તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Afghan Women's Shelter Closed Due To Fear Of Taliban; The Staff Took Refuge In The House If The Relatives Were Threatened

આતંકવાદના પડઘમ:તાલિબાનના ડરથી અફઘાન મહિલાઓનાં શેલ્ટર હોમ બંધ; પરિજનોને ધમકાવ્યા તો સ્ટાફે ઘરમાં આશરો આપ્યો

ન્યૂયોર્ક12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાબુલમાં મહિલાઓનું એક શેલ્ટર હોમ. - Divya Bhaskar
કાબુલમાં મહિલાઓનું એક શેલ્ટર હોમ.
  • આશ્રયસ્થાનોના સંચાલકોને હત્યા અને ગંભીર પરિણામની ધમકીઓ

અફઘાન મહિલાઓને દેશમાં મહિલાઓનું સુરક્ષા નેટવર્ક બનાવવામાં વર્ષો લાગી ગયા રહતા. અફઘાનિસ્તાનના 14 રાજ્યોમાં મહિલાઓ માટે 32 સુરક્ષિત ઘર, પારિવારિક સલાહ સેન્ટર અને બાળકોનાં આશ્રયસ્થાન છે. આવી સેવાઓની તાતી જરૂરિયાતને કારણે તેમણે તેના માટે અભિયાન પણ ચલાવ્યું હતું. જોકે, ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં તાલિબાનીઓએ જ્યારે શહેરો પર કબજો કરવાનું શરૂ કર્યું તો આશ્રયસ્થાનોના દરવાજા બંધ થવા લાગ્યા. નિરાશ્રિત ગૃહોનાં મોટાભાગના ડિરેક્ટરોએ તેના દસ્તાવેજ રાખી લીધા કે સળગાવી દીધા. કેટલોક સામાન ભેગો કર્યો અને મહિલાઓની સાથે ભાગી ગયા.

ગણતરીના આશ્ય સ્થળોનાં ડિરેક્ટર રોકાયેલા છે, પરંતુ તેઓ પણ ભયભીત છે. શેલ્ટર હોમમાં નવા લોકોને સ્થાન આપવામાં આવતું નથી. વુમન ફોર અફઘાન વુમાન સંસ્થાની સહસંસ્થાપક સુનીતા વિશ્વનાથ કહે છે કે, અમારા શેલ્ટર હોમનો નાશ થયો છે. અમે મહિલાઓ માટે જે કંઈ પણ કરતા હતા હવે કરી શકીશું નહીં. કેટલાક મહિલા ગૃહોનાં સ્ટાફે જેલમાંથી છુટેલા સ્વજનોથી ડરેલી મહિલાઓને પોતાના ઘરમાં આશરો આપ્યો છે.

1996માં પોતાના છેલ્લા શાસનમાં તાલિબાને મહિલાઓના બહાર નિકળવા પર પ્રતિબંધ મુક્યો હતો. 2015માં કુંદુજ શહેર પર જ્યારે તાલિબાને થોડા સમય માટે કબજો ક્યો ત્યારે વુમન ફોર અફઘાન વુમન આશ્રયસ્થાન ચલાવનારા સંચાલક ભાગી ગયા હતા. તાલિબાનીઓએ શેલ્ટર હોમની મહિલા પ્રમુખને ધમકી આપી કે તેને ગામના ચાર રસ્તે ફાંસીએ લટકાવી દેવાશે. શેલ્ટર હોમના સંચાલક અને તેમાં રહેતી મહિલાઓના ભાગી જવાનું કારણ માત્ર તાલિબાનનો ભય નથી. હકીકતમાં, તાલિબાનોએ તાજેતરમાં જ કેટલાક સેન્ટરો પર પહોંચીને ધમકીઓ આપી છે. સુનીતા વિશ્વનાથ જણાવે છે કે,અનેક વખત બિલ્ડિંગમાં તોડફોડની ઘટનાઓ થઈ ચુકી છે.

ચિંતાનું સૌથી મુખ્ય કારણ તાલિબાની કૂચની સાથે જેલોમાંથી મોટી સંખ્યામાં છોડવામાં આવેલા કેદી છે. તેમાં એવા પુરુષો સામેલ છે જેમને મહિલા સુરક્ષા કાયદા હેઠળ સજા મળી છે. મહિલા સંબંધીઓની ફરિયાદના આધારે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી. આ લોકો સુરક્ષા ગૃહોના ડિરેક્ટર, સલાહકાર અને વકીલોનાં પણ વિરોધી છે. મહિલાઓ પર અત્યાચાર અંગેના પુરાવા એકઠા કરનારી એક મહિલાએ જણાવ્યુંકે, તે દર દિવસ-રાત પોતાની ઊંઘવાની જગ્યા બદલે છે. તેને હત્યાની ધમકીઓ મળી રહી છે.

અડધાથી વધુ અફઘાન મહિલાઓ પર અત્યાચાર
તાલિબાનોની વાપસીથી પહેલા જ મહિલાઓની સુરક્ષા બાબતે અફઘાનિસ્તાન દરેક યાદીમાં અંતિમ સ્થાને છે. સુરક્ષિત આશ્રયસ્થાન, કાઉન્સેલિંગ અને મહિલાઓની સુરક્ષા માટે જરૂરી અદાલતોની બાબતે તે સૌથી ઉપર છે. મહિલા બાબતોનાં મત્રાલયના એક અભ્યાસ અનુસાર અડધાથી વધુ અફઘાન મહિલાઓ શારીરિક અત્યાચાર સહન કરે છે. 17%ને જાતિય હિંસાનો ભોગ બનવું પડે છે. લગભગ 60%ના પરાણે લગ્ન કરાવાયા છે.

દુલ્હનોની ખરીદી, દેવું ચૂકવવા યુવતીઓનું વેચાણ
તાજેતરના અભ્યાસ મુજબ ખાનદાનના સન્માનની તથાકથિત સુરક્ષા માટે હત્યાઓ (ઓનર કિલિંગ), દુલ્હનોની ખરીદી, દેવું ચુકવવા માટે યુવતિઓના વેચાણની પ્રથમ આજે પણ અનેક વિસ્તારોમાં અમલમાં છે. મનોવૈજ્ઞાનિક દુર્વ્યવહાર તરીકે કામકાજના સ્થળો અને જાહેર સ્થળોએ મહિલાઓ પર અત્યાચાર ગુજારાય છે. મહિલા પર અત્યાચારના બહુ ઓછા કેસ પોલીસ અને કોર્ટમાં નોંધાય છે.

અન્ય સમાચારો પણ છે...