તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Afghanistan People At Kabul Airport Hungry And Thirsty, Rs. 3,000 Per Bottle Of Water, Rs. A Plate Of Rice In 7500

અફઘાનિસ્તાનમાં બધી બાજુ લૂંટ:રૂ. 3,000માં પાણીની એક બોટલ, રૂ. 7500માં એક પ્લેટ ભાત: કાબુલ એરપોર્ટ પર લોકો ભૂખ્યા-તરસ્યા રહેવા મજબૂર

23 દિવસ પહેલા
કાબુલ એરપોર્ટ પર લોકો ભૂખ્યા-તરસ્યા રહેવા માટે મજબૂર
  • કાબુલ એરપોર્ટ પર દરેક વસ્તુના ભાવ અફઘાનિસ્તાનની કરન્સીમાં નહીં, પરંતુ અમેરિકન ડોલરમાં લેવાય છે

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો કર્યા પછી અહીં અફરાતફરીનો માહોલ છે. અફઘાનિસ્તાનના લોકોને આશા છે કે કોઈ દેશ તેમને આશરો આપશે અને તેથી તેઓ તાલિબાનના ડરથી કાબુલ એરપોર્ટ તરફ ભાગી રહ્યા છે. અમેરિકા સહિત ઘણા દેશો પણ તેમના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એવા હજારો અફઘાનો છે, જેઓ ત્યાંથી નીકળવાની આશા રાખી રહ્યા છે. આ કારણથી જ કાબુલ એરપોર્ટ પર રોજ હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે, પરંતુ હવે અહીં પણ તેમની હાલત દયનીય બની રહી છે. કાબુલ એરપોર્ટ પર અત્યારે ચારેબાજુ નિરાશા અને હતાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અહીં પાણી અને જમવામાં માટે હજારોની કિંમત વસૂલાય છે. પરિણામે, અફઘાનોને ભૂખ્યા મરવાનો વારો આવ્યો છે.

સ્થાનિક લોકો અફઘાનિસ્તાનથી બહાર નીકળવા માટે અધીરા બન્યા છે.
સ્થાનિક લોકો અફઘાનિસ્તાનથી બહાર નીકળવા માટે અધીરા બન્યા છે.

કાબુલ એરપોર્ટ પર ખાવા-પીવાની વસ્તુઓના ભાવ આસમાને
અહીં લોકો ભૂખ્યા-તરસ્યા ગરમીમાં તેમનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે લોકોની આશા તૂટતી જાય છે અને શરીરે જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. પરિણામે, હાલ કાબુલ એરપોર્ટ પર કોણ, ક્યારે જમીન પર પડી જાય એ વિશે કશું કહી શકાય એમ નથી. અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માટે રાહ જોતા હજારો લોકો કાબુલ એરપોર્ટ પર ભેગા થયા છે. જેને જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને તે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. અહીં પરિણામ એ આવ્યું કે ખાવા-પીવાની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા પ્રમાણે, એક અફઘાન નાગરિકે કહ્યું હતું કે અહીં પાણી અને જમવાની કિંમત હજારોમાં વસૂલાય છે. આમ, અફઘાનો બંને બાજુથી પરેશાન થઈ રહ્યા છે. એક બાજુ તાલિબાનો પીડા આપી રહ્યા છે અને બીજી બાજુ મોંઘવારીનો માર.

ઘૂંટણ સુધી પાણી અને કચરામાં ઉભેલા લોકો

કાબુલ એરપોર્ટની બહારની અમુક તસવીરો એવી પણ સામે આવી છે જેમાં લોકો ઘૂંટણ સુધીના પાણી અને કચરામાં ઉભેલા દેખાય છે. અફઘાની નાગરિક ફજલર્રહમાને ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યું છે કે, લોકો કોંક્રિટની દિવાલ અને કાંટાળા તાર પાછળ ઉભા છે અને અમુક લોકો દિવાલ પર ચડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સુરક્ષાકર્મી તેમને પાછળ ધકેલી રહ્યા છે. સ્થાનિક અબ્દુલ રઝાકે ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, અહીં સતત ભીડ ભેગી થઈ રહી છે.

અમેરિકન સૈનિકની અફઘાની બાળકને પાણી પીવડાવતી તસવીર વાયરલ

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક અમેરિકન સૈનિકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અફઘાની બાળકને પાણી પીવડાવતી જોવા મળી રહી છે. બાળક તેને જોઈને સ્માઈલ આપી રહ્યા છે. જોકે હજી એ વાતનો ખુલાસો નથી થયો કે આ તસવીર ક્યારની છે. અમેરિકન ડિફેન્સ વિભાગે આ વાતનો ખુલાસો નથી કર્યો. પણ આ તસવીર જોઈને લોકો કહી રહ્યા છે કે, મુશ્કેલીઓમાં પણ આશા અમર છે.

દર ત્રણમાંથી એક અફઘાની ભૂખ્યો: રિપોર્ટ
અફઘાન સંકટની વચ્ચે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનો એક રિપોર્ટ બહાર આવ્યો છે. તે પ્રમાણે દર ત્રણમાંથી એક અફઘાની એટલે કે અંદાજે 1.4 કરોડ લોકો ભૂખ્યા છે. 20 લાખ બાળકો કૂપોષણનો શિકાર બનેલા છે અને તેમને તુરંત મદદની જરૂર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાક નથી ઉગ્યો, વરસાદ નથી, પીવાનું પાણી નથી, લોકો ગરીબીમાં જીવી રહ્યા છે.

કાબુલ એરપોર્ટ પર દરેક વસ્તુના ભાવ અમેરિકન ડોલરમા લેવાય છે
અફઘાન નાગરિક ફઝલ-ઉર રહેમાને સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર પાણીની એક બોટલના 40 અમેરિકન ડોલર એટલે કે અંદાજે 3 હજાર રૂપિયામાં અને એક પ્લેટ ભાત 100 અમેરિકન ડોલર એટલે કે 7500 રૂપિયામાં વેચાઈ રહ્યાં છે. નવાઈની વાત એ છે કે આ વસ્તુઓ માત્ર ડોલરમાં વેચવામાં આવી રહી છે, અફઘાનિસ્તાનની કરન્સીમાં નહીં. જો કોઈ પાણીની બોટલ અથવા ખાવાનું ખરીદે તો તેમણે અમેરિકન ડોલરમાં પેમેન્ટ કરવાનું હોય છે.

અફઘાની કરન્સીની કિંમત કેટલી?
અફઘાનિસ્તાનની કરન્સીને અફઘાન અફઘાની (AFN) કહેવામાં આવે છે. આ સમયે 1 અમેરિકન ડોલરની કિંમત 86 અફઘાન અફઘાની બરાબર છે. 1 ભારતીય રૂપિયાના બદલે 1.16 AFN મળે છે. એટલે કે ભારતીય કરન્સીની કિંમત 16 પૈસા વધારે છે.

અન્ય સમાચારો પણ છે...