તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણો કાબુલના આરોપી ISIS ખુરાસાન વિશે:અફઘાનિસ્તાન માટે મોટું જોખમ બન્યું ISIS-ખુરાસાન, તાલિબાનો સાથે પણ તેમની દુશ્મની;  આ પહેલાં કર્યા છે ઘણા જીવલેણ હુમલા

એક મહિનો પહેલા
  • કાબુલ એરપોર્ટ બહાર થયેલા બે આત્મઘાતી હુમલા પછી આતંકી સંગઠન ISISએ જવાબદારી લીધી
  • અમેરિકન રાષ્ટ્રપતિને તેમના જ નિર્ણય અને પ્લાન વિશે ફેર વિચારણાં કરવી પડશે

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી ગંભીર સ્થિતિ વચ્ચે ગુરુવારે સાંજે કાબુલ એરપોર્ટ બહાર બે આત્મઘાતી હુમલા થયા હતા. વિદેશી મીડિયા પ્રમાણે બંને હુમલામાં ચાર અમેરિકન કમાન્ડો સહિત ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા છે. પાંચ અમેરિકન સૈનિકો સહિત 100થી વધારે લોકો ઘાયલ થયા હોવાના ન્યૂઝ છે. અમેરિકન રક્ષા મંત્રાલય પેંટાગને કહ્યું કે, હુમલામાં અમેરિકન નાગરિકોના મોત થયા છે. આ બ્લાસ્ટમાં આતંકી સંગઠન ISનો હાથ હોવાની વાત સામે આવી છે. આ બ્લાસ્ટથી સાબીત થઈ ગયું છે કે, ISISને અફઘાનિસ્તાન સાથે તો દુશ્મની છે જે અને તેઓ આવા હુમલા દ્વારા અફઘાનિસ્તાનમાં આવેલી અમેરિકન સેનાને પણ ટાર્ગેટ કરી રહ્યા છે.

તાજેતરમાં જ અમેરિકાની ખાનગી એજન્સીએ ચેતવણી જાહેર કરી હતી કે, ISISના આતંકીઓ કાબુલ એરપોર્ટ પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ ચેતવણી પછી અફઘાનિસ્તાન એરપોર્ટ પર સુરક્ષામાં તહેનાત અમેરિકન સૈનિકોને પહેલાં કરતાં પણ વધારે એલર્ટ કરી દીધા છે. આ આતંકી હુમલાના કાવતરાને ધ્યાનમાં રાખીને ઘણાં દેશોએ તેમના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાના પ્લાન પણ થોડા સમય માટે કેન્સલ કરી દીધા છે. બુધવારે કાબુલ આવેલી યુએસ એસેમ્બી તરફથી એક સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે, અમેરિકન્સ કાબુલ એરપોર્ટ પાસે બનેલા ગેટથી દૂર રહે. સીએનએન ન્યૂઝે તેમના એક રિપોર્ટમાં કહ્યું હતું કે, કાબુલ એરપોર્ટ બહાર ભેગી થયેલી ભીડમાં ઈસ્લામિક સ્ટેટ કોઈ મોટો હુમલો કરી શકે છે.

ISISને અફઘાનિસ્તાન સાથે જૂની દુશ્મની
ISISને અફઘાનિસ્તાન સાથે જૂની દુશ્મની

ક્યારે બન્યું ISIS- ખુરાસાન?
1999માં સ્થપાયેલા ISISને દુનિયાએ 2014 પછીથી ઓળખવાનું શરૂ કર્યું. આ પહેલાં સીરિયા, ઈરાક અથવા બાકી અન્ય દેશોમાં તેનો પ્રભાવ નહતો. ISIS- ખુરાસાન, ISISની એક શાખા છે જેને જાન્યુઆરી 2015માં તાલિબાનના પાકિસ્તાન સહયોગીના અસંતુષ્ટો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. તેને તાલિબાન અને અમેરિકાનું કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. ખુરાસાન શબ્દ એક પ્રાચીન વિસ્તારના નામ પર આધારિત છે. જેમાં કભી ઉઝ્બેકિસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કેમેનિસ્તાન અને ઈરાકનો હિસ્સો સામેલ થતો હતો. વર્તમાન સમયમાં તે અફઘાનિસ્તાન અને સીરિયા વચ્ચેનો એક હિસ્સો હતો.

ISISના ખુરાસાન મોડ્યુલને ખોરાસન ગ્રુપના નામે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રુપમાં અલગ વિચારાધાર રાખનાર આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા લોકો સામેલ છે. આ ગ્રુપને મુખ્ય સીરિયા, ખુરાસાનથી ચલાવવામાં આવે છે.

કેવી રીતે થયો ISISનો જન્મ

  • ISISનો પાયો 2006માં બગદાદીએ રાખ્યો હતો. એક લાંબી લડાઈ પછી અમેરિકાએ ઈરાકને સદ્દામ હુસૈનની જાળમાંથી આઝાદ કરી દીધુ હતું. પરંતુ આ આઝાદી મેળવ્યા પછી ઈરાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું હતું. અમેરિકન સેનાએ ઈરાક છોડતા જ ઘણાં નાના-મોટા જુથે તેમની તાકાતની લડાઈ લડવાનું શરૂ કરી દીધું હતું. તેમાંથી એક જૂથનો નેતા હતો અબુ બકર અલ બગદાદી, અલ-કાયદા ઈરાકનો તે પ્રમુખ હતો. 2006થી જ ઈરાકમાં તેણે પોતાનું શાસન ઉભું કરવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ ત્યારે તેની પાસે પૈસા પણ નહતા, કોઈ મદદ પણ નહતી અને કોઈ લડાકુ પણ નહતો.
  • હકીકતમાં અમેરિકન સેના 2011માં જ્યારે ઈરાકથી પરત ફરી ત્યારે તેણે ઈરાકી સરકારને બરબાદ કરી દીધી હતી. સદ્દામની હત્યા કરી દેવામાં આવી હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ બરબાદ કરી દેવામાં આવ્યું હતું. સંસાધનોની અછતના કારણે બગદાદીઓ ત્યાં વધારે સફળ નહતા થઈ શકતા. જોકે ઈરાક પર કબજા માટે ત્યાં સુધી તેમણે અલ-કાયદા ઈરાકનું નામ બદલીને નવું નામ ISI એટલે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક રાખી દીધું હતું.
  • બગદાદીએ સદ્દામ હુસૈનના કમાન્ડ અને સૈનિકોનો સાથ મેળવ્યો. ત્યારપછી તેણે પોલીસ, સેનાની ઓફિસ, ચેકપોઈન્ટ્સ અને રિક્રૂટિંગ સ્ટેશન્સને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં બગદાદી સાથે હજારો લોકો સામેલ થઈ ચૂક્યા હતા. તેમ છતાં બગદાદીને ઈરાકમાં તે સફળતા ના મળી. અંતે ઈરાકથી નારાજ થઈને બગદાદીએ સીરિયા બાજુ જવાનું નક્કી કર્યું. સીરિયા ત્યારે ગૃહ યુદ્ધનો સામનો કરી રહ્યું હતું. અલ-કાયદા અને ફ્રિ સીરિયન આર્મી ત્યાંના સૌથી મોટા બે જૂથ હતા.

હક્કાની નેટવર્ક સાથે જોડાયેલા છે તાર
રિસર્ચર્સનું કહેવું છે કે, ISIS-ખુરાસાન અને હક્કાની વચ્ચેનું નેટવર્ક મજબૂત છે. હક્કાની નેટવર્ક તાલિબાન સાથે જોડાયેલું છે. એશિયા પેસિફિક ફાઉન્ડેશનના ડૉ. સજ્જન ગોહેલે BBCને જણાવ્યું કે, 2019થી 2021 વચ્ચે ઘણાં મુખ્ય હુમલાને ISIS-ખુરાસાન, તાલિબાનના હક્કાની નેટવર્ક અને પાકિસ્તાનના બીજા આતંકી સમૂહોએ મળીને કર્યા હતા.

ISISનો પાયો 2006માં બગદાદીએ રાખ્યો
ISISનો પાયો 2006માં બગદાદીએ રાખ્યો

અમેરિકાએ અજાણતા દીધી ISISને ટ્રેનિંગ
પહેલાં ચાર વર્ષમાં સીરિયાને બગદાદીમાં કોઈ સફળતા ના મળી. ત્યારપછી તેણે ફરી એક વાર તેના આતંકી સંગઠનનું નામ બદલીને ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા) કરી દીધું. જૂન 2013માં ફ્રિ સરિયન આર્મીના જનરલે પેહલીવાર સામે આવીને દુનિયાને અપીલ કરી કે, જો તેમને હથિયાર નહીં મળે તો તેઓ આતંકીઓ સામેનું યુદ્ધ હારી જશે. આ અપીલના એક સપ્તાહની અંદર જ અમેરિકા, ઈઝરાયલ, જોર્ડન, તુર્કી, સાઉદી અરબ અને કતરે ફ્રિ સીરિયન આર્મીને હથિયાર, પૈસા અને ટ્રેનિંગની મદદ આપવાની શરૂઆત કરી. આ દેશોએ બધા આધુનિક હથિયાર, એન્ટી ટેન્ક મિસાઈલ, ગોળા-બારુદ બધુ સીરિયા પહોંચાડ્યું અને બસ આ દિવસથી ISISના દિવસો પલટાઈ ગયા. હકીકતમાં જે હથિયાર ફ્રિ સીરિયન આર્મી માટે હતા તે એક વર્ષની અંદર ISIS પાસે પહોંચી ગયા હતા. કારણકે ત્યાં સુધીમાં ISIS ફ્રિ સીરિયન આર્મીમાં તીરાડ પાડી ચૂક્યા હતા. તે સાથે જ સીરિયામાં ફ્રિડમ ફાઈટરનું મહોરુ પહેરીને ISએ દુનિયા સાથે દગાખોરી કરી. આ મહોરાના કારણે જ અમેરિકાએ પણ અજાણતા ISના આતંકીઓને ટ્રેનિંગ આપી હતી.

ISIS- ખુરસાને પહેલાં પણ કર્યા છે આતંકી હુમલા
સીનિયર અમેરિકન અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું છે કે, એમ્બેસી દ્વારા એવી માહિતી રજૂ કરવામાં આવી છે કે, આ આતંકી હુમલામાં ISIS-ખુરાસાનની ભૂમિકા હોઈ શકે છે. વ્હાઈટ હાઉસમાં પોતાના સંબોધન દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને પણ કહ્યું હતું કે, અમે જે જમીન પર ઉભા છીએ ત્યાં કોઈ પણ દિવસે ISIS-ખુરાસાન એરપોર્ટને ટાર્ગેટ કરી શકે છે. તે આપણાં સૈનિકોને, ગઠબંધનના સૈનિકોને તથા નિર્દોષ નાગરિકોને પણ ટાર્ગેટ કરી શકે છે.

ISIS- ખુરાસાને પહેલાં પણ અફઘાનિસ્તાનમાં ઘણાં આતંકી હુમલા કર્યા છે. આ આતંકી સંગઠનમાં મેમાં કાબુલમાં છોકરીઓની સ્કૂલની બહાર કરવામાં આવેલા વિસ્ફોટની જવાબદારી લીધી હતી. તેમાં પણ 68 લોકોના મોત થયા હતા. ISIS- ખુરાસાને જૂનમાં બ્રિટિશ-અમેરિકન હાલો (HALO) ટ્રસ્ટ ઉપર પણ હુમલો કર્યો હતો. જેમાં 10 લોકોના મોત થયા હતા અને 16થી વધારે લોકો ઘાયલ થયા હતા.

કાબુલ એરપોર્ટ પહેલાં પણ ISIS-ખુરાસાને ઘણાં જીવલેણ હુમલા કર્યા છે
કાબુલ એરપોર્ટ પહેલાં પણ ISIS-ખુરાસાને ઘણાં જીવલેણ હુમલા કર્યા છે

તાલિબાન- ISISની જૂની દુશ્મની
મીડિયા રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે, તાલિબાન અને ISIS વચ્ચે ઘણાં સમયથી દુશ્મની છે. અફઘાનિસ્તાનમાં શાસન સ્થાપિત કરવામાં જોડાયેલા તાલિબાનોએ ઘણી વાર દાવો કર્યો છે કે, તેમનો ISIS સાથે કોઈ સંબંધ નથી અને તેઓ પોતાની જમીન પર આ આતંકીઓને સહન નહીં કરે. ISISએ 19 ઓગસ્ટે ઓફિશિયલ નિવેદન આપ્યું હતું કે, તાલિબાન અમેરિકાનું ચમચું છે. ઈસ્લામિક સ્ટેટે એવું પણ કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં જે પણ કઈ થયું તે તાલિબાનની નહીં પરંતુ અમેરિકાની જીત છે. કારણકે તાલિબાનોએ અમેરિકા સાથે વાતચીત કરીને આ વિશે નિર્ણય લીધો છે.
અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવાનો પ્રયત્ન કરનાર તાલિબાનોને સૌથી વધારે ડર ISISનો લાગે છે. જો અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટનો પ્રભાવ વધશે તો તેનાથી તાલિબાનની અસર ઓછી થશે. બીજુ તાલિબાન અફઘાનની જમીન પર ISISને રોકીને દુનિયાને એવો મેસેજ આપવા માંગે છે કે, અમે આતંકવાદીઓને અમારી જમીનનો ઉપયોગ નહીં કરવા દઈએ. જોકે તેના કારણે ISISને પણ તેમના અસ્તિત્વ વિશે જોખમ લાગી રહ્યું છે. ISIS દરેક સંજોગોમાં તાલિબાનને નીચુ દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...