તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ISIS-K ભારત પર હુમલો કરી શકે છે:ખુરાસાન આતંકવાદી સંગઠન દેશના હિન્દુ નેતાઓ અને મંદિરોને નિશાન બનાવી શકે છે, કાબુલ એરપોર્ટ પર આ જ સંગઠને બ્લાસ્ટ કર્યો હતો

19 દિવસ પહેલા
  • ભારતના ઘણા રાજ્યો સાથે ઈસ્લામિક સ્ટેટના તાર જોડાયેલા છે

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન વચ્ચે ભારતમાં પણ આતંકવાદી હુમલાનું જોખમ રહેલું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાબુલ એરપોર્ટ પર હુમલો કરનારા આતંકવાદી સંગઠન ISISનું ખુરાસાન ગ્રુપ(ISIS-K) ભારતમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યુ છે. ISIS-K ભારતમાં હિન્દુ નેતાઓ અને મંદિરોને નિશાનો બનાવી શકે છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ISISના સંપર્કમાં હોવાના અહેવાલ છે. કાશ્મીર અને કર્ણાટકમાંથી ધરપકડ કરાયેલા કેટલાક શંકાસ્પદ લોકોએ આ ખુલાસો કર્યો હતો. ત્યારબાદ ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી જાહેર કરી છે.

ભારતના ઘણા રાજ્યો સાથે ઈસ્લામિક સ્ટેટના તાર જોડાયેલા છે
ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથના તાર ભારતના ઘણા રાજ્યો સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ રાજ્યોમાં તેલંગાણા, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે.

જુલાઈ 2020માં આતંકવાદ પર સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે ભારતમાં કેરળ અને કર્ણાટક રાજ્યોમાં મોટી સંખ્યામાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ હાજર છે. તેમની મદદથી આતંકવાદી જૂથ અલ-કાયદા દેશમાં મોટો આતંકવાદી હુમલાને અંજામ આપી શકે છે.

કટ્ટરપંથી સંગઠન ફરી સક્રિય થઈ શકે છે
ગુપ્તચર એજન્સીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, જો આ જૂથ કાવતરું ઘડે તો ભારતમાં કેટલાક કટ્ટરપંથી અથવા આતંકવાદી સંગઠનો ફરીથી માથું ઊંચું કરી શકે છે. ખુરાસન ગ્રુપ યુવાનોને તેમની સાથે જોડવાનો પ્રયાસ કરી શકે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદ આતંકવાદી સંગઠનોએ નવી તાકાત મેળવી છે.

ભારતમાં અનેક હુમલા માટે જવાબદાર જૈશ-એ-મોહમ્મદ હવે અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં પહોંચી ગયું છે. તે કંદહારની સરહદે છે. એ જ રીતે લશ્કર-એ-તૈયબા પૂર્વી અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતથી કાર્યરત છે. લશ્કર 2008ના મુંબઈ હુમલા માટે જવાબદાર હતું.

આ જ સંગઠને કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો કર્યો હતો
15 ઓગસ્ટે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી લાખો લોકો દેશ છોડવા માટે ઘણા દિવસોથી એરપોર્ટ પર રાહ જોઈ રહ્યા હતા. 26 ઓગસ્ટે ખુરાસાન જૂથે એરપોર્ટ પર બે ફિદાયીન હુમલા કર્યા હતા. આ હુમલામાં 13 અમેરિકન સૈનિકો સહિત 169 લોકો માર્યા ગયા હતા. જેમાં 1200થી વધુ લોકો ઘાયલ થયા હતા. ISISના ખુરાસન મોડેલના મૂળ પાકિસ્તાન સાથે જોડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...