તાલિબાનના કબજામાં અફઘાનિસ્તાન:હેરાતના પૂર્વ ગવર્નર અને ભારતના ખાસ મિત્ર ઈસ્માઈલ ખાને સરન્ડર કર્યું, ફ્રેન્ડશિપ ડેમ બનાવવામાં હતી મહત્વની ભૂમિકા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલિબાને 7 દિવસમાં અફઘાનિસ્તાનના બીજા મોટા શહેર કંધાર સહિત અત્યાર સુધી 13 રાજ્યો પર કબજો કરી લીધો છે. તાલિબાન સામે લડનાર દરેક લોકો સરન્ડર કરવા લાગ્યા છે. અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતના ગર્વનર રહેલા ઈસ્માઈલ ખાન પણ આ વખતે તાલિબાનના કબજામાં છે. તેઓ તાલિબાન સામે લડનાર મુખ્ય લોકોમાં સામેલ હતા, પરંતુ હવે તેમણે હવે તાલિબાન આગળ સરન્ડર કરી દીધું છે.

નોંધનીય છે કે, ઈસ્માઈલ ખાન અફઘાનિસ્તાનમાં ભારતના ખાસ મિત્ર હતા. તેમણે હેરાતમાં ભારતની મદદથી અબને સલમા ડેમના નિર્માણમાં મહત્વની ભૂમિકા નીભાવી છે. આ ડેમનું ઈનોગ્રેશન 4 જૂન 2016માં કરવામાં આવ્યું હતું. આ હેરાતના ચિશ્તી શરીફ જિલ્લામાં આવેલી હારી નદી પર બનાવવામાં આવ્યો છે. ત્યારપછી તેનું નામ સલમા ડેમથી બદલીને અફઘાનિસ્તાન-ઈન્ડિયા ફ્રેન્ડશિપ ડેમ કરવામાં આવ્યું છે.

અફઘાનિસ્તાનના ઉપ-ગૃહમંત્રીએ પણ સરન્ડર કર્યું
ભાસ્કરના સૂત્રોએ જણાવ્યું કે, તાલિબાન સાથે યુદ્ધ પછી ઈસ્લામાઈલ ખાન અને તેમના સૈનિકોએ આત્મસમર્પણ કરી દીધું છે. તેઓ તાલિબાનોના લડાકુઓ સાથે તેમના ઘરમાં છે. તેમણે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, તાલિબાનો તેમની સાથે સારું વર્તન કરી રહ્યા છે. ઈસ્માઈલ ખાન સિવાય અફઘાનિસ્તાન સરકારમાં ઉપ-ગૃહમંત્રી રહમાન અને હેરાત પ્રશાસનના પ્રમુખ અને જફર કોરના મુખ્ય કમાન્ડર ખ્યાલ નબી અહમદજઈ, હેરાતના ગવર્નર અબ્દુલ સબૂર કાને અને નેશનલ સિક્યુરિટી ડિરેક્ટર હસાબ સિદ્દીક પણ તાલિબાન સામે સરન્ડર કરી ચૂક્યા છે. બીજી બાજુ અફઘાનિસ્તાનના ઉપ રાષ્ટ્રીય અમરુલ્લા સાલેહ તઝાકિસ્તાન જતા રહ્યા છે. તેઓ પણ ટૂંક સમયમાં વીડિયો મેસેજ જાહેર કરે તેવી શક્યતા છે.
તાલિબાનના પ્રવક્તા કારી મોહમ્મદ યુસુફે ભાસ્કરને મોકલેલા એક મેસેજમાં કહ્યું છે કે, આ દરેક લોકોએ હજારો સૈનિકો સાથે ઈસ્લામી અમીરાત સાથે હાથ મીલાવી લીધો છે. બીજી બાજુ તાલિબાનોનું કહેવું છે કે, આત્મસમર્પણ કરનાર દરેક લોકોના જીવનની સુરક્ષા અને સન્માનજનક જીવનના અધિકારનો તેમને વિશ્વાસ અપાવ્યો છે.

ઈસ્માઈલ ખાન આ વર્ષે એપ્રિલમાં ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી
ઈસ્માઈલ ખાન આ વર્ષે એપ્રિલમાં ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી

પાકિસ્તાની સેનાની સાથે અફઘાનિસ્તાન નાગરિકોની ઝપાઝપી
અફઘાનિસ્તાનમાં થયેલી દોડા-દોડીના કારણે પાકિસ્તાનના ચમન બોર્ડર પર વાતાવરણ તંગ છે. અહીં અફઘાનિસ્તાન છોડનાર લોકોના ટોળા ભેગા થયા છે. પલાયન કરનાર લોકોની શુક્રવારે પાકિસ્તાની સેના સાથે ઝપાઝપી થઈ ગઈ હતી. તાલિબાને અફઘાનિસ્તાન તરફથી આ સીમાને પોતાના કબજામાં લઈને બોર્ડર બંધ કરી દીધી છે. લોકોને પાકિસ્તાન જવાની મંજૂરી નથી.

તાલિબાન એરપોર્ટ્સ પર પણ કબજો કર્યો કર્યો છે. આ પહેલી ઉડાન છે જ્યાકે તાલિબાનના કબજાવાળા એરપોર્ટથી ઉડાન ભરી છે
તાલિબાન એરપોર્ટ્સ પર પણ કબજો કર્યો કર્યો છે. આ પહેલી ઉડાન છે જ્યાકે તાલિબાનના કબજાવાળા એરપોર્ટથી ઉડાન ભરી છે
અન્ય સમાચારો પણ છે...