તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Afghanistan Tolo News Journalist Death; Ziar Khan Yaad Clarifies Over His Death Reports In Taliban In Kabul

રિપોર્ટરે આપવો પડ્યો જીવતા હોવાનો પૂરાવો:સોશિયલ મીડિયા પર તાલિબાનીઓની મારપીટથી મોતના સમાચાર વાઈરલ થયા; ટ્વિટ કરી સ્પષ્ટતા કરવી પડી

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૂગલ ટ્રાન્સલેટરની મદદથી ટ્રાન્સલેટ કરી સમાચાર પોસ્ટ કરતા અર્થનો અનર્થ થઈ ગયો

અફઘાનિસ્તાનના સૌથી મોટા મીડિયા હાઉસ ટોલો ન્યૂઝના રિપોર્ટર ઝિયાર ખાનની મોતના સમાચાર ગુરુવારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયા. ઘણા મીડિયા હાઉસે આ સમાચારને કવર કર્યા અને લોકોએ ઝિયારના મોત પર દુ:ખ વ્યક્ત કરવાનું શરુ કરી દીધુ, પરંતુ આશરે 30 મીનિટ પછી જાણ થઈ કે જે રિપોર્ટરની મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે તો જીવંત છે. ઝિયારે ટ્વિટ કરીને જણાવ્યું કે તે ઘાયલ જરુર છે, પણ તેનું મોત નથી થયું.

સોશિયલ મીડિયામાં મોતના સમાચાર વાઈરલ થતા આ ટ્વિટ કરીને તેમણે સ્પષ્ટતા કરવી પડી
સોશિયલ મીડિયામાં મોતના સમાચાર વાઈરલ થતા આ ટ્વિટ કરીને તેમણે સ્પષ્ટતા કરવી પડી

મોતના સમાચાર કેમ વાઈરલ થયા
ટોસો ન્યૂઝના પત્રકાર ઝિયાર ખાન અફઘાનિસ્તાનની સ્થિતિને નજીકથી કવર કરી રહ્યા હતા. બુધવારે તેઓ સાથી કેમેરામેન સાથે કાબુલમાં ગરીબી અને લોકોની હાલત પર કવરેજ કરી રહ્યા હતા. અચાનક તાલિબાનના કેટલાક લડાકુઓ એક લેન્ડ ક્રુઝર પર સવાર થઈ ત્યાં આવી પહોંચ્યા અને તેમની સાથે મારપીટ શરુ કરી દીધી. સશસ્ત્ર તાલિબાનીઓએ તેમનો કેમેરો તાડી નાખ્યો, ફોન ઝૂંટવી લીધો અને ખરાબ રીતે માર માર્યો. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ પોસ્ટ પછી સોશિયલ મીડિયામાં રિપોર્ટરના મોતના સમાચાર વાઈરલ થવા લાગ્યા
આ પોસ્ટ પછી સોશિયલ મીડિયામાં રિપોર્ટરના મોતના સમાચાર વાઈરલ થવા લાગ્યા

ગૂગલ ટ્રાન્સલેટરની ભૂલ ભારે પડી
ટોલો ન્યૂઝે ગુરુવારે રાત્રે 10:45 વાગ્યે પશ્તો ભાષામાં તેની ન્યૂઝ વેબસાઇટ પર આ સમાચાર પ્રકાશિત કર્યા હતા. તેમણે તેને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતાં. પશ્તોમાં તેમણે હેડિંગમાં લખ્યું હતું કે ટોલો ન્યૂઝના રિપોર્ટર પર તાલિબાને કાબુલમાં હુમલો કર્યો હતો. ગૂગલ ટ્રાન્સલેટર મારફતે હેડિંગને અગ્રેજીમાં બદલવા પર તેનો અર્થ અલગ થઈ ગયો. અનુવાદ બાદ એવી માહિતી મળી હતી કે તાલિબાને કાબુલમાં ટોલો ન્યૂઝના રિપોર્ટરની હત્યા કરી હતી. આ પોસ્ટ બાદ જ ઝિયારની હત્યાના સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...