તાલિબાનનું શાસન LIVE:તાલિબાનીનો દાવો- પંજશીરથી ફરાર વિદ્રોહી નેતા સાલેહના ઘરે 18 સોનાની ઈંટ અને 48 કરોડ રૂપિયા મળ્યા

કાબુલએક મહિનો પહેલા
  • કતારના વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની રવિવારે અચાનક કાબુલ પહોંચ્યા હતા

અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના ઘરમાંથી તાલિબાને લગભગ 47.96 કરોડ રૂપિયા (65 લાખ ડોલર) અને 18 સોનાની ઈંટ મળી હોવાનો દાવો કર્યો છે. તાલિબાનના જણાવ્યા અનુસાર પંજશીર પર તેના કબજા પછી સૈનિકોએ સાલેહના વિવિધ રહેણાક વિસ્તારો પર કબજો કર્યો છે. તાલિબાનીઓએ એક વીડિયો જાહેર કરી આની પુષ્ટી કરી છે.

આ વીડિયો તાલિબાન સમર્થક અકાઉન્ટથી વાઇરલ પણ કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે 3-4 તાલિબાનીઓ ઘરની તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં ઘરમાં બેગ અને તેમાંથી ડોલરની થોકડીઓ તથા સોનાની ઈંટો પણ મળી આવી હતી. આની પહેલા તાલિબાની અમરુલ્લા સાલેહના ઘર સુધી પહોંચી ગયા હતા. તેમણે સાલેહની લાઇબ્રેરીમાં બેસીને તસ્વીરો પણ ક્લિક કરી હતી.

તાલિબાનના કબજા બાદ પ્રથમ વખત કાબુલમાં ઇન્ટરનેશનલ કમર્શિયલ ફ્લાઇટ પહોંચી છે. સોમવારે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું વિમાન કાબુલ પહોંચ્યું હતું. ન્યૂઝ એજન્સી AFP મુજબ, તેમાં લગભગ 10 લોકો સવાર હતા.

કાબુલમાં પરત ફરશે અફઘાની પોલીસ
અફઘાન પોલીસ કાબુલ પરત ફરવા જઈ રહ્યા છે. તાલિબાને નક્કી કર્યું છે કે અહીં તહેનાત તાલિબાન ફોર્સને પ્રાંતોમાં મોકલવામાં આવશે અને યુનિફોર્મ પહેરેલી અફઘાન પોલીસને અહી ફરીથી તહેનાત કરવામાં આવશે. આ અફઘાન પોલીસ અગાઉની સરકાર દરમિયાન તહેનાત પોલીસ જેવી જ હશે. આ સાથે હવે તાલિબાની ફોર્સ અને પોલીસનો યુનિફોર્મ એકસમાન રહેશે.

તાલિબાનના સાંસ્કૃતિક આયોગના સભ્ય અનામમુલ્લાહ સમનગનીએ જણાવ્યું હતું કે વર્તમાન તાલિબાની ફોર્સ, જેની પાસે વર્દી નથી તેને કાબુલથી ટ્રાન્સફર કરીને પ્રાંતોમાં લશ્કરી ચોકીઓ પર મોકલવામાં આવશે. સમનગનીએ સ્પષ્ટ કર્યું નથી કે કાબુલમાં કેટલા પોલીસ અને કેટલી સેના તહેનાત રહેશે.

કતારના વિદેશ મંત્રી કાબુલ પહોંચ્યા હતા

અમેરિકા અને તાલિબાન વચ્ચે મધ્યસ્થી કરનાર કતારના વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની રવિવારે અચાનક કાબુલ પહોંચ્યા હતા. થાનીએ પ્રથમ કાર્યકારી પ્રધાનમંત્રી મુલ્લા મોહમ્મદ હસન અખુંદ સાથે લાંબી વાતચીત કરી. ત્યાર બાદ તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ અને પછી રાષ્ટ્રીય સમાધાન પરિષદના વડા અબ્દુલ્લા અબ્દુલ્લાને મળવા ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે કતાર દ્વારા અમેરિકા અને દુનિયાની મોટી શક્તિઓ તાલિબાન પર સમાવેશ સરકાર બનાવવા બાબતે દબાણ કરવા માગે છે.

અફઘાની લોકોની તાલિબાન પાસે માંગ- સરકારી ઓફિસોને ખોલવામાં આવે
તાલિબાને ગયા સપ્તાહે 33 સભ્યોવાળા કેબિનેટની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ સરકારી ઓફિસો હજી સુધી ખોલવામાં આવી નથી. આ બાબતે અફઘાની નાગરિકોએ તાલિબાન સમક્ષ માંગ કરી છે કે તેઓ વહેલી તકે સરકારી ઓફિસોનું કામ શરૂ કરાવે.

હેરાત ક્ષેત્રમાં રહેતા નૂર આગાએ જણાવ્યુ હતું કે અનેક નાગરિકો પાસપોર્ટ ઓફિસ ખોલવાની રાહ જોઈ રહ્યા છે. તેઓ પોતે પાકિસ્તાન જઈને સારવાર કરાવવા માંગે છે. આ માટે તેમને પાસપોર્ટની જરૂર છે. અન્ય એક નાગરિક સાયેદ વલીએ જણાવ્યું હતું કે જેમની સરકારમાં પસંદગી કરવામાં આવી છે તેમણે કામ શરૂ કરવું જોઈએ. લોકોને ઘણી જ મુશ્કેલીઓ પડી રહી છે.

તાલિબાને કહ્યું- વહેલી તકે ખુલશે ઓફિસો
તાલિબાન કલ્ચરલ કમિશને જણાવ્યુ હતું કે એક-બે દિવસથી સરકારમાં પસંદ પામેલા લોકો પોત-પોતાના ક્ષેત્રો વિશે જાણકારી મેળવી રહ્યા છે. ત્યાર બાદ તેઓ સત્તાવાર રીતે કામ શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...