• Gujarati News
  • International
  • Afghanistan Kabul US Air Force C 17 Video Update; Afghan Stowaway Got Caught In Landing Gear Of Airplane

વિમાન પર લટકેલા શખ્સનો ભયાનક વીડિયો:ઉડતા મિલેટ્રી પ્લેનના લેન્ડિગ ગિયર પર ફસાયેલો દેખાયો વ્યક્તિ, કાબુલથી ઉડ્યા હોવાનો દાવો

3 મહિનો પહેલા

અફઘાનિસ્તાનમાંથી પોતાનો જીવ બચાવીને ભાગવા માટે લોકો વિમાનો પર લટકી રહ્યા હતાં અને હવામાંથી નીચે પડી રહ્યા હતા તેનો ભયાનક વીડિયો સામે આવ્યા પછી બીજો ડરામણો વીડિયો સામે આવ્યો છે. ફ્લાઇંગ પ્લેનના લેન્ડિંગ ગિયરમાં એક વ્યક્તિ ફસાયેલો જોવા મળે છે. ઘણા લોકોએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જોકે, કોઈ સત્તાવાર સ્ત્રોતે વીડિયો સાચો હોવાની પુષ્ટિ કરી નથી.

અહેવાલ મુજબ આ વ્યક્તિ સોમવારે C-17 ગ્લોબમાસ્ટર વિમાન પર કાબુલથી ભાગ્યો હતો. આ દરમિયાન તે લેન્ડિંગ ગિયરમાં ફસાઈ ગયો. વિમાનની અંદર બેઠેલા કોઈએ તેનો વીડિયો બનાવ્યો. કેટલાક યુઝર્સે આ વીડિયો પોસ્ટ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને પણ ટેગ કર્યા છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો બાઈડન અફઘાનિસ્તાનમાં અંધાધૂંધી માટે જવાબદાર છે.

દેશ છોડવા માટે લોકો જીવ જોખમમાં મૂકી રહ્યા છે
અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો મેળવ્યા બાદ લોકો દેશ છોડવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સોમવારે હવામાં ઉડતા વિમાનમાંથી પડી જતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે લશ્કરી વિમાન હતું અને અહેવાલો અનુસાર, લોકો તે વિમાનની બોડી પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા.

આકાશમાં ઉડતા વિમાનમાંથી લોકો પડી ગયાનો વીડિયો પણ સામે આવ્યો હતો. એક પછી એક લોકો નીચે પડતા જોવા મળે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ લોકો દેશ છોડવા માટે લશ્કરી વિમાનના ટાયરની વચ્ચે ઉભા હતા. કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ વિમાન હવામાં પહોંચતાજ આ લોકો એક પછી એક નીચે પડવા લાગ્યા હતા. શહેરના લોકોએ તેમને પડતા જોયા હતા, પરંતુ તેમની ઓળખ થવાની બાકી છે.

કાબુલ એરપોર્ટ પર અફરા-તફરીની સ્થિતિ
અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો કર્યા બાદ કાબુલ એરપોર્ટ પર ભીડ ઉમટી પડી છે. એરપોર્ટ હાલમાં યુ.એસ. સૈનિકોના નિયંત્રણહેઠળ છે. રાયટર્સના જણાવ્યા અનુસાર એરપોર્ટ પર સોમવારે થયેલા ફાયરિંગમાં પાંચ લોકોના મોત થયા હતા. આ ઘટનાના વીડિયોમાં એરપોર્ટ પર મૃતદેહો બતાવવામાં આવ્યા છે.

બાઈડેને કહ્યું- આ પરિસ્થિતિ માટે અમેરિકા જવાબદાર નથી
અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેને અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચવાના તેમના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે ત્યાંની અંધાધૂંધી માટે રાષ્ટ્રપતિ અશરફ ગનીને દોષી ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે તાલિબાન ખૂબ જ જલદી સત્તામાં આવ્યા હતા. અફઘાન નેતૃત્વએ ખૂબ જ જલદી શસ્ત્રો મૂક્યા. અમે ત્યાં અબજો ડોલર ખર્ચ્યા. અફઘાની સૈન્યને ટ્રેનિંગ આપી. આપણે વિચારવું પડશે કે આટલી મોટી સેના અને સશસ્ત્ર લોકોએ કેવી રીતે હાર માની લીધી. આ એક ગંભીર મુદ્દો છે.

કેટલાક લોકો સવાલ કરી રહ્યા છે કે અમે અફઘાનિસ્તાનમાંથી અમારા કેટલાક સહાયકોને કેમ ના નિકાળ્યા, પરંતુ તેઓ પોતે અહીં આવવા માંગતા નથી. તેમને પરિસ્થિતિ સુધારવાનો વિશ્વાસ છે. અત્યાર સુધીમાં અમેરિકાના ચાર રાષ્ટ્રપતિઓ અફઘાનિસ્તાન સંકટનો સામનો કરી રહ્યા છે. હું નથી ઇચ્છતો કે પાંચમા રાષ્ટ્રપતિ પણ આ જ વસ્તુ જુએ. અમેરિકન સૈન્ય ત્યાં કેટલું અટક્યું હોત? એક વર્ષ કે પાંચ વર્ષ. તેનાથી શું સ્થિતિ બદલાઈ જાત?

અન્ય સમાચારો પણ છે...