તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

30 દિવસમાં કાબુલ પર કબજો કરી શકે છે તાલિબાન:USએ અમેરિકન્સને કાઢવા માટે 3 હજાર સૈનિકો અફઘાનિસ્તાન મોકલ્યા, કહ્યું- આ માત્ર ટેમ્પરરી મિશન

એક મહિનો પહેલા

અમેરિકાની બાઈડન સરકારને આશંકા છે કે, એક મહિનાનીઅંદર તાલિબાનો કાબુલ ઉપર પણ કબજો કરી લેશે અને અફઘાન સરકાર પડી જશે. આ સંજોગોમાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આવેલા તેમના નાગરિકોને બહાર કાઢવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે માટે અમેરિકાએ તેમના 3 હજાર સૈનિકોને પરત અફઘાનિસ્તાન મોકલ્યા છે. જોકે અમેરિકાએ સ્પષ્ટ કહી દીધું છે કે, તેમના સૈનિકો લાંબા સમય સુધી ત્યાં રહેશે નહીં.

અમેરિકાએ 3500 સૈનિકો કુવૈતમાં અમેરિકન બેઝ પર તહેનાત કર્યા છે. આ સૈનિકો જરૂર પડશે ત્યારે અફઘાનિસ્તાન સરકારની મદદ માટે તહેનાત કરવામાં આવ્યા છે. તે સિવાય 1 હજાર સૈનિકો કતરમાં પણ તહેનાત કરવામાં આવ્યા છે. આ તે અફઘાનિઓની મદદ કરી રહ્યા છે જે સ્પેશિયલ વિઝા પર અમેરિકામાં રહેવા માંગે છે.઼

તાલિબાનોએ અફઘાનિસ્તાનના 34માંથી 12 રાજ્યો પર નિયંત્રણ મેળવી લીધુ છે
તાલિબાનોએ અફઘાનિસ્તાનના 34માંથી 12 રાજ્યો પર નિયંત્રણ મેળવી લીધુ છે

અમેરિકાનું ફોકસ માત્ર અમેરિકન્સ પર
પેંટાગનના પ્રવક્તા જોન કિર્બીના રાષ્ટ્રપતિ જો બાઈડનના તે નિવેદનનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે અફઘાનિસ્તાનના સેનાઓની પરત આવવાની વાત કરી હતી. કિર્બીએ કહ્યું હતું કે, અમારુ ફોકસ માત્ર અમેરિકન નાગરિકો અને સહયોગીઓને અફઘાનિસ્તાનની બહાર કાઢવાનું છે. તેમણે કહ્યું છે કે, આ ટેમ્પરરી મિશન છે. તેમનો ખૂબ નાનો લક્ષ્યાંક છે. અમે વિદેશી મંત્રાલયને અપીલ કરીએ છીએ કે, સ્પેશિયલ ઈમિગ્રેન્ટ વિઝા એપ્લિકેશનની પ્રોસેસને ઝડપી બનાવે અને તે ક્યાંય અટકવી ના જોઈએ.

બાઈડેનની મીટિંગ પછી જાહેર કર્યું હતું એલર્ટ- તુરંત અફઘાનિસ્તાન છોડે અમેરિકન્સ
જો બાઈડેને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ વિશે બેઠક કરી હતી. ત્યારપછી અમેરિકન દૂતાવાસે એલર્ટ જાહેર કર્યું હતું કે, અફઘાનિસ્તાનમાં આવેલા અમેરિકન્સ કોઈ પણ ફ્લાઈટથી ત્યાંથી નીકળી જાય અને અફઘાનિસ્તાન છોડી દે. તે સિવાય અમેરિકાએ એવુ પણ કહ્યું છે કે, અફઘાનિસ્તાનથી ઘણી વધારાની ફ્લાઈટો ચલાવવામાં આવશે. જેથી તે અફઘાનિસ્તાનીઓને જેમણે અમેરિકન્સ સાથે કામ કર્યું તેમને પણ સ્પેશિયલ વિઝાથી અમેરિકા લાવી શકાય.

અમેરિકન પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે, અમે અફઘાનિસ્તાનના દૂતાવાસમાં કામ કરતાં 5400 લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમાં અંદાજે 1400 અમેરિકન્સ છે. તેમણે કહ્યું કે, અમે સતત નજર રાખી રહ્યા છીએ જેથી દૂતાવાસમાં કામ કરતાં લોકોની સુરક્ષાને નિશ્ચિત કરી શકાય.

તાલિબાનોએ 10 ઓગસ્ટે મુખ્ય શહેર પુલ-એ-ખુમેરી પર કબજો કરીને સોશિયલ મીડિયા પર એક વીડિયો મુક્યો હતો, આ તસવીર તે વીડિયોમાંથી જ લેવામાં આવ્યો છે
તાલિબાનોએ 10 ઓગસ્ટે મુખ્ય શહેર પુલ-એ-ખુમેરી પર કબજો કરીને સોશિયલ મીડિયા પર એક વીડિયો મુક્યો હતો, આ તસવીર તે વીડિયોમાંથી જ લેવામાં આવ્યો છે

અમેરિકાએ તાલિબાનોને હુમલો ના કરવાની કરી અપીલ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમેરિકન પ્રવક્તાઓએ તાલિબાનોને અપીલ કરી છે કે, જો તેઓ પાટનગર કાબુલ પર કબજો કરી લેશે તો તેઓ તેમના દૂતાવાસ પર હુમલો નહીં કરે. તે સાથે જ તેમના નાગરિકો અને દૂતાવાસના ઓફિસરોને પણ કોઈ નુકસાન નહીં પહોંચાડે. તાલિબાન સાથે મુખ્ય અમેરિકન દૂત જાલ્મય ખલીલજાદના નેતૃત્વમાં વાતચીત થઈ રહી છે.
એવું પણ માનવમાં આવી રહ્યું છે કે, અમેરિકન અફઘાનિસ્તાનમાં આવતી સરકાર (જેમાં તાલિબાનોની ભાગીદારી હોઈ શકે છે)ને આર્થિક સહયોગ અટકાવવાની ધમકી આપીને લોકોની સુરક્ષા ચોક્કસ કરવા માંગે છે.

અત્યાર સુધી 12 રાજ્યો પર તાલિબાનનો કબજો, ભારતે તેમના નાગરિકોને પણ એલર્ટ મોકલ્યુ
તાલિબાનોએ અફઘાનિલ્તાનના બીજા મોટા શહેર કંધાર પર કબજો કરી લીધો છે. ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસ (AP) પ્રમાણે તાલિબાન અત્યાર સુધી 34માંથી 12 રાજ્યો પર તેમનો કબજો જમાવી લીધો છે. કંધાર પર તાલિબાને ગુરુવારે મોડી રાતે કબજો કરી લીધો છે.

આ એ અફઘાની છે જેઓ પાકિસ્તાન બોર્ડર ખુલવાની રાહ જોઈ રહ્યા છે
આ એ અફઘાની છે જેઓ પાકિસ્તાન બોર્ડર ખુલવાની રાહ જોઈ રહ્યા છે

ભારતે ગુરુવારે એક વાર ફરી એડ્વાઈઝરી જાહેર કરી છે. તેમાં કહ્યું છે કે, ઉડાન બંધ થતાં પહેલાં ભારતીયો વતન પરત ફરવા માટે તુરંત વ્યવસ્થા કરે. ભારતીય કંપનીઓ પણ તેમના કર્મચારીઓને પરત મોકલી દે. તે ઉપરાંત એવુ પણ કહ્યું છે કે, કવરેજ કરવા ગયેલા ભારતીય પત્રકારો પણ સુરક્ષા માટે એડ્વાન્સમાં વ્યવસ્થા કરી લે.

અન્ય સમાચારો પણ છે...