• Gujarati News
  • International
  • Afghanistan New Govt In The Hands Of These Five Talibani Fighters; Hibatullah Akhundzada Abdul Ghani Baradar

તાલિબાનના 5 ખતરનાક નેતા ચલાવશે સરકાર:કોઈ આત્મઘાતી હુમલાઓનો માસ્ટરમાઈન્ડ, તો કોઈ મહિલાઓના હકોનો દુશ્મન; હવે તેમના હાથમાં રહેશે અફઘાનિસ્તાનની સત્તા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાન હવે ઈસ્લામિક અમીરાત બની ગયું છે. મૌલવી હિબ્તુલ્લાહ અખુંદઝાદા તેમનો અમીર અલ મોમિનીન (વફાદારોના નેતા) ઘોષિત થયો છે. તાલિબાને રાષ્ટ્રપતિ ભવન અને સંસદ સહિત દરેક સરકારી બિલ્ડીંગોમાં કબજો હાંસલ કરી લીધો છે. પૂરા દેશમાં અફરા-તફરીના માહોલમાં તેવા લોકોના નામ સામે આવ્યા છે, જેમના હાથમાં તાલિબાન સરકારની કમાન હોઈ શકે છે.

હિબ્તુલ્લાહ અખુંદઝાદા સિવાય મુલ્લા અબ્દુલ ગની બરાદર, મુલ્લા મોહમ્મદ યાકૂબ, સિરાઝુદ્દીન હક્કાની અને મુલ્લા અબ્દુલ હકીમને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. તેમાંથી કેટલાક 1996થી 2001 દરમિયાન ચાલતી તાલિબાન સરકારમાં સામેલ હતા, તો કેટલાક અમેરિકા વિરુદ્ધ 20 વર્ષ ચાલેલા યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ચાલો જાણીએ કે તાલિબાનને કોણ ચલાવે છે.......

1. મૌલવી હિબ્તુલ્લાહ અખુંદઝાદા:
અરબીમાં હિબ્તુલ્લાહનો અર્થ થાય છે કે ઈશ્વરની ભેટ. પોતાના નામથી વિપરીત હિબ્તુલ્લાહ એવો ક્રૂર કમાંડર છે કે જેણે અપરાધિઓ અને અવૈધ સંબંધ રાખનારાઓની હત્યા કરાવી દીધી અને ચોરી કરનારાઓના હાથ કાપી દેવાની સજા આપી હતી.

હિબ્તુલ્લાહ અખુંદઝાદાનો જન્મ 1961ની આસ-પાસ અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતના પંજવઈ જિલ્લામાં થયો હતો. તેના પિતા મુલ્લા મોહમ્મદ અખુંદ એક ધાર્મિક સ્કોલર હતા. તેઓ ગામની મસ્જીદના ઈમામ હતાં.

1996માં જ્યારે તાલિબાને કાબુલ પર કબજો કર્યો ત્યારે અખુંદઝાદાને ફરાહ પ્રાંતના ધાર્મિક વિભાગની જવાબદારી મળી. પછી તે કંધાર ચાલ્યો ગયો અને એક મદરેસાનો મૌલવી બની ગયો. તે મદરસા તાલિબાન ફાઉંડર મુલ્લા ઉમર ચલાવતો હતો જેમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણતા હતાં.

હિબ્તુલ્લાહ અખુંદઝાદા ઈસ્લામિક અમીરાત અફઘાનિસ્તાનમાં શરિયા કોર્ટનો ચીફ જસ્ટિસ પણ રહ્યો. મુલ્લા મંસૂરના મોત પછી 25 મે 2016એ હિબ્તુલ્લાહ અખુંદઝાદાને તાલિબાનની કમાન સૌપવામાં આવી. ત્યારથી તે જ આ જૂથની ટોપ ઓથોરિટી છે.

2. મુલ્લા અબ્દુલ ગની બરાદર: શાંતિ મંત્રણાના હિમાયતી
મુલ્લા અબ્દુલ ગની બરાદર તાલિબાનની રચના કરનારા ચાર લોકોમાંના એક છે. તે તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરનો ડેપ્યુટી હતો. 2001માં યુ.એસ. હુમલા સમયે તેઓ દેશના સંરક્ષણ પ્રધાન હતા.

2010માં અમેરિકા અને પાકિસ્તાને એક ઓપરેશનમાં બરાદરની ધરપકડ કરી હતી. તે સમયે અફઘાન સરકાર શાંતિ મંત્રણા માટે બરાદરની મુક્તિની માંગ કરતી હતી. તેને સપ્ટેમ્બર 2013માં મુક્ત કરવામાં આવ્યો હતો.

2018માં જ્યારે તાલિબાને કતારના દોહામાં પોતાનું રાજકીય કાર્યાલય ખોલ્યું હતું. મુલ્લા અબ્દુલ ગની બરાદર અમેરિકાથી શાંતિ મંત્રણા માટે ત્યાં ગયેલા લોકોમાં સામેલ હતા. તેમણે હંમેશાં યુ.એસ. સાથે વાતચીતને સમર્થન આપ્યું છે.

ઇન્ટરપોલના જણાવ્યા અનુસાર મુલ્લા બરાદરનો જન્મ 1968માં ઉરુઝ્ગાન પ્રાંતના દેહરાવુડ જિલ્લાના વિટમાક ગામમાં થયો હતો. માનવામાં આવે છે કે તે દુર્રાની જાતિનો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ પણ દુર્રાની છે.

3. મુલ્લા મોહમ્મદ યાકૂબ: તાલિબાનના ફાઉન્ડરનો પુત્ર
તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરનું પાકિસ્તાનમાં ટીબીથી અવસાન થયું હતું. ત્યારબાદ એવું માનવામાં આવતું હતું કે મુલ્લા ઉમરનો પરિવાર તાલિબાનમાં તેમની દખલગીરીનો અંત લાવશે. મુલ્લા ઉમરનો પુત્ર મુલ્લા મોહમ્મદ યાકૂબ 2016માં આગળ આવ્યો હતો. તેણે અખુંદઝાદાને તાલિબાનના વડા બનાવવામાં ટેકો આપ્યો હતો અને પછી ગાયબ થઈ ગયો હતો.

યુએસ-તાલિબાન સમજૂતીના 3 મહિના બાદ આ વર્ષે 29 ફેબ્રુઆરીએ મોહમ્મદ યાકૂબનું નામ ચર્ચામાં આવ્યું હતું. તાલિબાનના રહબરી શૂરાએ મોહમ્મદ યાકૂબને લશ્કરી વિંગના કમાન્ડર તરીકે નિયુક્ત કર્યા હતા. મોહમ્મદ યાકૂબ હવે કમાન્ડર મુલ્લા યાકૂબ બની ગયો છે.

કેટલાક નિષ્ણાતો માને છે કે મુલ્લા યાકૂબ વર્તમાન તાલિબાન નેતૃત્વમાં સૌથી નરમપંથી નેતા છે. અલ કાયદાની જેમ તે પણ અમેરિકા અને અન્ય પશ્ચિમ દેશોનો દુશ્મન નથી.

4. સિરાજુદ્દીન હક્કાની: આત્મઘાતી હુમલાઓના માસ્ટરમાઈન્ડ
સિરાજુદ્દીન હક્કાની મુઝાહિદીન કમાંડર ઝલાલુદ્દીન હક્કાનીનો પુત્ર છે. તે પોતાના પિતાના બનાયેલા હક્કાની નેટવર્ક ચલાવે છે. તે નેટવર્ક પાકિસ્તાન સીમા પર તાલિબાનના ફાઈનાન્શિયલ અને મિલેટ્રી પ્રોપ્રર્ટીની દેખરેખ કરે છે.

કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે હક્કાનીએ જ અફઘાનિસ્તાનીમાં આત્મઘાતી હુમલાઓની શરુઆત કરી હતી. હક્કાની નેટવર્કને અફઘાનિસ્તાનમાં હાઈ-પ્રોફાઈલ હુમલાઓના જવાબદાર ગણવામાં આવે છે. તેણે તાત્કાલીન અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરજઈની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. તે સિવાય હક્કાની નેટવર્કે ભારતીય દૂતાવાસ પર પણ આત્મઘાતી હુમલો કર્યો હતો.

5. મુલ્લા અબ્દુલ હકીમ: શરીયતનો જાણકાર અને ચીફ જસ્ટિસટ
અબ્દુલ હકીમ હક્કાની તાલિબાનની શાંતિ મંત્રણા ટીમના સભ્ય છે. તાલિબાન શાસન દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ધાર્મિક વિદ્વાનોની શક્તિશાળી પરિષદના વડા છે. તાલિબાનના વડા હિબતુલ્લાહ અખુંડઝાદા અબ્દુલ હકીમ સૌથી વિશ્વસનીય હક્કાની હોવાનું માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...