તસવીરોમાં તાલિબાનનો આતંક:અફઘાનિસ્તાન છોડવા માટે વગર ટિકિટ-વિઝાએ એરપોર્ટમાં ઘૂસ્યા હજારો લોકો, બેન્કો બહાર લાંબી લાઇનો; કાબુલમાં લૂંટ શરૂ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાન પર તાલિબાનનું શાસન લાગી ગયું છે. દેશમાં અફરાતફરીનો માહોલ છે. રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપ-રાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહ દેશ છોડી ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાની લડાકુઓ તહેનાત છે. બેન્કો આગળ લાંબી લાઈનો લાગી છે. એરપોર્ટના રનવે પર હજારો લોકો આશા લઈને ભાગી રહ્યા છે કે ક્યાંક તેમને દેશ છોડવા માટે ફ્લાઈટ મળી જાય.

તાલિબાને કાબુલ, કંદહાર અને મઝાર-એ-શરીફ જેવાં મોટાં શહેરોમાં દરેક ચોક પર ચેકપોસ્ટ બનાવી છે. એના પર તાલિબાની લડાકુઓ તહેનાત છે, ત્યાંથી ગુજરનારી દરેક વ્યક્તિની તલાશી લીધા પછી જ તેમને આગળ જવા દે છે. રસ્તા પર ખુલ્લી જીપો અને તાલિબાની લડાકુઓ ઉત્સવ મનાવતા નજરે આવે છે. આ બધાની વચ્ચે અફઘાનિસ્તાનના લોકોને ખ્યાલ નથી આવતો કે જઈએ તો જઈએ ક્યાં.

કાબુલમાં કેટલીક જગ્યાઓ પર ગોળીબાર અને લૂંટની ખબરો સામે આવી રહી છે. સરકારી એજન્સીઓની ઓફિસોમાં લૂંટફાટ થયેલી છે. તાલિબાનનું કહેવું છે કે અમારાં અરાજક તત્ત્વોએ લૂંટ કરી છે. સંવેદનશીલ દસ્તાવેજ બાળી નાખ્યા છે. લૂંટ કરનારા તાલિબાની લડાકુઓએ ગોળીઓ પણ ચલાવી હતી.

પાકિસ્તાનના ચમન શહેરથી અફઘાનિસ્તાનના કંદહાર શહેરની બોર્ડર લાગે છે. અહીં હજારો અફઘાનિસ્તાનો એકઠા થઈ ગયા છે. તેઓ પાકિસ્તાનમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમને પાકિસ્તાનની પોલીસ રોકી રહી છે.

અફઘાનિસ્તાનના લોકોને જેવી ખબર પડી કે રાષ્ટ્રપતિ દેશ છોડી ભાગી ગયા છે તેવા જ હજારો લોકો રસ્તા પર નીકળી ગયા. આ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે

રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિ અફઘાનિસ્તાન છોડ્યા પછી દેશમાં ભાગદોડ મચી ગઈ છે. લોકોને સમજ પડી ગઈ છે કે હવે તેમને બચાવનારું કોઈ બચ્યું નથી. આ તસવીર કાબુલના એરપોર્ટની છે.

તસવીર કાબુલ એરપોર્ટ પર શનિવાર રાત્રે પહોંચેલા હજારો લોકોની છે. 15 ઓગસ્ટે રાષ્ટ્રપતિએ દેશ છોડવાની ખબર આવી પછી લોકોએ એરપોર્ટ પર ભેગા થવાનું શરૂ કરી દીધું હતું.

કાબુલમાં દરેક જગ્યા પર તાલિબાનના લડાકુઓ આ પ્રમાણે ચેકપોઈન્ટ બનાવીને બેસી ગયા છે. તેમાં હંમેશા તાલિબાનના લડાકુઓ હથિયાર સાથે તહેનાત રહે છે. ફોટો ક્રેડિટ: અલ જજીરા.

કંદહાર શહેરમાં પેટ્રોલિંગ કરતા તાલિબાની લડાકુઓ. કાબુલ પછી આ અફઘાનિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર છે. અહીં વસતિ લગભગ 7 લાખની આસપાસ છે

કંદહાર, કાબુલ અને મઝાર-એ-શરીફ સહિત અફઘાનિસ્તાનનાં લગભગ દરેક શહેર પર આ રીતે લશ્કરી ગાડીઓ જોવા મળી રહી છે. તાલિબાની લડાકુઓ આ પ્રમાણે ખુલ્લી ગાડીઓમાં ફરવાનું પસંદ કરે છે.

તાલિબાનના કાબુલમાં દાખલ થવા પર અમેરિકાએ પોતાના લોકોને ત્યાંથી કાઢવાનું શરૂ કરી દીધું.

બ્રિટિશ સેનાની 16મી એર એસોલ્ટ બ્રિગેડના સૈનિક 15 ઓગસ્ટે કાબુલ પહોચ્યા. તેઓ ત્યાંથી યુદ્ધ સ્તર પર પોતાના નાગરિકોને કાઢવાનું કામ કરી રહ્યા છે.

કાબુલ પર જીત પછી તાલિબાને શહેરના રસ્તા પર આ રીતે પોતાના સફેદ ધ્વજ લગાવીને જશ્ન મનાવી રહ્યા છે. જે શહેરો પર તાલિબાન કબજો જમાવે છે ત્યાં આવા સફેદ ધ્વજો નજરે આવે છે.

અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફ પર કબજો કર્યા પછી તાલિબાનના હાથે આધુનિક હથિયાર લાગ્યાં. એમાં કેટલાંક એરક્રાફ્ટસ અને એટેક હેલિકોપ્ટર સામેલ છે.

તાલિબાની આ વખતે મારપીટ સિવાય બીજી વસ્તુઓ પર ફોક્સ કરી રહ્યા છે, ફોટોમાં તાલિબાનના લડાકુઓ મીડિયાને ઈન્ટરવ્યુ પછી એને ઓનલાઈન જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...