તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:તાલિબાન કબજા પછી અફઘાનિસ્તાને ભારતમાંથી 21 હજાર કરોડ ગુમાવ્યા, 13 યોજનાઓ પર બ્રેક

નવી દિલ્હી21 દિવસ પહેલાલેખક: મુકેશ કૌશિક
  • કૉપી લિંક
  • પહેલાં કોરોના, હવે તાલિબાને વિકાસનું ઓક્સિજન ખતમ કરી દીધું
  • 1700 કરોડનો શહતૂત ડેમ અટવાયો, તેનાથી કાબુલને સતત પાણી મળવાનું હતું

તાલિબાનની વાપસીથી ભારતને શું નુકસાન થશે તેને લઈને રાજદ્વારી તારણો જારી છે પણ વાસ્તવિક હકીકત એ છે કે અફઘાનની પ્રજાની લાઈફલાઈન મનાતી ભારતની આર્થિક સહાયતા પર તાત્કાલિક ધોરણે બ્રેક વાગી ગઈ છે. વિદેશ મંત્રાલયનાં સૂત્રો મુજબ અફઘાનમાં અનિશ્ચિતતાની સ્થિતિ છે અને એવામાં નિર્માણાધીન યોજનાઓ માટે કોઈ મદદ લેનાર જ નથી.

ભારતે અલગ અલગ સમયે અફઘાનને 21,000 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવાનો વાયદો કર્યો હતો. હવે તે અટવાઈ ગયા છે કેમ કે અફઘાન ફરીથી 1996ના આતંકી શાસન તરફ પાછું ફર્યું છે. અફઘાની પ્રજા માટે એ રાહતની વાત છે કે 2020-21 માટે નક્કી 350 કરોડ રૂપિયાની સહાય રકમમાંથી 76 ટકા ખર્ચ થઇ ચૂકી હતી. તે ઉપરાંત ભારતે 3,450 કરોડ રૂપિયાની યોજનાઓ પૂરી કરી અફઘાનને સોંપી હતી.

આ યોજનાઓ પાકિસ્તાનના ઈશારે તાલિબાનના નિશાને આવી શકે છે. ભારત અફઘાનના 34 પ્રાંતમાં 13 મોટી યોજનાઓ પર કામ કરી રહ્યું હતું જે 510 કરોડની છે. હવે તેના પર બ્રેક વાગી ગઈ છે. કાબુલના લોકોનું સૌથી મોટું નુકસાન શહતૂત ડેમ યોજના થંભી જવાથી થશે. તેના પર ભારતે 700 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવાની તૈયારી કરી હતી. ડેમથી કાબુલની પ્રજાને સતત પાણી મળવાનું હતું. ભારતે સામુદાયિક વિકાસના કાર્યક્રમો માટે 1,400 કરોડ રૂ.ની અલગથી સહાય આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...