તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:અફઘાન સૈનિકો લડ્યા વિના આત્મસમર્પણ કરી રહ્યા છે,10 રાજ્યની રાજધાનીઓ પર ફક્ત 6 દિવસમાં તાલિબાનોનો કબજો

કાબુલએક મહિનો પહેલા
અફઘાન સેનાના સૈનિકો લડ્યા વિના જ હથિયારો હેઠાં મૂકીને આત્મસમર્પણ કરી રહ્યા છે.
  • અમેરિકન વિમાનોનો તાલિબાન પર હુમલો, એટલે આતંકીઓ શહેરોમાં ઘૂસ્યા

અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતો પર તાલિબાન ઝડપથી કબજો જમાવી રહ્યા છે. તેમણે 6 દિવસમાં દેશના 34 પ્રાંતમાંથી દસ પ્રાંતની રાજધાની કબજે કરી લીધી છે. તાલિબાનોની દહેશત એવી છે કે અફઘાન સેનાના સૈનિકો લડ્યા વિના જ હથિયારો હેઠાં મૂકીને આત્મસમર્પણ કરી રહ્યા છે.

ગજની પ્રાંતના પોલીસમથકમાં મોજુદ એક અધિકારીએ કહ્યું કે ગજનના ગવર્નર દાઉદ લગમની અને પોલીસ કમાન્ડર ફઝલ અહમદ સિરાજે તાલિબાનો સાથે સમજૂતી કરી લીધી અને તાલિબાન લડવૈયાઓને રાજ્યમાં સરળતાથી ઘૂસવા દીધા. હવે ગજની પર તાલિબાનોનું રાજ છે.

અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતો પર તાલિબાન ઝડપથી કબજો જમાવી રહ્યા છે.
અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતો પર તાલિબાન ઝડપથી કબજો જમાવી રહ્યા છે.

તાલિબાન આતંકીઓ પોલીસ કમાન્ડર અને ગવર્નરને પોતાની સુરક્ષા માટે કાબુલ-ગઝની હાઈ-વેથી થઈને કાબુલ લઈ જતા હતા. ત્યાં રસ્તામાં અફઘાનિસ્તાન નેશનલ ડિફેન્સ સિક્યોરિટી ફોર્સે મેદાન વારદક પ્રાંતમાં તેમની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન સ્થાનિકો અને જનપ્રતિનિધિઓમાં કેન્દ્ર સરકાર પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે. સંસદમાં ઉત્તર અફઘાનિસ્તાનના સાંસદોએ કહ્યું કે સુરક્ષાદળો લડ્યા વિના જ શહેર બહાર નીકળી ગયાં.

તાલોકાન પર પણ તાલિબાને કબજો કરી લીધો
સમાંગનના સાંસદ અબ્દુલ્લાહ મોહમ્મદી કહે છે કે કમનસીબે સરકારી સૈનિકો પાછા હટી ગયા અને તાલિબાને પોલીસ મથકો અને નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યોરિટીની ઈમારત પર કબજો કરી લીધો. તખરના રહેવાસી રમજાન કહે છે કે કેન્દ્ર સરકારના સમર્થન વિના સુરક્ષાદળો અને નાગરિક જૂથોના સૈનિકો છેલ્લા 40 દિવસથી લડી રહ્યા છે. કમનસીબે તેમની પાસે પૂરતાં હથિયારો કે સરકારની મદદ પણ નથી. આ કારણસર તાલોકાન પર પણ તાલિબાને કબજો કરી લીધો. આ સ્થિતિમાં ઉત્તર અફઘાનિસ્તાનમાં દિવસે ને દિવસે સ્થિતિ બદતર થઈ રહી છે. બે દિવસ પહેલાં માર્શલ દોસ્તમે પોતાની રિઝર્વ ફોર્સ સાથે કાબુલથી મજાર-એ-શરીફ માટે કૂચ કરી હતી.

ઉત્તર અફઘાનિસ્તાનમાં દિવસે ને દિવસે સ્થિતિ બદતર થઈ રહી છે.
ઉત્તર અફઘાનિસ્તાનમાં દિવસે ને દિવસે સ્થિતિ બદતર થઈ રહી છે.

આ સાથે જ મજાર-એ-શરીફમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સેના અધિકારીઓ અને રાજકીય નેતાઓ સાથે એક બેઠક પણ યોજી હતી. તાલિબાને તખ્હર, કુંદુજ અને બાદાખાન પ્રાંત પર કબજો કરી લીધો છે. શેર્બગાન તરફ વધતા તાલિબાનને રોકવા માટે યાતિમ સુધીમાં માર્શલ દોસ્તમના પુત્ર યાર મોહમ્મદ દોસ્તમની આગેવાનીમાં યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ, હેરાત પ્રાંતમાં બળવાખોર નેતા ઈસ્માઈલ મોહમ્મદે તાલિબાન સામે ટક્કર લીધી છે.

તાલિબાને તખ્હર, કુંદુજ અને બાદાખાન પ્રાંત પર કબજો કરી લીધો છે.
તાલિબાને તખ્હર, કુંદુજ અને બાદાખાન પ્રાંત પર કબજો કરી લીધો છે.

અફઘાન સુરક્ષા દળોએ 45 તાલિબાન આતંકી ઠાર માર્યા
અહેવાલો પ્રમાણે, આ લડવૈયા દારૂગોળા અને સરકારી મદદના અભાવે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ સાથે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ઘરો છોડીને વિવિધ કેમ્પોમાં આશરો લઈ રહેલા લોકોને ખાધાખોરાકીનું સંકટ છે. અત્યાર સુધી અફઘાન સુરક્ષા દળોએ 45 તાલિબાન આતંકી ઠાર માર્યા છે.

પાકે કહ્યું- રાષ્ટ્રપતિ ગનીના રાજીનામા પછી જ વાત થશે
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ તાલિબાનની ભાષા બોલી રહ્યા છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી અશરફ ગની અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હશે ત્યાં સુધી પાકિસ્તાન અફઘાનિસ્તાન સરકાર કે તાલિબાન સાથે વાત નહીં કરે. કાબુલના પત્રકાર ઈસ્માઈલ એન્ડલિપ કહે છે કે દોહા સમજૂતી પછી અમેરિકા અને તાલિબાન વચ્ચે એક ગુપ્ત સંમતિ સધાઈ હતી કે અમેરિકન સેના પાછી નહીં જાય ત્યાં સુધી તાલિબાનો મોટાં શહેરો પર કબજો નહીં કરે. પરંતુ આતંકીઓએ મોટાં શહેરો પર હુમલા શરૂ કરી દીધા. બંને પક્ષે એકબીજાની વાત ના માની. અમેરિકન ફાઈટર વિમાનોએ પણ જતા જતાં તાલિબાનના ગઢોને નિશાન બનાવ્યા. કદાચ એટલે જ તેમણે મોટાં શહેરો તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...