તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચક્રવ્યૂહમાં ગોઠવાતા ચોકઠાં!:અફઘાનમાં તાલિબાન રાજ પછી ચીન-પાકિસ્તાનની ખંધી રાજનીતિ, જાણો ભારત સામે કેવા છે પડકારો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓગણસમી સદીમાં રશિયા અને બ્રિટિશ સામ્રાજ્યો અને 20મી સદીમાં અમેરિકા અને સોવિયત સંઘે અફઘાનિસ્તાનની જમીન પર તેમની લડાઈ લડી હતી. પરંતુ જ્યારે હવે તાલિબાને અફઘાનિસ્તાન પર વિજય મેળવી લીધો છે ત્યારે પાકિસ્તાન હવે અફઘાનિસ્તાનમાં એક મોટી ગેમ રમવા માટે તૈયાર છે. જ્યારે પાકિસ્તાનનું મિત્ર ચીન પણ આ વિસ્તારમાં તેમની મજબૂત પકડ કરવાનું વિચારી રહી છે.

પાકિસ્તાને ખુલીને આપ્યું સમર્થન
પશ્ચિમી દેશોનો દાવો રહ્યો છે કે, પાકિસ્તાનના તાલિબાન સાથે સારા સંબંધો રહ્યા છે, પરંતુ ઈસ્લામાબાદે સતત આ આરોપો નકાર્યા છે. જોકે પાકિસ્તાન ત્યારે ઉઘાડું પડી ગયું જ્યારે કાબુલ પર તાલિબાનના કબજા પછી વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, અફઘાનીઓએ ગુલામીની જંજીરો તોડી દીધી.

તાલિબાન અફઘાનિસ્તમાં સરકાર ઉભી કરવાનું આયોજન કરી રહી છે અને તે માટે સતત મીટિંગો કરી રહી છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ બેઠકોમાં અમુક પાકિસ્તાની અધિકારીઓ પણ સામેલ છે. ઈસ્લામાબાદમાં વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં એક સમાવેશ સમજૂતી ઈચ્છે છે જેથી આ વિસ્તારમાં સ્થિરતા અને શાંતિ સ્થાપિત કરી શકાય. જોકે પાકિસ્તાને એવું પણ કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં તેમની ભૂમિકા મહત્વની છે.

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે જ પાકિસ્તાને તાલિબાનોને સમર્થન આપ્યું હતું
તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે જ પાકિસ્તાને તાલિબાનોને સમર્થન આપ્યું હતું

ચીનની તીખી નજર
ચીનની આ પહેલાં અફઘાનિસ્તાનમાં કોઈ મહત્વની ભૂમિકા નહતી. પરંતુ તે પાકિસ્તાનનું ખાસ મિત્ર છે. તેથી માનવામાં આવે છે કે, ચીનની નજર અફઘાનિસ્તાનની ખનીજ સંપત્તિ પર છે. અફઘાનિસ્તાનમાં લિથિયમનો એક મોટો ભંડાર છે. જેનો મુખ્ય રીતે ઈલેક્ટ્રિક વાહનોમાં ઉપયોગ થાય છે. ચીન પાકિસ્તાનમાં કારાકોરમ પહાડોના માધ્યથી તેમના માટે એડ્વાન્સમાં સુરક્ષાની સંભાવના જોઈ રહ્યા છે.

ભારત અને પાકિસ્તાનની દુશ્મની જૂની છે. ભારતને એક વર્ષ કરતાં વધુ સમયથી લદ્દાખમાં વિવાદિત સીમા પર ચીનની સાથે સૈન્ય વિવાદ થયેલો છે. ભારત કાબુલમાં અશરફ ગની સરકારનું મુખ્ય સમર્થક હતું. પરંતુ તાલિબાને કાબુલ પર કબજો કરતાં જ પાકિસ્તાન અને ચીન અફઘાનિસ્તાનમાં મુખ્ય ખેલાડી તરીકે સામે આવ્યા અને આ જ કારણે ભારતની ચિંતા વધી ગઈ છે. જોકે ચીનનું હાલ કહેવું છે કે, તેમનો તાલિબાન સુધી પહોંચવાનો મુખ્ય હેતુ તેમના પશ્ચિમી શિનજિયાંગ વિસ્તારને બેઈજિંગ વિરોધી ઈસ્ટ તુર્કિસ્તાન ઈસ્લામિક મુવમેન્ટ (ETIM)ના ઉગ્રવાદીઓથી બચાવવાનું છે. તેઓ અફઘાનિસ્તાનમાં આશરો લે તેવી શક્યતા છે.

થોડા સમય પહેલાં જ તાલિબાન પ્રમુખ અને ચીનના વિદેશમંત્રી મળ્યા હતા
થોડા સમય પહેલાં જ તાલિબાન પ્રમુખ અને ચીનના વિદેશમંત્રી મળ્યા હતા

પાકિસ્તાન ભારત વિરુદ્ધ તાલિબાનનો ઉપયોગ કરશે
સિચુઆન વિશ્વવિદ્યાલયમાં સાઉથ એશિયન સ્ટડિઝના પ્રોફેસર ઝાંગ લીએ કહ્યું છે કે, પાકિસ્તાન ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાનનો ફાયદો ઉઠાવવાનું વિચારી રહ્યું છે. પરંતુ તે જરૂરી નથી કે તે ચીન માટે પણ આવી જ વિચારસરણી રાખતું હોય. ચીનની પ્રાથમિક ચિંતા હવે તાલિબાન છે. ચીન અફઘાનિસ્તામાં એક સમાવેશી અને ઉદાર શાસનની સ્થાપના ઈચ્છે છે. જેથી શિનજિયાંગ અને તેના અન્ય વિસ્તારોમાં ઉગ્રવાદ ના ફેલાય. ચીન ઈસ્ટ તુર્કિસ્તાન ઈસ્લામિક મુવમેન્ટ વિશે હંમેશા ચિંતિત રહે છે પરંતુ અમેરિકન સરકારનું કહેવું છે કે, ETIM હવે ઔપચારિક સંગઠન તરીકે હાજર નથી.

નવી દિલ્હીમાં સેન્ટર ફોર પોલિસી રિસર્ચના પ્રોફેસર બ્રહ્મ ચેલાણીનું કહેવું છે કે, તાલિબાન વિશે ચીનની અફઘાનિસ્તાન પર બે બાબતે નજર છે. પહેલી રાજકીય રીતે તાલિબાન શાસનને મંજૂરી આપવી અને બીજી અફઘાનિસ્તાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને આર્થિક મદદ. રોયટર્સના મત પ્રમાણે બ્રહ્મ ચેલાણીનું કહેવું છે કે, ચીન ખનીજ સંપત્તિથી સંપન્ન અફઘાનિસ્તાનમાં રાજકીય ઘુસ બનાવવા અને પાકિસ્તાન, ઈરાન અને મધ્ય એશિયામાં તેમનું વર્ચસ્વ વધારવા માટે હાલની સ્થિતિનો ફાયદો ઉપાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

અફઘાનિસ્તાનના ઘણાં રાજ્યોમાં ભારતના વિકાસ લક્ષી પ્રોજેક્ટ ચાલી રહ્યા છે
અફઘાનિસ્તાનના ઘણાં રાજ્યોમાં ભારતના વિકાસ લક્ષી પ્રોજેક્ટ ચાલી રહ્યા છે

ભારતને ઝટકો
ચીન પર વધુ આર્થિક નિર્ભરતાથી બચવા માટે તાલિબાન માટે ભારત પણ એક મહત્વનો દેશ છે. સૂત્રોનું કહેવું છે કે, ભારત પાસે અફઘાનિસ્તાનાન 34 રાજ્યોમાં કોઈને કોઈ નાની-મોટી વિકાસ યોજનાઓ છે. તેમાં કાબુલમાં સંસદ ભવનના નિર્માણનો પણ એક પ્રોજેક્ટ સામેલ છે.
દક્ષિણ એશિયા વિશે ત્રણ પુસ્તકો લખનાર અને રોયટર્સના પૂર્વ પત્રકાર માયરા મેકડોનાલ્ડ કહે છે કે, સાચી વાત છે કે, તાલિબાનનો કાબુલ પર કબજો ભારત માટે ઝટકા સમાન છે. જોકે નવી દિલ્હી માટે હજી ખેલ ખતમ નથી થયો. આ વખતે બધા ખૂબ સાવધાન છે કે, અફઘાનિસ્તાનની ધરતીથી 9/11 જેવી ઘટના ના બને.
તાલિબાનના એક સીનિયર સભ્ય વહીદુલ્લાહ હાશ્મીએ રોયટર્સને જણાવ્યું છે કે, ગરીબ અફઘાનિસ્તાનને ઈરાન, અમેરિકા અને રશિયા સહિત વિવિધ દેશોની મદદની જરૂર છે. અમને આશા છે કે, ખાસ કરીને સ્વાસ્થય, વેપાર અને ખનન ક્ષેત્રે તેઓ અમારી મદદ કરશે.

કડવી યાદો

  • કાબુલ પર તાલિબાનના કબજા પછી ભારતની બેચેની અને પાકિસ્તાનનો ઉત્સાહ વધી ગયો છે. આ વિશે ન્યૂયોર્કના ઈથાકા કોલેજમાં અભ્યાસ કરાવતા અને રાજકીય વિશ્લેષક રઝા અહમદ રુમી કહે છે કે, 1947માં વિભાજન પછી બંને દેશોએ ત્રણ યુદ્ધ લડ્યા છે. તાલિબાનના કબજા પછી પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા અને ટીવી સ્ક્રિન પર જે ઉત્સાહ દેખાયો છે તે ઘણી હદ સુધી કાબુલ પર ભારતીય પકડની નબળી થતી પ્રતીક્રિયા છે. પાકિસ્તાની અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભારત સાથેના સારા સંબંધોને પોતાના માટે જોખમ ગણતા હતા. 1996થી લઈને 2001 સુધી તાલિબાન શાસન દરમિયાન ભારતના અફઘાનિસ્તાન સાથે સંબંધો સારા નહતા. તાલિબાન વિશે ભારતના અનુભવો હંમેશા ખરાબ રહ્યા છે.
  • 1999માં ઈન્ડિયન એરલાઈન્સના એક વિમાનનું તાલિબાને અપહરણ કરી લીધું હતું. કાબુલમાં ભારતના પૂર્વ રાજદૂત જયંત પ્રસાદ કહે છે કે, અમારી સ્થિતિ અત્યારે હકીકત સાથે મેચ નથી થતી. આપણે અફઘાનિસ્તાનમાં લાંબી રમત રમવાની છે. આપણી કોઈ સીમા નથી, પરંતુ અત્યારે આપણે ત્યાં દાવ લગાવેસો છે.
  • ભારતના રાજકિય સૂત્રોનું કહેવું છે કે, છેલ્લાં એક વર્ષમાં દોહામાં અમેરિકા સાથે સમજૂતી પછી જ્યારથી તાલિબાનનો એક મુખ્ય તાકાત બનીને સામે આવી છે. ભારતે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે. એક રાજકિય વિશ્લેષકના જણાવ્યા પ્રમાણે, અમે દરેક શેરહોલ્ડર્સ સાથે વાત કરી રહ્યા છીએ. પરંતુ હું ચર્ચાના ઉંડાણમાં જવા નથી માંગતો. ભારત સરકારની એવી પણ નિંદા થઈ છે કે, જ્યારે અમેરિકાએ જાતે તાલિબાન સાથે વાતચીત કરવાની શરૂઆત કરી ત્યારે ભારતે ગની સરકારને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.
તાલિબાને સરકાર ઉભી કરવા માટે બેઠકો શરૂ કરી
તાલિબાને સરકાર ઉભી કરવા માટે બેઠકો શરૂ કરી

શું તાલિબાન પર અમેરિકા કોઈ પ્રકારનું દબાણ બનાવી શકે છે?

  • બાઈડન પ્રશાસન અને તેમના જેવા વિચાર રાખનારી સરકારોની સામે સૌથી મોટો સવાલ એ છે કે તાલિબાન શાસનને માન્યતા આપવી કે નહિ? આ સવાલના જવાબ સાથે ઘણાં પરિણામો મળશે, જેવા કે તાલિબાન અફઘાનની જૂની સરકારોની જેમ વિદેશી એજન્સીઓને કામ કરવા દેશે કે નહિ.
  • તાલિબાન અને અમેરિકી સરકાર વચ્ચે 2020માં થયેલા એગ્રીમેન્ટમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે અમેરિકા તાલિબાનને એક દેશના દરજ્જે માન્યતા નહિ આપે. એ પછી પણ વોશિગ્ટને ઈસ્લામિક મિલિટેન્ટ ગ્રુપ સાથે કેટલાક મુદ્દાઓ પર વાત કરી, જેવા કે કાઉન્ટર ટેરરીઝમ.
  • સીઆઈએ ડાયરેક્ટર વિલિયમ બર્ન્સે થોડા સમય પહેલાં જ કાબુલમાં તાલિબાનના લીડર અબ્દુલ ગની બરાદર સાથે મુલાકાત કરી. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે તાલિબાન ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકી સમૂહોને સપોર્ટ નહિ કરે. રેસ્ક્યૂ મિશન માટે અમેરિકી ડિપ્લોમેટ અને કમાન્ડર તાલિબાન અધિકારીઓ સાથે સંપર્કમાં છે.
અન્ય સમાચારો પણ છે...