અફઘાનિસ્તાન પ્રત્યે USની ઉદાસીનતા:રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું- અફઘાનોએ તાલિબાન સામે જાતે જ લડવું પડશે, અમેરિકન આર્મીને પરત બોલાવવાનો અફસોસ નથી

વોશિંગ્ટનએક વર્ષ પહેલા
  • અફઘાન રાષ્ટ્રપતિ ગની બુધવારે મુશ્કેલીમાં મુકાયેલા સૈનિકોની મદદ માટે ઉત્તરી શહેર મઝાર-એ-શરીફ માટે રવાના થયા
  • અફઘાનિસ્તાનના 65 ટકા હિસ્સા પર તાલિબાનનો કબજો

અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની બુધવારે પોતાના મુશ્કેલીમાં મુકાયેલા સૈનિકોની મદદ માટે ઉત્તરી શહેર મઝાર-એ-શરીફ માટે રવાના થયા છે. તાલિબાને છેલ્લા એક સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં દેશની પ્રાંતીય રાજધાનીઓના મોટા ભાગ પર કબજો કરી લીધો છે.

અફઘાનિસ્તાનના 65 ટકા હિસ્સા પર તાલિબાનનો કબજો
અફઘાનિસ્તાનના 65 ટકા હિસ્સા પર તાલિબાને કબજો કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અફઘાન નેતાઓને પોતાની માતૃભૂમિ માટે લડવાની અપીલ કરી છે. બાઈડને વ્હાઈટ હાઉસમાં કહ્યું હતું કે અફઘાન નેતાઓએ એક થવું પડશે. અફઘાન સૈનિકોની સંખ્યા તાલિબાનથી વધુ છે અને તેમણે લડવું જોઈએ. તેમણે પોતાના દેશ માટે લડવું પડશે.

રાષ્ટ્રપતિ ગની બુધવારે મઝાર-એ-શરીફ માટે રવાના થયા
બાઈડને વધુમાં કહ્યું હતું કે તેમને અફઘાનિસ્તાનમાંથી સૈનિકોને પરત બોલાવવાની વાતનો અફસોસ નથી. US અફઘાન સેનાને હવાઈ સહાયતા, ભોજન ઈક્વિપમેન્ટ અને સેલરી આપવાનું ચાલુ રાખશે. આ સિવાય USએ અઘાનિસ્તાનમાં 20 વર્ષમાં 1 ટ્રિલિયન ડોલરથી વધુનો ખર્ચ કર્યો અને હજારો સૈનિકોને ગુમાવ્યા છે. અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની બુધવારે પોતાના મુશ્કેલીમાં મુકાયેલા સૈનિકોની મદદ માટે ઉત્તરી શહેર મઝાર-એ-શરીફ માટે રવાના થયા છે. તાલિબાને છેલ્લા એક સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં દેશની પ્રાંતીય રાજધાનીઓના મોટા ભાગ પર કબજો કરી લીધો છે.

USએ અફઘાન આર્મીના 3 લાખ સૈનિકોને ટ્રેનિંગ આપીઃ બાઈડન
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અફઘાન આર્મીના 3 લાખથી વધુ સૈનિકોને ટ્રેનિંગ આપી છે. હવે તેમણે જવાબદારી સંભાળવી પડશે. ઉલ્લેખનીય છે કે બાઈડને 11 સપ્ટેમ્બર સુધી યુદ્ધગ્રસ્ત દેશમાંથી તમામ અમેરિકાના સૈનિકોને પરત બોલાવવાનો આદેશ કર્યો છે. પેંટાગને જણાવ્યું હતું કે અત્યારસુધીમાં ત્યાંથી 90 ટકાથી વધુ સૈનિકો સ્વદેશ પરત આવી ગયા છે.

5 દિવસની અંદર 5 રાજધાની પર કબજો
5 દિવસની અંદર તાલિબાને પાંચ પ્રાંતીય રાજધાની પર કબજો કર્યો છે. ઉત્તરમાં કુંદુંજ, સર-એ-પોલ અને તાલોકાન પર હવે તેમનો કબજો છે. તાલિબાને દક્ષિણમાં ઈરાનની સીમાની નજીક આવેલી નિમરોજ પ્રાંતની રાજધાની જરાંજ પર કબજો કર્યો છે. ઉઝબેકિસ્તાન અને તુર્કેમેનિસ્તાનની સીમાની નજીક આવેલા નોવજ્જાન પ્રાંતની રાજધાની શબરધાન પર પણ હવે તેમનું શાસન છે.

કાબુલ પણ સુરક્ષિત નથી, તાલિબાનના હુમલા ચાલુ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ દેશના બીજા હિસ્સાની સરખામણીમાં સુરક્ષિત છે. જોકે ગત બુધવારે કાબુલમાં રક્ષામંત્રીના ઘરને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં 8 નાગરિક મૃત્યુ પામ્યા અને 12થી વધુ ઘાયલ થયા હતા.

આ હુમલા પછી તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે ભાસ્કરને મોકલેલા એક લેખિત નિવેદનમાં કહ્યું હતું કે ઈસ્લામી અમીરાતની શહીદ બટાલિયનનો આ હુમલો કાબુલ સરકારના અગ્રણી લોકોની વિરુદ્ધ તાલિબાનના હુમલાની શરૂઆત છે. અમે આગળ જતાં પણ હુમલો કરીશું. તેના આગલા દિવસે એટલે કે ગત શુક્રવારે તાલિબાને અફઘાનિસ્તાન સરકારના મીડિયા ચીફ દાવા ખાન મેનાપાલની કાબુલમાં હત્યા કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...