તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાબુલ બ્લાસ્ટનો સાક્ષી:મેં બાળકોને, વૃદ્ધોને ટૂકડાંમાં વિખેરાતા જોયા, લાશો એ રીતે હવામાં ઉડતી હતી જાણે વાવાઝોડામાં પ્લાસ્ટિકની થેલીઓ ઉડતી હોય

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાબુલના હામિદ કરજઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે સાંજે બ્લાસ્ટમાં 108 લોકોના મોત થયા હતા. આતંકી હુમલાની જે તસવીરો સામે આવી છે તે હચમચાવી દે તેવી છે. આ બ્લાસ્ટમાં માંડ માંડ બચેલા અમેરિકન નાગરિકે તેમણે નજરે જોયેલો અહેવાલ દર્શાવ્યો છે. તે સ્પેશિયલ અમેરિકન વિજા પર અફઘાનિસ્તાન આવ્યા હતા અને ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ગ્રૂપ સાથે જોડાયેલા હતા.

હવે અફઘાનિસ્તાન તાલિબાનના કબજામાં છે અને તેઓ પશ્ચિમી સંસ્થા સાથે જોડાયેલા હતા. આ દરમિયાન તેમણે તેમનું નામ જાહેર કર્યું નથી. તેમણે કહ્યું કે, બ્લાસ્ટ થયો તો બાળકો, વૃદ્ધો અને મહિલાઓના શરીરના ટૂકડાં હવામાં એ રીતે ઉડતા દેખાયા જાણે કોઈ વાવાઝોડામાં પ્લાસ્ટિકની થેલીઓ ઉડતી હોય. જાણો કાબુલ પ્લાસ્ટનો નજરે દેખેલો અહેવાલ...

મારા માટે શનિવારનો દિવસ થોડો વહેલો જ શરૂ થઈ ગયો હતો. હજારો લોકોની જેમ હું પણ રાહ જોતો હતો કે એરપોર્ટ ગેટની અંદર ઘૂસી શકું. રેસ્ક્યુ ઓપરેશનના છેલ્લા દિવસે કદાચ મને પણ કોઈ ફ્લાઈટમાં જગ્યા મળી જાય.

એરપોર્ટના અબ્બે ગેટ પર રાહ જોતા જોતા અંદાજે 10 કલાક પસાર થઈ ગયા હતા. સાંજના 5 વાગ્યા હતા. અચાનક એવુ લાગ્યું કે, જાણે કોઈએ પગ નીચેથી જમીન ખેંચી લીધી. એવું લાગ્યું કે, કાનના પડદા ફાટી ગયા. થોડા સમય માટે કઈ પણ સંભળાવવાનું બંધ થઈ ગયું.

રસ્તા પર ગમે ત્યાં લાશો પડેલી દેખાય છે
રસ્તા પર ગમે ત્યાં લાશો પડેલી દેખાય છે

મેં લોકોને અને તેમના શરીરના ટૂકડાઓને એવી રીતે હવામાં ઉડતા જોયા, જાણે કોઈ વાવાઝોડામાં પ્લાસ્ટિકની થેલીઓ ઉડતી હોય. બાળકો, વૃદ્ધો અને મહિલાઓના શરીર, તેમના ટૂકડાં દરેક બાજુ વિખેરાયેલા પડ્યા હતા. આ જીવનમાં કયામતનો દિવસ જોવો મુશ્કેલ હતો, પરંતુ મેં આ કયામતનો દિવસ જોયો. હું એ ઘટનાનો સાક્ષી બન્યો.

જ્યાં બ્લાસ્ટ થયો, ત્યાં કોઈ સ્થિતિ સંભાળવા વાળું નહતું. ત્યાં કોઈ એવું નહતું, જે ત્યાં પડેલી લાશોને લોકોની નજરેથી દૂર લઈ જાય અને ઘાયલોને હોસ્પિટલ લઈ જાય. કાલે તો ઘાયલોને મદદ મળી ગઈ હતી. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આજે લાશો રસ્તાઓ અને ગરનાળામાં ગમે ત્યાં પડેલી દેખાઈ રહી છે. ગરનાળામાં જે થોડું ઘણું પાણી હતું તે પણ લોહીના કારણે લાલ થઈ ગયું છે.

શારીરિક રીતે હું અત્યારે ઠીક છું, પરંતુ કાલના બ્લાસ્ટ પછી મને જે આઘાત લાગ્યો છે, તે કદાચ જ હવે મને નોર્મલ જિંદગી જીવવા દેશે.

અન્ય સમાચારો પણ છે...