કરી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોના પરત ફર્યા પછી અફઘાની ઓફિસર અને કર્મચારીઓમાં ભયનો માહોલ બનેલો છે. તેમને ડર છે કે તાલિબાન તેમને શોધીને ક્રૂરતાપૂર્વક મારી નાખશે. આવી ઘણી ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. હવે અફઘાન પોલીસ ફોર્સની એક મોટી મહિલા અધિકારીની દર્દભરી કહાની સામે આવી છે. આ મહિલા ઓફિસરનું નામ ગુલફરોઝ એબ્ટેકર છે. 15 ઓગસ્ટ બાદથી જ ગુલફરોઝ પ્રયત્ન કરી રહી છે કે ગમે તેમ કરીને અફઘાનિસ્તાન છોડીને બીજા કોઈ દેશ જઈ શકે. એ માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યાં, ભૂખ્યાં રહ્યાં. તાલિબાને નિર્દયતાપૂર્વક માર પણ માર્યો. હવે તેઓ કાબુલમાં છુપાઈને ફરી રહ્યાં છે, જેથી તાલિબાન તેમને પકડીને મોતને ઘાટ ના ઉતારી દે.

ગોળીઓ વરસતી જોઈ
ગુલફરોઝે તેમની કહાની એક રશિયન અખબારને કહી છે. એને અમેરિકન અખબાર ન્યૂયોર્ક પોસ્ટ દ્વારા અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવી છે. એમાં ગુલફરોઝ કહે છે, હું કાબુલ પોલીસમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિંગની ડેપ્યુટી ચીફ હતી. ઘણીવાર મીડિયામાં દેખાતી હતી, તેથી બધા મારો ચહેરો ઓળખી ગયા હતા. તાલિબાનને પણ આ વિશે ખ્યાલ હશે.

34 વર્ષીય ગુલફરોઝના જણાવ્યા અનુસાર, તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કબજો મેળવ્યા બાદ તેઓ દેશ છોડવા માગતાં હતાં. આ માટે તેઓ કાબુલ એરપોર્ટ પહોંચ્યાં હતાં. તેમણે ગોળીઓના વરસાદ વચ્ચે પાંચ રાત ભૂખ્યા-તરસ્યા વિતાવી. ત્યાંની પરિસ્થિતિ સમજાવી શકાતી નથી. મેં જોયું કે સ્ત્રીઓ અને બાળકો મારી આંખો સામે મરી રહ્યાં છે.

કોઈ મદદ માટે આગળ ન આવ્યું
ગુલફરોઝ આગળ કહે છે. મેં ઘણા દેશોમાં દૂતાવાસોને સંદેશા મોકલ્યા હતા. જીવ બચાવવા વિનંતી કરી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે કાબુલ એરપોર્ટ પર તહેનાત અમેરિકન સૈનિકો મદદ કરશે. અમે રેફ્યૂજી કેમ્પમાં પણ ગયાં હતાં. એવું લાગતું હતું કે ત્યાં સલામત રહીશું. મેં ત્યાંના અમેરિકન સૈનિકોને મારા દસ્તાવેજો, પાસપોર્ટ અને આઈડી કાર્ડ બતાવ્યા. તેમણે મને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે? મેં કહ્યું, "કોઈપણ દેશ, જ્યાં હું સલામત રીતે રહી શકું." તેમણે આ અંગે ઓકે પણ કહ્યું હતું.

પરંતુ હવે ગુલફરોઝ અમેરિકી સૈનિકોના આ વલણથી ખૂબ દુ:ખી છે. તેઓ આગળ કહે છે, અમેરિકી ઓફિસરે મને ઓકે કહ્યા પછી એક સૈનિકને ઈશારો પણ કર્યો હતો. અમને લાગ્યું કે તેઓ અમને પ્લેનમાં બેસાડશે અથવા તો સિક્યોરિટી આપવાના છે, પરંતુ તેઓ અમને રસ્તા પર લઈ ગયા અને બંદૂક બતાવીને ભાગવા માટે કહ્યું. હું સમજી ગઈ કે લોકોમાં હવે માણસાઈ બચી નથી.

તાલિબાનો ઘરે આવ્યા હતા
જ્યારે તેઓ એરપોર્ટ જઈ રહ્યાં હતાં ત્યારે તાલિબાન તેમને ઓળખી તો ના શક્યા, પરંતુ રસ્તામાં જ નિર્દયતાપૂર્વક માર માર્યો. પથ્થર પણ માર્યા. જેમ-તેમ કરીને ગુલફરોઝ ઘરે પહોંચ્યા તો માએ જણાવ્યું- બેટા તને તાલિબાનો શોધી રહ્યા છે. ભયને કારણે તેઓ ઘર પર ના રોકાયાં અને સોસાયટીના એક મકાનમાં જ જઈને છુપાઈ ગયાં. ત્યાર બાદ તેમણે ઈન્ટરવ્યુ આપ્યો. ન્યૂયોર્ક પોસ્ટે આ વિશેની જાણકારી અમેરિકી સેન્ટ્રલ કમાંડને સોંપીને આનો જવાબ માગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...